તા. 4.12.2025 ગુરુવાર
લુપ્તથતી કળા ‘ભવાઈ’ વિશે તમે જે જાણવા માંગો છો, તે તમામ માહિતી અહિ જાણવા મળશે... જય આસાઈત દાદા ,
ગુરુવાર, 4 ડિસેમ્બર, 2025
ગુરુવાર, 27 માર્ચ, 2025
ભા. ટી. એન ન્યુઝ
ભાટી એનની તસવીર વિશ્વ રંગભૂમિ દિવસે 🙏
આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે ત્યારે હું તમામ રંગભૂમિ ક
લાકાર ને સત સત વંદન કરું છું પણ ગુજરાતમાં રંગભૂમનો પાયો નાખ્યો હોય તો ભવાઈ કલાકારે તેની પાછળ આખો ઇતિહાસ છે,,,!?. પણ એક સમયે ફિલ્મી દુનિયા, ટી. વી. કે અન્ય મનોરંજનનાં સાધનો નોતા ત્યારે ગામડે ગામડે ભવાઈ કલાકરો મનોરંજન પૂરું પાડતા સાથે કુરીજો વિશે પણ સંદેશાત્મક વ્યંગ કરતા માટે જાગૃતિનું કામ પણ કરતા આમ તો સમગ્ર ગુજરાત માં ભવાઈ કલાકારો છે પણ આજે ભવાઈ કલા માટે આખું જીવતર સમર્પિત કરનાર મોરબી જિલ્લાનાં ખાખરાળાનાં બાબુભાઇ પેઇજા. હરિભાઈ પેઇજા અને તેના જેવા ઘણા કલાકારો છે તેઓ જયારે રમતા ત્યારે પદ્મશ્રી Joravarsinh Jadav અને હું ભાટી એન તેની રમતો જોવા રાતો નાં રાત જાગી તેમને પ્રોત્સાહિત કરેલ છે મારે આમતો તમામ ભવાઈ કલાકાર સાથે પારિવારિક સબંધ છે, પણ આ તસવીર ભવાઈ કલાની ઉતમોતમ તસવીર બની ગઈ છે જે ગુજરાત નાં દીપોત્સવી અંકમાં છપાયેલ તો આજે વિશ્વ રંગભૂમિ દિવસે તમામ કલાકાર ને અર્પણ ને ગુજરાતનું એક દર્પણ છે... તસવીર : ભાટી એન.
વિશ્વ રંગભૂમિ દિવસ
*💢વિશ્વ રંગભૂમિ દિવસ💢*
ક્યારેક...
ગામડાંના ચોકમાં ભજવાતી...
ભૂંગળ વાદનથી ગૂંજતી,
તબલા, હાર્મોનિયમ ને કરતાલના સૂરોથી જીવતી,
ભવાઈ આજે શૂન્યતા વેઠે છે.
એક ભવાઈ, જે...
રંગલા રંગલીની તા થૈયા.. તા થૈયા સાથે ધમધમતી,
સામાજિક ને ઇતિહાસની વાત કરતી !
પણ હવે...
પડદા મોટા થયા,
ભવાઈ વેશના શબ્દો જાણે મૂંગા,
કોઈ પૂછે...
ભવાઈ ક્યાં છે?
ઉત્તર એકજ...
ભવાઈની જેમ છેલ્લા શ્વાસ ભરતા કલાકારના ખોળિયામાં... !
હા...હા..
શ્વાસ હજુ શેષ છે
અસાઈતના રક્તમાં વહેલી પરંપરા મરણશય્યાથી
બેઠી થશે...
નવો અવતાર લેશે,
નવી ઓળખ સાથે..
કારણ... આતો ભવની ભવાઈ...
એ કદી મરતી નથી,
એ તો રાહ જોવે છે,
નવા યુગના નટની અને યથાર્થ નાયકની..
*-દિનેશ નાયક 'અક્ષર'*✍️
*સરડોઈ*
રવિવાર, 8 સપ્ટેમ્બર, 2024
સંસ્કાર વિભૂષણ એવોર્ડ
કલાનું ગૌરવ...અસાઇત ભવાઈનું ગૌરવ...
સંસ્કૃતીની ધરોહર ભવાઈ કલાના સાધક પ્રાણલાલ બી.પૈજાને સંસ્કાર વિભૂષણ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગુજરાતનાં કલા સાધકોને સંસ્કાર વિભૂષણ એવોર્ડ,માનપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામા આવ્યા*
સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા તા.૦૧ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ “મારી ગુણવંતી ગુજરાત સંસ્કારોત્સવ ૨૦૨૪” નું ભવ્ય આયોજન કર્ણાવતી ક્લબ-અમદાવાદ ખાતે થયેલ.જેમા રાજ્યના સન્માનિય રાજ્યપાલશ્રીની વિશેષ ઉપસ્થિતિ રહેલ તેમજ ઋષિકેશભાઈ પટેલ-.મંત્રી, મુળુભાઈ બેરા – મંત્રી તેમજ રાજ્ય અને ભારત ભરના મહાનુભાવો દ્વારા કલારત્નોને સન્માનીત કરવામાં આવ્યા.
અત્રે ઉલ્લેખનીય છે, કે વિશ્વ પ્રખ્યાત “સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ”ના નાયક અને લોક કલાના સાધક
પ્રાણલાલ બી. પૈજાને સંસ્કાર વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જે મોરબી સમગ્ર જિલ્લા અને ગુજરાતની કલા માટે ગૌરવવંતી વાત છે.
તેઓ નિવૃત શિક્ષક છે અને સાથે-સાથે ભારતીય સંસ્કૃતીની કલા એવી ભવાઈ કલાને જાગૃત રાખવા સતત તત્પર રહે છે.
ઉપરાંત આ મંડળ અનેક સન્માનોથી સન્માનિત થયેલ છે, જેમકે “ગૌરવ પુરસ્કાર, કોકનટ થિયેટર એવોર્ડ, સંગીત નાટક અકાદમી એવોર્ડ, NSD દિલ્હી એવોર્ડ, સાહિત્ય અકાદમી એવોર્ડ, તેમજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને મહાનુભાવો. ઇન્દિરા ગાંધીજી, અટલજી, મોરારજી દેસાઈ, મોરારી બાપુના હસ્તે સન્માનીત થયેલ.
બુધવાર, 7 ફેબ્રુઆરી, 2024
USA news મેંગેનીઝ
ન્યુઝર્સી ( usa ) થી બહાર પડતુ મેગેઝીન દેશ પરદેશ માં ભવાઇ લેખ ઉજાગર,,,,,,,, લેખક : રાજેશભાઇ કુકરવાડીયા,,, ધ્રુવનગર,,,,મોરબી.
રવિવાર, 30 જાન્યુઆરી, 2022
હરિભાઈ વ્યાસની ચિર વિદાય
ગુજરાતની પોતીકી કલા એટલે ભવાઈ કલા જેમાં પુરુષ જ સ્ત્રીપાત્ર ભજવે પણ શું મજાલ છે, કે કોઈ કળી જાય કે આ પુરુષ છે તેવું સ્ત્રીપાત્ર કરે તેનાં લટકા મટકા પ્રેક્ષકોના મન મોહિલે તો ભરપૂર મનોરંજનને સમાજ દર્પણ તેની બદીઓ દારૂબંધી કે ધુમ્રપાન કે અન્ય બદીઓ વિશે સમાજમાં જાગૃતતા લાવે તો ઇતિહાસિક નાટકો ભજવે આવી ભવાઈ કલાના ભીષ્મપિતા સમા હરિભાઈ કાનજીભાઈ પૈજા તેઓ 14 વર્ષની નાની વયેજ ભવાઈ કલામાં જોતરાઈ ગયા હતા મોરબી જીલ્લાનાં ખાખરાળા ગામનાં વતની તેઓ સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળના નાયક હતા તેઓ રાવણનું પાત્ર ભજવે ત્યારે ધરતી ધ્રુજાવેને તેની વિકરાળ ભાષાથી ઓડિયન્સ થોડી વાર વિચારમાં પડી જાય આવા અદ્ભૂત કલાકાર હરિભાઈ વ્યાસ અભણ હતા છતા તમામ ડાયલોગ મોઢેજ હોય આથી તેઓ ભવાઈ કલાને દેશને વિદેશ અમેરિકા, ઇંગ્લેન્ડ, ઈરાન વેસ્ટ ઇન્ડીઝ જેવા દેશમાં ભવાઈ કલા બતાવી આજીવન ભવાઈ કલાને જીવંત રાખવા માટે પ્રયાશો કરેલને તેમની ભવાઈ કલાથી ઘણાં સન્માનો મળેલ તેવા ભવાઈ કલાકાર હરિભાઈ વ્યાસ તા, 26/01/2022 ના રોજ ફાની દુનિયા છોડી સ્વર્ગવાસ સિધાવ્યા છે તેની પાછળ તેમનાં સુપુત્ર ભવાઈ કલાના સુપર સ્ટાર વિક્રમ વ્યાસ આ ભવાઈ કલાને ચોક્કસ આગળ ધપાવશે તેમ છતા હરિભાઈની ખોટ તો આજીવન રેશે. હરિભાઈ વ્યાસની જીવન ઝરમર આજના ફૂલછાબના તંત્રી Kaushik Mehta એ ભાટી એન પાસે આલેખન તસવીર સાથેનો વિસ્તૃત આર્ટકલ વાંચો... તસવીર આલેખન : ભાટી એન.
નોંધ... હું ને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ ખુબ હરિભાઈની ભવાઈ કલા માણી છે, આથી હું ભાટી એન. અને જોરાવરસિંહ જાદવ તહેદિલથી હરિભાઈને શ્રદ્ધાજલિ આર્પીએ છીએ 🙏🙏🙏. ૐ નમઃ સિવાય.
મંગળવાર, 23 નવેમ્બર, 2021
બરોડા સૈયજીરાવ યુનિવર્સિટી
મચ્છુકાંઠા મોરબીના ભવાઈ કલાકારો.. કુછ લમ્હે
ફોટોગ્રાફ 1980ની સાલના છે.જે પ્રોગ્રામ આર્ટ્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડામાં કાર્યક્રમ કરેલ...ફોટોગ્રાફી- મશહૂર ચિત્રકાર -#જ્યોતિન્દ્ર_ભટ્ટ , અને ફોટોગ્રાફી મોકલનાર- નિર્મલભાઈ બસિયા અને સંપાદક-#પૈજા_તુષારભાઈ...
આ ફોટાઓમાં ભવાઈને નવી ઊંચાઈએ લઈ જનાર કલાકારો છે...આ તસ્વીરોમાં કાનગોપી વેશ , જસમા ઓડણ, મૈયારી, નાગમતી નાગવાલો તથા અન્ય વેશો છે....
ભવાઈ 2.O
નમસ્કાર ભવાઈના ૩૬૫ વેશો લખવાની શરૂઆત કરી રહ્યો છું. કુલ ૩૬૫ વેશો પુસ્તકના બે ભાગમાં પ્રસિદ્ધ થશે. એક વર્ષમાં આ બંને ભાગ પૂર્ણ કરવાની ધારણા ...
-
ભવાઈમાં પ્રાચીન સંગીત સાધન ભૂંગળ વિશે જાણીએ About Bhavai Bhungal... લોક ભવાઇનું મુખ્ય વાજિંત્ર ભૂંગળ એ ભવાઇના પ્રણેતા શ્રી અસાઇત શ્રીધર ઠાક...
-
અસાઈત ઠાકર રચિત ભવાઈ વેશના નામો... તથા અન્ય વેશ.... નોંધ- અલગ અલગ સંદર્ભો પુસ્તકોના માધ્યમથી માહિતી મેળવેલ છે. સમયગાળો ઇ.સ.( 1320-1400) ...
-
🎞️નાટકના નામ ઉપર ક્લિક કરો.👇👇 રામરાજ્ય અને લવકુશ રામવનવાસ અને લંકા વિજય ભિષ્મ પ્રતિજ્ઞા બિલ્વ મંગલ અધુરા મિલન અને રાણો કું...

















