ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

*સડેલી રૂઢિનો દેશવટો

 *સડેલી રૂઢિનો દેશવટો*


એણે ગંગાની લાજ બચાવવા માટે

પોતાની જાત હોમી દીધી,

પણ તમારી સડેલી રૂઢિચુસ્તતાએ

એના મહાન ત્યાગને ભ્રષ્ટ કોળિયો ગણ્યો

ને નાતબહાર કર્યો.


તમારી પવિત્રતા કેટલી નબળી હતી ?

કે જેણે એક દીકરીની આબરૂ સાચવી,

તમારા જડ વિચારોએ એને વટલાયેલો જાહેર કર્યો!

તમે એને રસોડાના ઉંબરેથી હાંકી કાઢ્યો,

કેમ કે તમારો ધર્મ થાળીમાં હતો અને એનો માણસાઈમાં.


તમે જ્ઞાતિ બચાવી શક્યા પણ, 'બાપ' હારી ગયા.

કેમ કે તમારી વ્યવસ્થા જૂના પૂર્વગ્રહોમાં સડતી રહી,

અને અસાઈતનો વારસો સત્ય બનીને ગુંજતો રહ્યો.

જે કોળિયે એક દીકરીની આબરૂ બચી,

શું એ જ કોળિયે તમારી સદીઓ જૂની રૂઢિચુસ્તતા અભડાઈ ગઈ ?


*-દિનેશ નાયક 'અક્ષર'*✍️

       *સરડોઈ*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ભવાઈ 2.O

 નમસ્કાર ભવાઈના ૩૬૫ વેશો લખવાની શરૂઆત કરી રહ્યો છું. કુલ ૩૬૫ વેશો પુસ્તકના બે ભાગમાં પ્રસિદ્ધ થશે. એક વર્ષમાં આ બંને ભાગ પૂર્ણ કરવાની ધારણા ...