ભવાઈમાં પ્રાચીન સંગીત સાધન ભૂંગળ વિશે જાણીએ
About Bhavai Bhungal...
લોક ભવાઇનું મુખ્ય વાજિંત્ર ભૂંગળ એ ભવાઇના પ્રણેતા શ્રી અસાઇત શ્રીધર ઠાકરને માઁ ઉમિયાજી પ્રસન્ન થઇ સાક્ષાત હાથોહાથ આપેલ અણમોલ ભેટ છે.
ભવાઇમાં મુખ્યત્વે ભૂંગળ, પખવાઝ', ઝાંઝ, મહત્વ ગણાતા સમય પરિવર્તન આવતા ધીમેં ધીમેં.તબલા,ઢોલક, નોબત,મંજીરા, ડબ્બો,થાળી અને સારંગી વગેરે વાજીંત્રો વપરાતા ગયા છે.તેમાં ખાસ કરીને ભવાઈમાં ભૂંગળ વિશે માહિતે જાણીએ.
ભવાઈમાં કેટલીક વિશિષ્ટ રચનારીતિ છે.ખાસ કરીને ભવાઈની શરૂઆતમાં ભૂંગળ વગાડીને કરવામાં આવતી.
ભૂંગળ, ત્રણ ભાગોમાં બાંધવામાં આવેલ છ ફુટ લાંબી તાંબાનું શિંગું એ મુખ્ય સાધન છે. શ્વાસ અને પીચ નિયંત્રણની વિવિધ ડિગ્રીની આવશ્યકતા, તે નૃત્ય માટે ગીતો અને તાલને આપે છે. ભુંગળ ફક્ત ભવાઈ થિયેટરમાં જ વપરાય છે.
ભૂંગળ જોડીમાં ભજવવામાં આવે છે જેમાં ઉચ્ચ ભૂરાવાળા ભુંગલ સ્ત્રી પાત્રોનું પ્રતિનિધિત્વ કરે છે અને નીચલા ભાગમાં ભુંગલ પુરુષ પાત્રોનું પ્રતીક છે. આ જોડી સંવાદિતા, કાઉન્ટરપોઇન્ટ અને પાત્રોની જાતિ સૂચવે છે.
ભૂંગળની રચના આપેલ ચિત્ર દ્વારા સમજી શકાય.,👉👉👉👉
1)ભૂંગળ 6 ફૂટની લંબાઇ હોય છે.
(2) ભૂંગળ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે.
- કમળ (જ્યાં અવાજ સંભળાય)
- ઘૂઘરો અથવા ગજ(મધ્યમ ભાગ)
- ચમ અથવા બાગ ( જ્યાં થી અવાજનો હોઠેથી નાદ કરવાનો થાય)
(3) ભૂંગળમાં મુખ્ય પાંચ પ્રકારના રાગ-તાલ આધારીત અવાજ નિકળે છે.
- પતંગ ( જે સ્થિરતા સાથેનો અવાજ )
- ફરેરો ( તેજ એટલે કે ધોધ સાથે અવાજ)
- માન (તાલ-રાગ સાથેનો અવાજ)
- છેક ( ચારેય બાજુ ફરતો અવાજ)
- સ્વર ( તાલ સાથેનો મિલાપનો અવાજ)
- જે-તે ગામે નાટક મંડળી પહોંચે ત્યારે
- કોઈના લગ્ન પ્રસંગમાં
- માતાજીના મંદિરે
- મજરો કરતી વખતે
- ચાંચર ચોકમાં ભવાઈ ભજવાતી હોય ત્યારે
- રાસ-ગરબા રમતી વખતે
- રાજવી એટલે રાજદરબારમાં સન્માન આપવા
- દિકરાના હાલરડામાં
- ગાવણું કરતી વખતે
- હવન કર્યો સિદ્ધ કરવા સમયે
- દરેક પ્રકારના શુભ કાર્યોમાં
- બહુચર માતને ઉમિયા માતાને યાદ કરી મજરો કરે છે જે માં ભૂંગળ વગાડ્યા બાદ અને ચાચર ચોક સુધી ભૂંગળ -તથા પખવાઝ, ઝાંઝ વગાડતા વગાડતા ચાંચર ચોકમાં પહોંચે છે .
- પ્રથમ શરૂઆતમાં ગીત -વાદ્ય -વાદનમાં ભૂંગળના અવાજ થી પ્રેક્ષકોને શાંત કરે છે.
- ત્યારબાદ ગણપતિ આવતા પહેલા સ્તુતિ બોલે છે જેમાં ભૂંગળનો અવાજ વગાડાય છે.
- પછી નાટકની જાહેરાત થાય છે અને એક બુલંદ અવાજ સાથે ભૂંગળનો અવાજ આવે છે જેથી કલાકારોને અને પ્રેક્ષકોને એક નવું જોમ પૂરું પાડે છે.
- ભવાઈ ગીત ક્યારે શરૂ કરવું અને ક્યારે અટકવું ક્યારે પૂરું કરવું તે ભૂંગળ દ્વારા જ સૂચન કરવામાં આવે છે.
- પાત્ર અનુસાર પ્રવેશ અનુસાર જ્યારે કલાકારો વસ્ત્રો બદલવા ગયેલા હોય તે કલાકારોને ભૂંગળ વગાડીને રંગભૂમિ પર હાજર રહેવાનું સૂચન કરે છે.
- તબલા વગાડનાર એટલે કે તબલચીને ક્યારેક મંદ તો ક્યારે જોરથી અને ખુલ્લા બાયથી વગાડીને વેશ ભજવનાર ને ઉત્તેજન અને રસથી મધુરતા આપવા માટે ભૂંગળ વગાડવામાં આવે છે.
- રસથી ભરેલા નાટકો જેમાં રાજાઓનું સન્માન માટે ભૂંગળના દ્વારા રાજાનું આગમન કરવામાં આવે છે.
- અમુક નાટકો અનુસાર માતાજીના વેશમાં ભૂંગળનો અવાજ કરવામાં આવે છે.
- જે તે ગામમાં પ્રથમ દિવસે ડાયરો થયા બાદ જ્યારે બીજો દિવસ એટલે કે પંચની રમત જે ભવાઇ કલાકારોના લાભાર્થે જે તે ગામના લોકો આપે છે તો ગામના સન્માન હેઠળ એક જય ઘોષના નાદથી ભૂંગળ વગાડવામાં આવે છે અને બીજી રમત ની જાહેરાત કરવામાં આવે છે.
- રાતના સમયે જ્યારે પ્રથમ નાટક પૂરું થાય અને બીજી નાટકની શરૃઆત થાય તે વચ્ચેના ગાળામાં એટલે કે ઇન્ટર પડે ત્યારે ભૂંગળના નાદથી પ્રેક્ષકોને બીજું નાટક જોવા માટે ભૂંગળનો અવાજ કરવામાં આવે છે.
- નાટક પૂરું થયા બાદ નર અને માદા આ બંને ભુંગળ સાથે રાખીને ચારે દિશા તરફ ભૂંગળ વગાડીને ભવાઈ પ્રોગ્રામ પૂરો કરવાનો નાદ કરે છે.
Integration-9979522097
Tushar Pranjivanbhai Paija
Morbi-Gujarat
Music artis.... Dramma artis...
Co-Supporter
Manharlal K.Paija-khakhrala
ભૂંગળ યુદ્ધ સમયે રણશીંગા તરીકે વાપરવામાં આવતું
જવાબ આપોકાઢી નાખો