લેબલ સાહિત્ય રચના સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સાહિત્ય રચના સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

*સડેલી રૂઢિનો દેશવટો

 *સડેલી રૂઢિનો દેશવટો*


એણે ગંગાની લાજ બચાવવા માટે

પોતાની જાત હોમી દીધી,

પણ તમારી સડેલી રૂઢિચુસ્તતાએ

એના મહાન ત્યાગને ભ્રષ્ટ કોળિયો ગણ્યો

ને નાતબહાર કર્યો.


તમારી પવિત્રતા કેટલી નબળી હતી ?

કે જેણે એક દીકરીની આબરૂ સાચવી,

તમારા જડ વિચારોએ એને વટલાયેલો જાહેર કર્યો!

તમે એને રસોડાના ઉંબરેથી હાંકી કાઢ્યો,

કેમ કે તમારો ધર્મ થાળીમાં હતો અને એનો માણસાઈમાં.


તમે જ્ઞાતિ બચાવી શક્યા પણ, 'બાપ' હારી ગયા.

કેમ કે તમારી વ્યવસ્થા જૂના પૂર્વગ્રહોમાં સડતી રહી,

અને અસાઈતનો વારસો સત્ય બનીને ગુંજતો રહ્યો.

જે કોળિયે એક દીકરીની આબરૂ બચી,

શું એ જ કોળિયે તમારી સદીઓ જૂની રૂઢિચુસ્તતા અભડાઈ ગઈ ?


*-દિનેશ નાયક 'અક્ષર'*✍️

       *સરડોઈ*

નાયક કુળનું ગૌરવ ગાઈએ

 (દોહરો)


*આદ્યશક્તિની આણ છે, ને હૈયે હરખ અપાર,*

*નાયક કુળનું ગૌરવ ગાઈએ ,જેનો ભવ્ય છે ઇતિહાસ.*


(ભવાઈની દેશી/ઢાળ)


હો... રંગમંચના પાત્રે-પાત્રે, લાયક અમે નાયક છીએ,

મધુર લલકારે ગુંજતા, ગૌરવવંતા ગાયક છીએ...


હો... પાટીદારની પત રાખવા, વટલાયા'તા ઇતિહાસમાં,

એ જ ભવ્ય વિરાસતના, અમે સાચા વાહક છીએ... 


હો... આદિ અનાદિ કાળથી, ઉપાસક આદ્યશક્તિના,

મા બહુચર-અંબાના ચરણે, અમે પરમ સાધક છીએ... 


હો... ચૂડી-ચાંદલે વેશ ધરીને, ભૂંગળના નાદ ગુંજાવતા,

દુનિયાને દર્પણ ધરી, અમે સત્યના વ્યાપક છીએ...

હો... ભક્તિ-જ્ઞાનને પચાવી જાણ્યા, અંતરમાં ઉતાર્યા છે,

સંસ્કૃતિના રક્ષક અમે, ને સાચા પ્રચારક છીએ... 


હો... ભાવ ભોજકનો હૈયે ધરી, વિદ્વતા વ્યાસની મુખે,

હર ચરિત્રને જીવંત કરતા, પ્રભાવક અમે નાયક છીએ... 


 *-દિનેશ નાયક 'અક્ષર'*

        *સરડોઈ*

ગુરુવાર, 27 માર્ચ, 2025

એક બ્રાહ્મણે હેમાળા પટેલની દીકરીની લાજ બચાવી લીધી..

 

એક બ્રાહ્મણે હેમાળા પટેલની દીકરીની લાજ બચાવી લીધી.. વ્યાસ અને પટેલનો સંબંધ..


બ્રાહ્મણકુળમાં જન્મેલા કથાકાર અસાઈત ઠાકરે ૩૬૦ ભવાઈ લખી હોવાની લોકવાયકા છે.અને તે સાચી છે.તમામ વેશોની માહિતી એકત્રીકરણ હાલ મોરબીના  ખાખરાળા રહીશ તુષારભાઈ પૈજા(વ્યાસ )  પાસે માહિતી છે.

જાતિવાદ જેવાં દૂષણોને આધારે ૩૬૦ જેટલા ભવાઈના વેશો લખ્યા અને ગામડે-ગામડે જાગૃતિ માટે ભવાઈ વેશરૂપે ભજવ્યા.
 
વિશેષ તો ભવાઈ સમાજના સામાન્ય જનની વચ્ચે સર્જાતો-ભજવાતો નાટ્યપ્રકાર હોવાથી સમાજને સીધી રીતે સ્પર્શતા પ્રશ્નો એમાં વણી લઈને સમાજજાગૃતિનું કામ તેમણે કર્યું. આજે પણ તેમનાં વંશજો ભોજક કે નાયક તરીકે ઓળખાય છે.
 
ભવાઈ શબ્દ સંસ્કૃત શબ્દ `ભાવ' પરથી ઊતરી આવ્યો હોય એમ લાગે છે.
 
ભવાઈનાં મોટા ભાગનાં કથાવસ્તુ ઇતિહાસ અને સામાજિક પ્રશ્નો પર આધારિત રહેતાં, જેથી સમાજની કુરૂઢિઓ, વહેમ, અંધશ્રદ્ધા દૂર થાય.
 
ભવાઈનું મુખ્ય પાત્ર નાયક કહેવાય છે. અસાઈત મુખ્ય પાત્ર ભજવતા એટલે તે નાયક કહેવાયા અને `ભવાઈ' સમગ્ર ગુજરાત અને દેશ વિદેશમાં ખ્યાતનામ બની. એ સમયમાં સ્ત્રીઓ વેશ ન ભજવી શકતી. એટલે પુરુષ તે વેશ ભજવતો અને તે એટલો તો આબેબ ભજવતો કે સ્ત્રીઓ પણ ભૂલાવામાં પડી જતી હતી.
એક સમય ઉત્તર ગુજરાતના લોકો પોતાના જીવનના સારા-નરસા પ્રસંગે ભવાઈનો ખેલ રમાડવાની માનતા માનીને પોતાની મનોકામના પૂર્ણ થતાં ચૈત્ર માસ કે નવરાત્રિના સમયમાં પોતાના ઘેર ભવાઈમંડળીને રમવા નિમંત્રણ આપતા હતા. વાળુ-પાણી પછી રાત્રિના અંધકારમાં સામૈયું કાઢી, ચાચર નોંધી ચાચરની પૂજા કરતા.


ભવાઈની શરૂઆતમાં ભૂંગળ વાગે. રાતના શાંત વાતાવરણમાં ભૂંગળનો સૂર ચોમેર ફરી વળે. એટલે બાકી રહી ગયેલા પ્રેક્ષકો પણ ઝટપટ આવીને ગોઠવાઈ જાય. પ્રારંભમાં રંગલો અને રંગલી પ્રવેશ કરે અને ગણેશ-સ્તુતિથી ભવાઈની શરૂઆત થાય.
 
દુદાળો દુઃખભંજણો,
સદાય બાળેવેશ,
પરથમ પહેલાં સ્મરિયે,
ગવરીપુત્ર ગણેશ.
 
સ્તુતિ પૂરી થતાં જ ભૂંગળ, નરઘાં કાંસી જોડાની રમઝટ જામે અને રંગલો અને રંગલી વિષયની માંડણી કરે અને ભવાઈ વેશ શરૂ થાય. ભવાઈમાં ગીત, કવિત અને સંગીતની સાથોસાથ નૃત્યને પણ એટલું જ અગત્યનું ગણ્યું છે. વાક્યાર્થનો અભિનય અને રસ આ બે ગુણો ભવાઈમાં છે.
 
પછી તો ધીમે ધીમે ભવાઈ સમગ્ર ગુજરાતનું અણમોલ ઘરેણું બની ગઈ. ભવાઈ કલાકારો ગામે-ગામ ફરતા, ભવાઈ કરતાં અને ગામનાં તમામ-જાતિ-જ્ઞાતિનાં લોકો તેમને હૃદયથી લેતા. જો કે આજે ભવાઈ લગભગ લુપ્ત થઈ ગઈ છે. અસાઈત ઠાકરના ૩૬૦ વેશોમાંથી માંડ ૬૦ જેટલા વેશો બચ્યા છે. પણ એ પણ ભાગ્યે જ કોઈક ગામડાં-ગામમાં ભજવાય છે. રંગભૂમિ દિન નિમિત્તે આપણી ભવ્ય ભવાઈ કલાને અને તેના આદ્ય સ્થાપક એવા અસાઈત ઠાકરને યાદ કરી વંદન કરીએ.
 
ભવાઈના મુખ્ય અંગો
 
 
ભવાઈના રાગો : માઢ, પ્રભાત, ગોડી, સોરઠ, મારુ, આશાવરી, વિહાગ, ભૈરવી, સારંગ, કાનડો, મલ્હાર
 
તાલ : તરગડો, લાવણી, દોઢિયો, ચેતમાન, ચલતી, દીપચંદી, કેરવો, હીંચ.
 
વાદ્યો : ભૂંગળ, નરઘાં અને કાંસીજોડાં.
 
રંગભૂષા : ભવાઈની રંગભૂષા પોતાની આગવી છે. માતાજીના મંદિરે કે કોઈ ધાર્મિક સ્થળે કલાકારો પાત્ર પ્રમાણે વેશપરિધાન અને રંગભૂષાની તૈયારી કરે છે. બોદાર, સફેદો, પીળો રંગ, લાલી, કોલસો કે મેશ.
 
નૃત્યના ઠેકા : કથ્થકની જરીવાળી સાડી, મુગટ, પીતાંબર, લાલ - પીળા - સફેદ રંગના ખેસ, ધોતિયાં, ઓઢણી, ચોરણી, સુતરાઉ ફૂમતાંવાળી ટોપી વગેરે.


અસાઇત ઠાકર વંશ પેઢી નો ફોટો

બ્રાહ્મણ-અસાઇત ઠાકર






રવિવાર, 8 સપ્ટેમ્બર, 2024

સંસ્કાર વિભૂષણ એવોર્ડ

કલાનું ગૌરવ...અસાઇત ભવાઈનું ગૌરવ...

સંસ્કૃતીની ધરોહર ભવાઈ કલાના સાધક પ્રાણલાલ બી.પૈજાને સંસ્કાર વિભૂષણ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગુજરાતનાં કલા સાધકોને સંસ્કાર વિભૂષણ એવોર્ડ,માનપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામા આવ્યા*


સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા તા.૦૧ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ “મારી ગુણવંતી ગુજરાત સંસ્કારોત્સવ ૨૦૨૪” નું ભવ્ય આયોજન કર્ણાવતી ક્લબ-અમદાવાદ ખાતે થયેલ.જેમા રાજ્યના સન્માનિય રાજ્યપાલશ્રીની વિશેષ ઉપસ્થિતિ રહેલ તેમજ ઋષિકેશભાઈ પટેલ-.મંત્રી, મુળુભાઈ બેરા – મંત્રી તેમજ રાજ્ય અને ભારત ભરના મહાનુભાવો દ્વારા કલારત્નોને સન્માનીત કરવામાં આવ્યા.


અત્રે ઉલ્લેખનીય છે, કે વિશ્વ પ્રખ્યાત “સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ”ના નાયક અને લોક કલાના સાધક 

પ્રાણલાલ બી. પૈજાને સંસ્કાર વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જે મોરબી સમગ્ર જિલ્લા અને ગુજરાતની કલા માટે ગૌરવવંતી વાત છે.

તેઓ નિવૃત શિક્ષક છે અને સાથે-સાથે ભારતીય સંસ્કૃતીની કલા એવી ભવાઈ કલાને જાગૃત રાખવા સતત તત્પર રહે છે.

ઉપરાંત આ મંડળ અનેક સન્માનોથી સન્માનિત થયેલ છે, જેમકે “ગૌરવ પુરસ્કાર, કોકનટ થિયેટર એવોર્ડ, સંગીત નાટક અકાદમી એવોર્ડ, NSD દિલ્હી એવોર્ડ, સાહિત્ય અકાદમી એવોર્ડ, તેમજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને મહાનુભાવો. ઇન્દિરા ગાંધીજી, અટલજી, મોરારજી દેસાઈ, મોરારી બાપુના હસ્તે સન્માનીત થયેલ.





બુધવાર, 7 ફેબ્રુઆરી, 2024

ભવાઇ ભજવાય છે ગામે

 દુહો,,,,,,,,,,,,,, 


ભવ તારિણી માઁ ભગવતી, તમે રહેજો સદાય સાથ,

ઓઢણી ઓઢી માઁ આપની, હે માડી ઉતારશો ભવ પાર,


,,,,,,,,,,,ભવાઇ  રાસ,,,,,,,,,,

રાગ,,, ગરબો ગવરાવું ખોડલ આઇ નો રે લોલ,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


હૈ માડી ભવાઇ ભજવાય છે , ગામે ગામ માં રે લોલ,,,,,

ભજવાય છે કાંઇ ચાચર કેરા ચોક જો,,ભવાઇ ભજવાય છે ગામે ,,,,, 


હેમાળા પટેલ ઊંઝા ગામ ના રે લોલ,

એની આબરૂ અખંડ જળવાય જો

ભવાઇ ભજવાય છે ગામે ,,,,,,


ગંગા દિકરી ની પત રાખવા રે લોલ,,,, 

વટલાયો અસાઇત તાત જો,,,, 

ભવાઇ ભજવાય છે દરેક ગામ,,,,


ઉમિયાજી માત ને અરજ કીધી રે લોલ,,, 

એને અનમોલ આપ્યું વરદાન જો,

ભવાઇ ભજવાય છે ગામે,, ,,,, 


ચૂડી, ચાંદલો ને ભૂંગળ આપીયા રે લોલ,,, 

ચૂંદડી આપી છે હાથોહાથ જો,

ભવાઇ ભજવાય છે ગામે,,,,, 


અસાઈત વાણી " રાજ "ઓચરે રે લોલ,

ઉમિયા બહુચરે આશિષ આપીયા રે લોલ,

ભવાઇ કળયુગ માં થશે રે સવાઇ  જો,

ભવાઇ ભજવાય છે ગામે,,,,,,,, 


રચીયતા,,,,, 

રાજેશભાઇ એસ કુકરવાડિયા,

( વ્યાસ ) ધ્રુવનગર,,,, મોરબી

સોમવાર, 26 ડિસેમ્બર, 2022

રંગમંચ પર હર પાત્રને લાયક છીએ અમે

 રંગમંચ પર હર પાત્રને લાયક છીએ અમે,

ગીત મધુરાં લલકારતા ગાયક છીએ અમે.

પાટીદારની પત રાખવા વટલાયા હતા અમે,

એ ગૌરવવંતા ઇતિહાસના વાહક છીએ અમે.

આદિ અનાદિથી ઉપાસક આદ્યશક્તિના રહ્યા,

માં બહુચર અને અંબાના સાધક છીએ અમે.

ચૂડી,ચાંદલોને ભુંગળ ઓળખ અમારી નોખી,

દુનિયાને દર્પણ ધરનારા વ્યાપક છીએ અમે.

ભક્તિ અને જ્ઞાન પચાવી જાણ્યું છે એટલે,

સંસ્કૃતિ નિર્માણના સાચાં પ્રચારક છીએ અમે.

ભાવ ભોજકનો છે વેદ વિદ્વતા વ્યાસની છે,

તેથી દરેક ચરિત્ર તણા પ્રભાવક છીએ અમે.

અક્ષર કહે ઔદિચ્ય ગોત્રને છઠ્ઠા પદના ધણી,

અસાઈત ઠાકરના વંશજ નાયક છીએ અમે.


            - દિનેશ નાયક "અક્ષર"

                   સરડોઈ


બુધવાર, 2 જૂન, 2021

દેશ બદલ્યા, વેશ બદલ્યા, બદલી અમ તણી જાત,

 આપણો ભાતીગળ લોક વારસો લોક ભવાઇ નો  સુવર્ણ ઇતિહાસ,,,,,,,,,

રાજેશભાઇ કુકરવાડિયા ની કલમે,,,, 

ટાઇટલ,,,,, 

દેશ બદલ્યા, વેશ બદલ્યા, બદલી અમ તણી જાત,

રક્ષતા શિયળ પાટીદાર દિકરી નુ, અમ રક્ષા કરે ઉમિયા માત,,,,,, 

               ,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  

ભવાઇ તણી  ભક્તિ ની, શરૂઆત ગાવણા થી થાય,

ત્યારે ચારે દિશા ના દેવી દેવતાઓ ઓ ને વાયક અપાય


ભુંગળ કેરા નાદ અને સાખી શબ્દો નુ ઉચ્ચારણ થાય

સર્વ સ્નેહીજનો ને આ રીતે અમ કેરી જાણકારી અપાય,


સમી સાંજે વાજા સાથે અમારી માતાજી ની વંદના થાય,

પખવાઝ, ઢોલક ના તાલ સાથે ભુંગળ ના નાદ થાય,


ઘૂઘરા બાંધી ઓઢણી ઓઢી માઁ બહુચર ને યાદ કરાય,

રાત્રી ના ચાર પહોર ત્યાર થી અમારું પુરુષ તત્વ હણાય 


ગણેશ જી ના વેષ થી ભવાઇ કાર્યક્રમ ના શ્રી ગણેશ થાય,

રાત્રી ના ચાર પહોર સુધી લોક ભવાઇ નિર્વિઘ્ને  ભજવાય,


બાદશાહ જેવો બાદશાહ સાચી સમજણ આપે સૌને શાન માં,

કરે ડાગલા નો અભિનય સુજ્ઞ સભા સમક્ષ  પાત્ર ના માન માં,


સૂત્રધાર આપે વ્યાખ્યા ભવાઇ ની સંગીત તણા તાલ માં,

સ્તુતિ,વંદના ભાવ થી નાટક ભજવાય સ્નેહીજનો ના વ્હાલ માં


મહિયારી બની વેચે મહી નારી ,બિચારી પતી હિત કાજ,

સંદેશ આપે સમાજ ને, રાખે નિજ પરિવાર ની લાજ,


જન જાગૃતિ ના વેષ થકી, સમાજ માં લાવ્યા જાગૃતિ અપાર,

સત્ય ઘટનાઓ ઉજાગર કરી, મેળવ્યા માન અપાર,


અભણ અને અસ્પૃશ્યતા નો હતો એ સમય નો યુગ,

બતાવી અમે વાસ્તવિકતા અને દૂર કરી ખોટી સમજ ની સૂગ


એ સમય નુ દર્પણ જે બતાવતું સમાજ ને પ્રત્યક્ષ ચિત્ર,

સાચી વાતો સચોટ બતાવીઆપ્યા તારણ ના સ્પષ્ટ ચિત્ર


ત્રણસો ને સાઈઠ વેષ દાદા અસાઇત ની કલમે લખાય,

રામદેવપીર નો વેષ ભવાઇ માં સૌથી જુનો વેષ ગણાય,



કજોડાં ના વેષ થકી, દૂર કર્યાં જગત ના જુઠા રીતી રિવાજ 

પૃથ્વીરાજ ના નાટક થી કુસુંપ દૂર થયા ના છે પુરાવા આજ,


વણઝારા ના વેષ અને ઝંડા પુરબીયા ખુબ ગયા ભજવાય,

સંસ્કૃતિ આ સૌથી જુની, સદીઓ થી રહી છે પીરસાય,


ઘર ઘૂંઘટ ને ઘરચોળું બતાવી પરિવાર હિત ની વાત,

સ્ત્રી ના ત્રાસ થી સ્ત્રી ની થતી  અધોગતિ ની કરી વાત,


રાણો અને કુંવર નાટક માં બતાવ્યો પ્રેમ નો અમર ઇતિહાસ,

સાચો પ્રેમ બતાવે એમાં નહિ વિસય વાસના ની વાત,


હરિચંદ્ર તારામતી બતાવી ગયા જગત માં સત્ય ની ટેક,

મોહન દાસ ગાંધી વિસ્મય પામ્યા લીધી સત્યતા ની ટેક,


સંગીત સાથે નૃત્ય એમાં કલા અનેક પ્રકાર ની પીરસાય,

સુર તાલ અને લય ના સંયમ સાથે તાલબદ્ધ માણી શકાય,


કાચ નો શીશો શિર પર ધરે, જે ચારે દિશા માં ઉતારાય,

તલવાર ધાર થી આંજણ આંજી આંખ માં જોખમ લેવાય,


છત્તર મોતિ ના નુખસા એ મુખ થકી ચડ ઉત્તર થાય,

સાડી માંથી પક્ષી બને જમીન માં મોર ના ચિત્ર દોરાય,


આવી અનેક કલા છે જેના તાલ જરા પણ ન ચૂકાય,

સંગીત અને ગાયન સાથે નૃત્ય માં તાલ બહાર ન જવાય 


મધ્ય રાત્રી ના સમય માં ભજવીએ માતાજી નો વેષ,

રક્ષા કરે માઁ ભગવતી રહે અમ સંગાથ માવડી દેશ પરદેશ,


ચા પાણી ના ઇન્ટર માં અમે ખુબ ભજવતા મદારી નો વેષ,

માંગો એ વસ્તુ કાઢી બતાવે,એનો  હતો ખાસ પહેરવેશ,


સખી આવે લટકા કરતી, ગોળ ગોળ ઘૂમે માટલુ સંગીત સંગાથ,

નિત નવા ગીત સંગીત પીરસે અને કરે રમૂજ ભરી ખુબ વાત,


રામ રાજ્ય ના નાટક માં મર્યાદા અને ખટપટીયા ની થાય વાત,

સુખ દુઃખ સહનશીલતા ઉદાહરણ  આપવા કરી રામ સીતા ની વાત


દિકરી ઓ વેચાણ થતાં, કુડા હતા એ રીતી રિવાજ,

ભવાઇ થકી દિશા બદલી, જેના અનેક પ્રમાણ છે આજ,


સુરતા વીરતા કરુણતા સાથે સંગીત ના તાલ સચવાય,

આવી કલા બીજે જોવા ન મલે જે ભવાઇ માં ભજવાય


કાનગોપી ના વેષ ભજવી સવારે પ્રભાતિયા પણ ગવાય, 

વળી રામદે ના વેશ  માં અઢારેય  વરણ ની વાત થાય,


રામ રાવણ વેષ ઉગતા દિવસ માં ભજવાય,

જેમાં મલ્લ તણા યુદ્ધ ખુબ રોમાંચક રીતે થાય,


હાલરડાં ગાવા નાયકો યજમાન ને આંગણીયે જાય,

ઉમિયા બહુચર આપે આશિષ યજમાન રાજી થાય,


મંદિર દેવળ હોય ગામ માં ત્યાં માઁ નો મજરો કરવા જાય,

માતાજી ની વંદના થકી નાયકો ને  રૂડા  આશિષ મળી જાય,


ઘૂઘરો છોડી માઁ ના પારે, અમારું પુરુષ તત્વ પાછું મગાય,

આમ ભવાઇ કેરી જાતર માં રોજ ભગવતી ની કૃપા થાય,


" રાજ " દેશ બદલ્યા,વેષ બદલ્યા, બદલાવી અમ જાત,

બચાવી દિકરી પાટીદાર ની, અમ તણી રક્ષા કરે ઉમિયા માત 


રચના,,,,, 

રાજેશભાઇ એસ કુકરવાડિયા,

( વ્યાસ ) ધ્રુવનગર,,, મોરબી

મંગળવાર, 1 જૂન, 2021

ભવાઇ કલયુગ માં પણ થઇ રહી છે સવાઇ

 આઈ ઉતર્યા અવની પર, આપ્યા  અણમોલ વરદાન,

જાતર થકી તરજો , તમે સૌ  અસાઇત તણા બાળ,


ચૂડી, ચાંદલો,અને આ ચૂંદડી પહેરજો ચાચર ચોક,

આ ભુંગળ કેરો નાદ સુણી ઉમટશે  જગત ના લોક 


વેદ શાસ્ત્ર અને વાણી,  અમ વ્યવસાય તણો આધાર,

માઁ ભગવતી ભક્તિ થકી, અમે ઝીલી એ બધા પડકાર,


મુખે વસે માઁ સરસ્વતી, અમે તો વાણી થકી ઓળખાય,

ઉમિયા બહુચર ના આશિષ થકી  અમ શક્તિ પરખાય,


દુષણો ડામવા દુનિયા માં દાદા અસાઇતે  કર્યો નીર્ધાર ,

મીટાવ્યા કુ રિવાજો સમાજ માં કર્યાં સુધારણા અપાર,


સંગીત, શાસ્ત્ર,સાહિત્ય અને કલા ના કામણગાર,

વિધ વિધ ભજવી વેષ કર્યા લોકો ને માહિત ગાર


" રાજ' આધુનિક યુગ માં આશિષ ના મળી રહ્યા છે પ્રમાણ 

ભવ ની વહી ભવાઇ કલયુગ માં પણ થઇ રહી છે સવાઇ


રચના,,,,,,, 

રાજેશભાઇ એસ કુકરવાડિયા,

( વ્યાસ ) ધ્રુવનગર,, મોરબી

સોમવાર, 31 મે, 2021

અખંડ વારસો લોક ભવાઇ



લુપ્ત થયા ઘણા વારસા અને વ્યવસાય,સમય તણા પ્રવાહ માં,

આજે ભવાઇ થઇ રહી સવાઇ,  આ છે પુરાવા ભગવતી ના પ્રમાણ ના


નથી માત્ર લોક વારસો,છે આશિષ ઉમિયા માત ના,

શિયાળ બચાવવા દિકરી નુ,વટલાય ગયા જાત માં ,


વરદાન સાથે વ્યવસાય, માત્ર એક ભવાઇ તણા સાથ માં,

જન જાગૃતિ અને સત્યતા પીરસી,અમે ભવાઇ ની સંગાથ માં,


છે ઉજળા ઇતિહાસ નો ગર્વ  અમને,આજ પણ નિજ જાત માં 

"રાજ " વડવા ઓ કંઇક ખપી ગયા,સમાજ સુધારણા કાજ માં


રચના,,,, 

રાજેશભાઇ એસ કુકરવાડિયા,

( વ્યાસ ) ધ્રુવનગર,, મોરબી

બુધવાર, 31 માર્ચ, 2021

ભવાઈમાં ભૂંગળ વિશે માહિતી

ભવાઈમાં પ્રાચીન સંગીત સાધન ભૂંગળ વિશે જાણીએ

About Bhavai Bhungal...

લોક ભવાઇનું મુખ્ય  વાજિંત્ર ભૂંગળ એ ભવાઇના પ્રણેતા શ્રી અસાઇત શ્રીધર ઠાકરને  માઁ ઉમિયાજી પ્રસન્ન થઇ સાક્ષાત હાથોહાથ આપેલ અણમોલ ભેટ છે.

ભવાઇમાં મુખ્યત્વે ભૂંગળ, પખવાઝ', ઝાંઝ,  મહત્વ ગણાતા સમય પરિવર્તન આવતા ધીમેં ધીમેં.તબલા,ઢોલક, નોબત,મંજીરા, ડબ્બો,થાળી અને સારંગી વગેરે વાજીંત્રો વપરાતા ગયા છે.તેમાં ખાસ કરીને ભવાઈમાં ભૂંગળ વિશે માહિતે જાણીએ.

ભવાઈમાં કેટલીક વિશિષ્ટ રચનારીતિ છે.ખાસ કરીને ભવાઈની શરૂઆતમાં ભૂંગળ વગાડીને કરવામાં આવતી.

ભૂંગળ, ત્રણ ભાગોમાં બાંધવામાં આવેલ છ ફુટ લાંબી તાંબાનું શિંગું એ મુખ્ય સાધન છે.  શ્વાસ અને પીચ નિયંત્રણની વિવિધ ડિગ્રીની આવશ્યકતા, તે નૃત્ય માટે ગીતો અને તાલને આપે છે.  ભુંગળ ફક્ત ભવાઈ થિયેટરમાં જ વપરાય છે. 

 ભૂંગળ જોડીમાં ભજવવામાં આવે છે જેમાં ઉચ્ચ ભૂરાવાળા ભુંગલ સ્ત્રી પાત્રોનું પ્રતિનિધિત્વ કરે છે અને નીચલા ભાગમાં ભુંગલ પુરુષ પાત્રોનું પ્રતીક છે.  આ જોડી સંવાદિતા, કાઉન્ટરપોઇન્ટ અને પાત્રોની જાતિ સૂચવે છે.

ભૂંગળની રચના  આપેલ ચિત્ર દ્વારા સમજી શકાય.,👉👉👉👉


1)ભૂંગળ 6 ફૂટની લંબાઇ હોય છે.

(2) ભૂંગળ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે.     

  1.  કમળ (જ્યાં અવાજ સંભળાય)  
  2. ઘૂઘરો અથવા ગજ(મધ્યમ ભાગ)  
  3.  ચમ અથવા બાગ ( જ્યાં થી અવાજનો હોઠેથી નાદ કરવાનો થાય)                


(3)  ભૂંગળમાં મુખ્ય પાંચ પ્રકારના રાગ-તાલ આધારીત અવાજ નિકળે છે.

  1. પતંગ ( જે સ્થિરતા સાથેનો અવાજ )
  2. ફરેરો ( તેજ એટલે કે ધોધ સાથે અવાજ)
  3. માન (તાલ-રાગ સાથેનો અવાજ)
  4. છેક ( ચારેય બાજુ ફરતો અવાજ)
  5. સ્વર ( તાલ સાથેનો મિલાપનો અવાજ)  

(4) ભૂંગળ ક્યારે ક્યારે વગાડી શકાય.
  1.  જે-તે ગામે નાટક મંડળી પહોંચે ત્યારે
  2. કોઈના લગ્ન પ્રસંગમાં
  3. માતાજીના મંદિરે  
  4.  મજરો કરતી વખતે
  5. ચાંચર ચોકમાં ભવાઈ ભજવાતી હોય ત્યારે
  6. રાસ-ગરબા રમતી વખતે
  7. રાજવી એટલે રાજદરબારમાં સન્માન આપવા
  8. દિકરાના હાલરડામાં
  9. ગાવણું કરતી વખતે
  10. હવન કર્યો સિદ્ધ કરવા સમયે
  11. દરેક પ્રકારના શુભ કાર્યોમાં 

(5) ભવાઈની ભજવણી ભૂંગળના માધ્યમથી..
  •  બહુચર માતને ઉમિયા માતાને યાદ કરી મજરો કરે છે જે માં ભૂંગળ  વગાડ્યા બાદ અને  ચાચર ચોક સુધી ભૂંગળ -તથા  પખવાઝ, ઝાંઝ વગાડતા વગાડતા ચાંચર ચોકમાં પહોંચે  છે .     
  •     પ્રથમ શરૂઆતમાં ગીત -વાદ્ય -વાદનમાં ભૂંગળના અવાજ થી પ્રેક્ષકોને શાંત કરે છે.
  •  ત્યારબાદ ગણપતિ આવતા પહેલા સ્તુતિ બોલે છે જેમાં ભૂંગળનો અવાજ વગાડાય છે.
  • પછી નાટકની જાહેરાત થાય છે અને એક બુલંદ અવાજ સાથે ભૂંગળનો અવાજ આવે છે જેથી કલાકારોને અને પ્રેક્ષકોને એક નવું જોમ પૂરું પાડે છે.
  • ભવાઈ ગીત ક્યારે શરૂ કરવું અને ક્યારે અટકવું ક્યારે પૂરું કરવું તે ભૂંગળ દ્વારા જ સૂચન કરવામાં આવે છે.
  • પાત્ર અનુસાર પ્રવેશ અનુસાર જ્યારે કલાકારો વસ્ત્રો બદલવા ગયેલા હોય તે કલાકારોને ભૂંગળ વગાડીને રંગભૂમિ પર હાજર રહેવાનું સૂચન કરે છે.
  • તબલા વગાડનાર એટલે કે તબલચીને ક્યારેક મંદ તો ક્યારે જોરથી અને  ખુલ્લા બાયથી વગાડીને વેશ ભજવનાર ને ઉત્તેજન અને રસથી મધુરતા આપવા માટે ભૂંગળ વગાડવામાં આવે છે.
  •  રસથી ભરેલા નાટકો જેમાં રાજાઓનું સન્માન માટે ભૂંગળના દ્વારા રાજાનું આગમન  કરવામાં આવે છે.
  • અમુક નાટકો અનુસાર માતાજીના વેશમાં ભૂંગળનો અવાજ કરવામાં આવે છે.
  • જે તે ગામમાં પ્રથમ દિવસે ડાયરો થયા બાદ જ્યારે બીજો દિવસ એટલે કે પંચની રમત જે ભવાઇ કલાકારોના લાભાર્થે જે તે ગામના લોકો આપે છે તો ગામના સન્માન હેઠળ એક જય ઘોષના નાદથી ભૂંગળ વગાડવામાં આવે છે અને બીજી રમત ની જાહેરાત કરવામાં આવે છે.
  • રાતના સમયે જ્યારે પ્રથમ નાટક પૂરું થાય અને બીજી નાટકની શરૃઆત થાય તે વચ્ચેના ગાળામાં એટલે કે ઇન્ટર પડે ત્યારે ભૂંગળના નાદથી પ્રેક્ષકોને બીજું નાટક જોવા માટે ભૂંગળનો અવાજ કરવામાં આવે છે.
  • નાટક પૂરું થયા બાદ નર અને માદા આ બંને ભુંગળ સાથે રાખીને ચારે દિશા તરફ ભૂંગળ વગાડીને ભવાઈ પ્રોગ્રામ પૂરો કરવાનો નાદ કરે છે.

(6)ભૂંગળની બનાવટ કેવી હોય છે.જુઓ આ નીચે આપેલ વિડિઓમાં...
        




      


 Integration-9979522097

Tushar Pranjivanbhai Paija

Morbi-Gujarat 

Music artis.... Dramma artis...


   Co-Supporter

Manharlal K.Paija-khakhrala




ગુરુવાર, 18 માર્ચ, 2021

ભવાઈ ગીત

 ભવાઈ થી ભવ તરીયા , મળીયા માન સન્માન,

વિદેશ માં પણ વિચર્યાં , ગાયા ભવાઇ કેરા ગાન,


ભવાઇ રૂપી ભક્તિ કરી , મેળવ્યા ખુબ આશિષ ,

ભગવતી સદાય ભેળી રહી, રોજ નમાવી એ શીશ,


ભવાઇ મિશાલ જન જાગૃતિ ની, જે પ્રગટ ચાચર ચોક

કુ રિવાજો ના અંધકાર મીટાવ્યા પ્રકાશી અનોખું તેજ


ભવાઇ આપે ભવ નો ચિતાર, પીરસે સત્ય વાત,

સત્ય, ધર્મ, ન્યાય, નિતિ,  સંગ વિચરે સૌ સંગાથ,


ભવાઇ નિહાળવા સૌ પરિજન, બેસે કુટુંબ કબીલા સાથ,

વાત ન કરે વિકૃતિ ની , કરે સંસ્કાર સંસ્કૃતિ ની જે વાત,


અસાઈત મુખ થી ઓચરે , ભવાઇ   માઁ ઉમિયા નું વરદાન,

રાખી છે એવી જ રાખશે લાજ 'રાજ ', છે માઁ ભગવતી સંગાથ 


રાજેશભાઇ એસ કુકરવાડિયા,

( વ્યાસ  ) ધ્રુવનગર,, મોરબી

 દુહો,,,,,,,,,,,,,, 

ભવ તારિણી માઁ ભગવતી, તમે રહેજો સદાય સાથ,

ઓઢણી ઓઢી માઁ આપની, હે માડી ઉતારશો ભવ પાર,


,,,,,,,,,,,ભવાઇ  રાસ,,,,,,,,,,

રાગ,,, ગરબો ગવરાવું ખોડલ આઇ નો રે લોલ,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


હૈ માડી ભવાઇ ભજવાય છે , દરેક ગામ માં રે લોલ,,,,,

ભજવાય છે કાંઇ ચાચર કેરા ચોક જો,,ભવાઇ ભજવાય છે દરેક ,,,,, 


હેમાળા પટેલ ઊંઝા ગામ ના રે લોલ

એની આબરૂ અખંડ જળવાય જો

ભવાઇ ભજવાય છે દરેક ,,,,,,


ગંગા દિકરી ની પત રાખવા રે લોલ,,,, 

વટલાયો અસાઇત તાત જો,,,, 

ભવાઇ ભજવાય છે દરેક ગામ,,,,


ઉમિયાજી માત ને અરજ કીધી રે લોલ,,, 

એને અનમોલ આપ્યું વરદાન જો,

ભવાઇ ભજવાય છે દરેક,,,, 


ચૂડી, ચાંદલો ને ભૂંગળ આપીયા રે લોલ,,, 

ચૂંદડી આપી છે હાથોહાથ જો,

ભવાઇ ભજવાય છે દરેક,,, 


અસાઈત વાણી રાજેશ ઓચરે રે લોલ,

ઉમિયા બહુચરે આશિષ આપીયા રે લોલ,

થાશે ભવાઇ કળયુગ માં સવાઇ  જો,

ભવાઇ ભજવાય છે દરેક,,,,,, 


રચીયતા,,,,, 

રાજેશભાઇ એસ કુકરવાડિયા,

( વ્યાસ ) ધ્રુવનગર,,,, મોરબી

રવિવાર, 14 ફેબ્રુઆરી, 2021

જ્ઞાન ની વહેતી ગંગા લોક ભવાઇ

 જ્ઞાન ની વહેતી ગંગા લોક ભવાઇ


ભવાઇ માં હોય છે ભક્તિ, એજ  અમારી  શક્તિ,

ભવાઇ વહેતી જ્ઞાન ની ધારા,વહે  નિરંતર અમૃત રસધારા,

ભવાઇ જનજાગૃતિ ની મિશાલ, પ્રકાશ આપે બે મિસાલ,

ભવાઇ ના  સુર શબ્દો માં હોય છે સાર,હોય સંગીત ના અલગ તાલ,

ભવાઇ માં નેકી ટેકી ને સત્ય જેમાં બોલાય નહીં અસત્ય

ભવાઇ પીરસે અનેક અનેક રસ જેમાં હાસ્ય,કરુણ ને વીરરસ

ભવાઇ જાગતી દિવ્ય જ્યોત,રહે અખંડ એ જ્યોત,

ભવાઇ માં હોય છે ભાવ, તેથી રહ્યો ખુબ પ્રભાવ,

ભવાઇ માં ઉજાગરા હોય બહુ, છતાં રાજી રહે સહુ,

ભવાઇ માં ભૂંગળ કેરા નાદ જેમાં માઁ ભગવતી નો સાદ,

ભવાઇ ના રાજેશ ગુણલા ગાય, સદાય ભવાઇ રહે સવાય,


રચના,,,, 

રાજેશભાઇ એસ કુકરવાડિયા. 

ધ્રુવનગર,, મોરબી

બુધવાર, 10 ફેબ્રુઆરી, 2021

કલા ના કલાધરો ને વંદન

 કલા ના કલાધરો ને વંદન,,,,,,,,,,, 

         



કલા  ના રંગમંચ માં, કંઇક આવી ને કંઇક ગયા,

કોઇક પુણ્યશાળી આત્મા, જીવન પણ તરી ગયા,


કોઇક ખેલ માની ખેલી ગયા, તો કોઇ પાત્ર મહાન ભજવી ગયા,

કોઇએ મન થી માન્યાં મહાન, તો કોઇક અમર પણ થઇ ગયા,


હસાવ્યા ઘણા ને રડાવ્યા પણ ઘણા,અને લડાઇ ખુબ લડી ગયા,

વળી વિધ વિધ ભજવી વેષ, અને  ખેડા અનેક  ખપી ગયા,


સત્ય અને અસત્ય ની વાત,એ તો જાહેર ચોક માં પીરસી ગયા,

અંતે કલા ના એ વારસદારો, કલા ને સમર્પિત થઇ ગયા


રચના,,,,,, 

રાજેશભાઇ એસ કુકરવાડિયા 

ધ્રુવનગર, મોરબી




ભવાઇ એક ભક્તિ,,,,,,

 

ભવાઇ છે એક ભક્તિ,જેની ઉમિયા બહુચર શાખ,

વિપતે આવે દોડતી માઁ,અને રહેતી  સદાય સાથ,

 

સિંહ અસવારી શોભતી,એને આવતા લાગે વાર,

અજાણ્યા ઉતારા અમ તણા માઁ રક્ષણ કરતી હરવાર,

 

 

બહાર વાસનો વ્યવસાય અમારો,  તારા ઉપરાણા થી જ઼ થાય,

એક તારા વિશ્વાસે ફરતા અમે તેથી જ઼ મુસીબત થાય

 

તેલ ના દીવે તેજ પ્રકાશતી અને આપતી અમને ઉજાસ,

રાતદીન એક કરી ને અમે જગત ને આપ્યો વિશ્વાસ,

 

કુરિવાજો દૂર કરાવ્યા માડી, તારો જ઼ છે પ્રતાપ,

કાળા માથા ના માનવી અમે માડી અમારી શું વિસાત ?

 

ભવાઇ કેરી ભક્તિ અમારી અને તું જ઼ અમારી શક્તિ,

કરે ભાલા ના ઘા તો તું સોય ની અણી ઝીલતી

 

અનેક દાખલા છે તારી હાજરી ના છે ભવાઇ માં પ્રમાણ,

ભાવે ભાવે ભજીએ માડી તોય  તું જ઼ પુરતી પ્રાણ

 

બાળક અમારા નોધારા રઝળે માડી તું જ઼ એનો આધાર,

દેશ વિદેશ રઝળતા અમે કરી   નહીં ઘર ની અમે પરવાર

 

 

 

 

 

 

 

 

ભગવતીએ રાખી કાયમ લાજ,,,

 

ઔદીચ્ય બ્રહ્મકુળ દીપાવીયુ,

ગાયાં વેદ શાસ્ત્ર ના ગાન,

સંગીત અને સુર થકી જગતમાં

વધારી સંસ્કૃતિ કેરી શાન

ઈજ્જત બચાવી દીકરી તણી,

ત્યારે વટલાવી અમે જાત,

નાયક, ભોજક અને વ્યાસ પાસે

હતી ત્યારેય સત્ય ની વાત,

 

ભક્તિ કરી માઁ ભગવતી ની,

આપ્યા અમર વરદાન,

જાતર આપી એમને તારીયા

વળી વધ્યા જગમાં માન,

તેલ ના દીવે માં રક્ષણ કરે

રાખે ચાચર ની લાજ,

ભીડ પડે ભેગી રહે સદાય

મારી કુકડા વાળી માત,

 

સમાજ સુધારક જગે જાણ્યા,

કરતા કાયમ સાચી વાત,

નિરક્ષર થયા સાક્ષર સાબિત,

લોકો દિલ થી આપતા સાથ

સાશનો અનેક બદલતા રહ્યા,

જેમાં ભવાઇ રહી નેક,

દરેક યુગ નું માન્ય મનોરંજન

સ્વીકારતા સમાજ હરેક

 

આધુનિક યુગ માં ઉજાસ વધ્યો,

ભવાઇ ના પણ વધ્યા તેજ,

મનોરંજન જુના ઘણા લુપ્ત થયા

પણ ભવાઇ નું એક જ઼ તેજ

રાખી છે એમજ રાખજે માઁ

તારા બાલુડા કેરી લાજ,

ભવાઇ તેજ કાયમ અખંડ રહે

એવુ રાજેશ વિનવે આજ

 

 

 

 

 

 

 

 

રાગ,,,,,,,, ઉમિયાજી ને તાત અસાઈત સમરે

 

બહુચરાજી ને તાત અસાઈત સમરે ,

પુરુષ નું તત્વ માડી તમારા શરણે,

 

ભવાઈ નું વરદાન માઁ ઉમિયા આપીયું,

મનડું મારુ ત્યારે મૂંજાવા લાગીયુ,

બાળક ની રક્ષા કરવા ને કાજે,,,,,,,

બહુચરાજી ને તાત અસાઈત સમરે ,

પુરુષ નું તત્વ માડી તમારે શરણે, 

 

ચૂડી ચાંદલો ને ઝાંઝરી નો ઝણકાર

દિલ માં થાયે માઁ જુદો કાંઈ  રણકાર,

વંશવેલો અમર રાખવા અમારો,

બહુચરાજી ને તાત અસાઈત સમરે,

પુરુષ તત્વ માડી તમારે શરણે,

 

વરદાન આપીયું બહુચરાજી માં

ચૂંદડી ઓઢી ને વધાવજો બાળ ને,

અમર વંશ વેલો રાખું તમારો, 

બહુચરાજી ને તાત અસાઈત સમરે,

પુરુષ નું તત્વ માડી તમારે શરણે, 

 

રાજેશ ગુણલા ગાયે ભવાઈ ના,

આશિષ ઉમિયા બહુચરાજી  માત ના,

ચાચર ના ચોક માં રમવા માઁ આવતા,

બહુચરાજી ને તાત  અસાઈત સમરે, 

પુરુષ નું તત્વ માડી તમારે શરણે,

 

 

 

 

 

 

જય માતાજી,, જય અસાઈત,,

 

સદીઓ થી ઝળહળતી દિવ્ય જ્યોત એટલે લોક ભવાઇ,,,,,,,,

 

 

          લોક ભવાઇ અસાઈત દાદા  દ્વારા પ્રગટાવેલ એક એવી અખંડ દિવ્ય જ્યોત છે કે ચૌદમી સદી થી આજ એકવીસમી સદી સુધી સતત એકધારી ભવાઇ કલા, કલાકારો અને દરેક સમાજ ને પ્રકાશ અને ઉર્જા પુરનારી સંસ્કૃતિ અને કલા માહીની માત્ર એક કલા હોય તો તે છે  લોક ભવાઇ

     ચૌદમી સદી થી આજ સુધી માં કંઈક શાસનો ફેરફારો થયા , કઈક સતાઓ બદલાણી હશે, મોગલો નું શાસન, અંગ્રજો નું શાસન, રજવાડાઓ નું શાસન,  લોકશાહી માં પણ અનેક સતાઓ નો બદલાવ આવ્યો હશે

           પરંતુ લોક ભવાઇ ને દરેક શાસન માં પ્રોત્સાહન મળ્યું છે હાલ માં લોકો માં માન સન્માન

સાથે ભવાઇ નું ખુબ જ઼ મહત્વ છે

     લોક ભવાઇ એક એવી હરતી ફરતી યુનિવર્સીટી અને ઝળહળતી દિવ્ય જ્યોત છે કે જેના થકી અનેક પરિવારો ના જીવન માં નવો પ્રકાશ, નવી ઉર્જા અને નવું જીવન મળ્યું છે

                                  ભવાઇ થકી  દીકરી ના વેચાણ જેવા  કુરિવાજો ઉપર પ્રકાશ પાડવા માં આવ્યો પરિણામ સ્વરૂપે દીકરી ના વેચાણ બંધ થયા

અંદરોઅંદર ના કુસુંપો પણ ભવાઇ દ્વારા દૂર કરી ઘણા પરિવાર માં નવા પ્રાણ પુરવા માં પણ ભવાઇ નું યોગદાન રહ્યું છે

અજ્ઞાન અને અંધકાર રૂપી કુ રિવાજો સામે ભવાઇ ની દિવ્ય જ્યોત પ્રગટાવી લોકો ના જીવન માં ઉજાસ પાથરવા નું અણમોલ કાર્ય ભવાઇ દ્વારા થયું છે 

     ભવાઇ ની દિવ્ય જ્યોત સદાય ઝળહળતી રહે તેવી માતાજી ને પ્રાર્થના,,,,

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ભવાઈગીત,,,,, હાલરડું

 

મારે આંગણીયે અસાઈત બાળ રમે,

અસાઈત બાળ રમે, ઉમિયા માઁ ને ગમે,,,,

અસાઈત બાળ રમે, ભૂંગળ નાદ કરે,

મારે આંગણીયે અસાઈત બાળ,,

 

ચૂડી ને ચાંદલિયો, માઁ ને ચૂંદડી ચડે,

માઁ ને ચૂંદડી ચડે, ઘૂઘરા બહુ રે ઘૂમે,

મારે આંગણીયે અસાઈત બાળ,,,

 

ઉમિયા બહુચર નું, નાયકો ઓઢણું ઓઢે,

નાયકો ઓઢણું ઓઢે, માઁ ની જાતર કરે,

મારે આંગણીયે અસાઈત બાળ,,

 

ભક્તો પ્રસાદ ધરે, બ્રાહ્મણો ભોજન કરે,

બ્રાહ્મણો ભોજન કરે, અંતર આશિષ ભણે,

મારે આંગણીયે અસાઈત બાળ,,,

 

યજમાન આંગણીયે, રાજેશ લાડ કરે

રાજેશ લાડ કરે, માઁ ને ચરણે નમે,

મારે આંગણીયે અસાઈત બાળ,

 

 

 

 

 

 

 

 

 

આવો જાણીએ ભવાઇ વિશે અવનવી રસપ્રદ વાતો,

ભવાઇ એક એવી ભાતીગળ લોક કલા છે જેની ઉત્પતી ચૌદમી સદીમાં થયેલ અને તમામ સૈકા માં લોકોએ સ્વીકારી અને હાલ એકવીસમી સદીમાં પણ ભવાઇ સવાઈ સાબિત થઇ છે

ભવાઇ નું સંગીત લોકોને તમામ પ્રકાર ના સંગીત થી અલગ પ્રકાર નું અને શ્રેષ્ઠ લાગે છે,

ભવાઇ કલા લોકો ના માનસ ઉપર સીધી અસર કરે છે જેના અનેક દાખલા આપણ ને ભવાઇ ના  ઇતિહાસ માં જોવા અને જાણવા મળે છે

માણસ ના માનસ પટ ઉપર સીધી અસર કરતા, અંદરોઅંદર ના કુસુંપો, દીકરી ના વેચાણ, વ્યસન, તેમજ ઘણા પ્રકાર ના કુ રિવાજો ભવાઇ ના માધ્યમ થી દૂર થયા ના અનેક દાખલા છે

ભવાઇ સમાજ સુધારણા  અને જન જાગૃતિ માં ખુબ મોટુ યોગદાન આપ્યું છે અસાઈત ઠાકર ને સમય ના આદ્ય શિક્ષણકાર તરીકે ઓળખવા માં આવે છે

ભવાઇ માતાજી ની ભક્તિ હોવાથી લોકો ના અનેક પ્રકાર ના દુઃખ દર્દ દૂર કરવાના પણ અસંખ્ય દાખલા ભવાઇ માં છે

દીકરી ની આબરૂ અને ઈજ્જત બચાવવા માટે ના અનેક બલિદાન ના દાખલા પણ છે પરંતુ એક દીકરી ની આબરૂ ખાતર જો કોઇ એક આખા સમાજ નું બલિદાન હોય તો માત્ર નાયક ભોજક વ્યાસ જ્ઞાતિ  ( અસાઈત વંશજો ) નું છે

ભવાઇ ની ઉજળી કલા પીરસતા પીરસતા પોતાના યજમાન ના હિત ખાતર પાળિયા થઇ ગયા ના ઇતિહાસ પણ મોજુદ છે

ભવાઇ કલાકારો નો ચાહક વર્ગ ત્યાં સુધી નો છે કે છેલ્લી અવસ્થા માં છેલ્લા શ્વાસ છોડતા પહેલા ભવાઇ જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે જે આજ સુધીના ઇતિહાસ માં બીજી કોઇ કલા માં લગભગ શક્ય નથી

 

આવી અનેક રસપ્રદ ઘટનાઓ થી ભરપૂર છે લોક ભવાઇ

વધુ આવતા અંક માં,,,,,

 

 

 

 

 

ભવાઈ નું ગૌરવ ભૂલીએ,

 

નાયક, ભોજક, વ્યાસ જ્ઞાતિ ને રાજેશભાઇ કુકરવાડિયા ની વિનમ્ર અરજ

ભવાઈ ગૌરવ વિસરીએ,

 

મ્હેર છે માતાજી ની, ભલે સુખ સંપત્તિ માં આળોટીએ, બદલાય રહ્યો છે સમય, ભલે સમય સાથે તાલ મિલાવી  

પણ ભવાઈ ગૌરવ વિસરીએ

 

ઉચ્ચ એજ્યુકેશન મેળવો, ડિગ્રી મેળવો મોટી, પ્રગતિ ના પંથે ડગ ભરો, ભલે વ્યવસાય કરો મોટા

પણ ભવાઈ ગૌરવ વીસરીએ

 

જન્મ થયો જે જ્ઞાતિ માં એનું રુણ કેમ ભૂલીએ,

ભલે આવે અનેક પડકારો પણ

ભવાઈ ગૌરવ વીસરીએ,

 

ઔદીચ્ય બ્રહ્મકુળ, છઠું પદ સોહાવતાં, આબરૂ રાખી દીકરી તણી  ઉજળો છે ઇતિહાસ

ભવાઈ ગૌરવ વીસરીએ

 

ભગવતી જેમાં ભેળી રહે, એવો વ્યવસાય ક્યાં નિહાળીએ ? હજુ પણ ઉપરાણું છે ઈશ્વરી તણું

ભવાઈ ગૌરવ વીસરી

ભવાઈ એટલે શું ?

 

માતાજી  પ્રસન્ન જેમાં થાય

અમારી ભવાઈ

જે કલા એકમાત્ર વરદાય

અમારી ભવાઈ

દાદા અસાઈત ગુણલા ગાય

અમારી ભવાઈ

ભક્તિ ભગવતી ની થાય

અમારી ભવાઈ

જાતર માતાજી ની ગણાય

અમારી ભવાઈ

 

જેમાં જોનારા ની સવાઈ

અમારી ભવાઈ

જે માં કલા સર્વ સમાય

અમારી ભવાઈ

 

જે માં અભદ્ર બોલાય

અમારી ભવાઈ

 

સહ પરિવાર સાથે જે જોવાય

અમારી ભવાઈ

માધ્યમ જનજાગૃતિ નું ગણાય

અમારી ભવાઈ

 

સમાજ સુધારા માં વખણાય

અમારી ભવાઈ

 

ગુણ જેના વિશ્વ માં ગવાય

અમારી ભવાઈ

 

ઇતિહાસ ઉજળો કહેવાય

અમારી ભવાઈ

 

દર્શન સંસ્કૃતિ ના થાય

અમારી ભવાઈ

 

કોઈ થી તોલી તોલાય

અમારી ભવાઈ

 

રાજેશ ભવાઈ આજે છે સવાઈ

અમારી ભવાઈ

 

 

 

 

મને ગૌરવ છે વાત નું, કે હું અસાઈત કુળ નો વંશજ છુ,

 

ઔદીચ્ય બ્રાહ્મકુળનો,વેદ શાસ્ત્ર નો જ્ઞાની છું,

કર્મ કાંડ જાણનારો,હું છઠા પદ નો બ્રાહ્મણ છુ,

       મને ગૌરવ છે વાત નું કે હું,અસાઈત કુળ નો વંશજ છુ,

વેદ શાસ્ત્ર નું જ્ઞાન ,સંગીત સાથે ગાનારો છુ,

સત્ય વાત સંસાર માં,હું પ્રેમ થી પિરસનારો છુ,

      મને ગર્વ છે વાત નો કે, હું અસાઈત કુળ વંશજ છુ

 

તેરમી સદી ના ત્રાસ ને  ખુબ   નજીક થી જાણનારો છુ

મોગલો ના વટ સામે, હું આસને બિરાજનારો  છુ,

        મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ નો વંશજ છુ,

આબરૂ રાખવાબેન દીકરી ની સામે પુરે ચાલનારો છુ ,

વટલાવી અમ જાત ને, હું  ઠાકર કુળ બ્રાહ્મણ છુ,

      મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ નો વંશજ છુ,

પત રાખી પાટીદાર ની,લાજ શિયળ ની રાખનારો છુ

છૂત અછૂત ના જમાના નો, હું નીડર એક સાવજ છુ,

       મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ નો વંશજ છુ,

વટલાયો હું ગર્વ ભેર, ઉંઝા માં વસનારો  છુ,

ત્રિધરા માંથી તેર ઘરા નો, હું નાયક, ભોજક, વ્યાસ છુ,

        મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ નો વંશજ છુ,

પૂજા પાઠ ભક્તિ થી, માઁ ઉમિયા ને પૂજનારો છુ,

હૃદય વસે માઁ ભગવતી, હું વચન થી  બંધાણો છુ,

       મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ નો વંશજ છુ,

કુળદેવી પાટીદાર ની, વરદાયિની ને ભજનારો છુ ,

ઉદ્ધારવા મુજ સંતાન ને,હું જાતર અપાવનારો છું

        મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ વંશજ છુ,

ભવાઈ આપી ભવ તરવા, ચૂડી ચાંદલો,ચૂંદડી સંગાથ છુ,

ભૂંગળ વગાડી ચાચર ચોક માં હું ભક્તિ થી ભજનારો છુ,

         મને ગર્વ છે વાત નું કે હું અસાઈત કુળ વંશજ છુ,

ત્રણસો સાઈઠ વેષ લખી,મતભેદો મિટાવનારો છું 

મતભેદો જગત ના હું, અનેક મિટાવનારો છુ,

         મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ નો વંશજ છુ,

ગામડા ના ગોંદરે થી, દેશ વિદેશ  માં ડંકો વગાડનારો છુ,

ભવાઈ થકી ભવ તરવા જગત ને હું જ્ઞાન પીરસનારો  છુ,

            મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ નો વંશજ છુ,

મનોરંજન ની દુનિયા માં, સંસ્કૃતિ ગજાવનારો છું,

ભવાઈ ને કરી સવાઈ ,હું કલા જગત માં રોજ વસનારો છુ

મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ નો વંશજ છુ,

 

કલા નો વારસો આજ પણ શ્રેષ્ઠ છે,એથી હું કલાકાર શ્રેષ્ઠ છુ

આવો સૌ મિલાવો હાથ,કહો હું  નાયક, ભોજક વ્યાસ છુ,

         મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ નો વંશજ છું

સત્ય બતાવવા સમાજ ને રાત દિવસ મથનારો છું

વિકાસ કરવા સમાજ નો,આખર હું અસાઈત વંશજ એક છુ

મને ગર્વ છે વાત નો કે હું અસાઈત કુળ નો વંશજ છુ,

 

 

 

 

 

 

સમસ્ત વ્યાસ નાયક ભોજક જ્ઞાતિ નું ગૌરવ,,,,,અસાઈત દાદા

 

આજના આધુનિક અને ટેક્નોલોજી ના યુગ માં પણ ભવાઈ સવાઈ કઇ રીતે છે રહ્યા નક્કર કારણો

 

        અસાઈત દાદા ની ભવાઈ કલા અને ભવાઈ કલાકારો સમાજ ને શું આપ્યુ ?

 

                      આજ થી આશરે સાડા સાતસો વરસ પહેલા જયારે જયારે મનોરંજન અને લોક જાગૃતિ ના કોઈ માધ્યમો હતા એવા સમય માં ભવાઈ દ્વારા ગામડે ગામડે મનોરંજન ની સાથે સાથે જાગૃતિ નો સંદેશ આપતા

               અંધશ્રદ્ધા, કુ રિવાજો, વ્યસનો, અંદરોઅંદર ના કુસુંપો અને અનેક પ્રકાર ના દુષણો દૂર કરવા માં ભવાઈ નો મહત્વ નો ફાળો રહ્યો છે

        લોકો ખોટી સંગત અને બદીઓ થી દૂર રહેવા ભવાઈ ના પાત્રો થકી જેવું હોય એવુ સમાજ ને બતાવ્તા,

                                  એટલે કે એક સમય માં ભવાઈ એક દર્પણ તરીકે ઓળખ થઇ અને આજે પણ દર્પણ ની ભૂમિકા આપી રહ્યું છે

               વિષે લેખ તો ઘણો મોટો લખ્યો છે મેં પણ અહીં ટૂંક માં રજુ કરું છું

 

પુરુષ ને થવું સ્ત્રી, હતું ઘણું મુશ્કેલ જીવન માં,

તોય ઓઢણી ઓઢી અમે ઘૂમ્યા ચાચર ચોક માં

 

આશિષ ઉમિયા બહુચર ના, અમ તણા પરિવાર માં,

નહીં સંસારી કે સન્યાસી એવુ જીવન જીવવું વ્યવસાય માં

 

સ્વતંત્ર મટી પરતંત્ર થયા, હતી દીકરી બચાવ ની નેમ,

પત રાખવી પટેલ ની, જેના દિલ માં હતી નેમ,

 

ભજી ઉમિયા ભાવ થી, જેના અમર રહ્યા વરદાન,

ભવાઈ થકી ભવ તારીયા માઁ ઉમિયા નો ઉપકાર

 

માઁ, બહેન, દીકરી સાથે હોય સઘળો પરિવાર

સાથે બેસી સૌ જોઈ શકે, જ઼ સૌથી મોટુ પ્રમાણ 

 

નાત જાત ના ભેદ, અને દુષણો હતા અનેક,

સત્ય બતાવે સમાજ ને, એવુ માધ્યમ ભવાઈ એક

 

ધરા, ધરમ ની વાત કરી, ગાયા ભગવત ના ગાન,

ચાચર તણા ચોક માં, વધાર્યા સંસ્કૃતિ ના માન,

 

સાખી શબ્દો થી શરૂઆત,

આજે ઉત્તમ રીતે થાય છે,

માઁ ભગવતી ની આરાધના,

જેમાં રોજેરોજ થાય છે

 

ભરથરી અને ગોપીચંદ, માળવા છોડી જાય,

પણ ધુતારા ધૂતી ખાય, વાત એની ગાવણા માં થાય,

 

વિઘ્ન હર્તા દેવ ગણેશ આશિષ આપી જાય,

પ્રભાત ના પહોર સુધી ભવાઈ મોજ થી ભજવાઈ

 

બાદશાહ બતાવે શાન, ડાગલા તણા વેષ માં,

અભિનય થકી આપ્યો સંદેશ

ભવાઈ તણા વેષ માં

 

પતિ ભટકે અહીં થી વિલાસી જીવન મહીં,

પણ ભાર્યાં તણા ભાવ, વેચે મહિયારી બની મહીં,

 

ઝંડો અને પુરબીયા ભજવ્યા અમે

વણજારા ના વેષ

રાહ બતાવવા સમાજ ને જેણે આપ્યા અનેક સંદેશ,

 

જયારે કજોડા નો વ્યાપ વધ્યો જગત મા

શાન લાવવા લોકો ની પિરસયા કજોડા ના વેષ ચોક માં,  

 

વધ્યા અંદરોઅંદર ના કલેશ ત્યારે  ભજવ્યો પૃથ્વીરાજ નો વેષ,

સત્ય પીરસી સમાજ માં ઘણા મીટાવ્યા કલેશ,

 

દીકરી ના વેચાણ જયારે જગ જાહેર વાત

કુ રિવાજો દૂર કરવાની કરી ભવાઈ દ્વારા વાત

 

સંત સુરા અને સપૂત ભજવીયા દાતારો ના પાઠ,

કંઈક ખેડા ખપી ગયા, કરતા સુરાતન ના પાઠ,

 

સત્ય બોલવું જીવન માં, ત્યજવા રાગ ને દ્રેશ,

ખટ પટ ખોટી નહીં કરવા બતાવ્યો હરિચંદ્ર નો વેષ,

 

જ્ઞાન અને સંગીત માં જેને ગાયા  ખુબ જ઼ ગુણ,

યુગ પુરુષ દાદા અસાઈત નું નહીં ચૂકવી શકીએ રુણ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ભવાઈ 2.O

 નમસ્કાર ભવાઈના ૩૬૫ વેશો લખવાની શરૂઆત કરી રહ્યો છું. કુલ ૩૬૫ વેશો પુસ્તકના બે ભાગમાં પ્રસિદ્ધ થશે. એક વર્ષમાં આ બંને ભાગ પૂર્ણ કરવાની ધારણા ...