શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

ભવાઈ 2.O

 નમસ્કાર

ભવાઈના ૩૬૫ વેશો લખવાની શરૂઆત કરી રહ્યો છું. કુલ ૩૬૫ વેશો પુસ્તકના બે ભાગમાં પ્રસિદ્ધ થશે. એક વર્ષમાં આ બંને ભાગ પૂર્ણ કરવાની ધારણા છે.. લગભગ રોજના બે વેશો લખવાની ઝડપ કેળવવી પડશે.

લેખનનો શ્રી ગણેશ પ્રસ્તાવના થી કરું છું.આપ સૌના આશીર્વાદ અને શુભેચ્છા મારું પ્રેરણાબળ બની રહેશે.

આભાર,


પ્રસ્તાવના 

"ભવાઈ  2.0

અસાઈત ધરોહર"





ભવાઈ ના આધુનિક 365 વેશો ની રચના કરવાનો પ્રારંભ કરતા આનંદ થાય છે. અસાઈત ઠાકર દાદાના વ્યક્તિત્વ નો o.o ટકા આવડત કે ત્રેવડ મારી નહી હોય,પણ આ રચના દ્વારા તેમણે રચેલ ભવાઈ વેશો ની સેવા થશે તેવું હું માનુ છું.પરમ પૂજ્ય અસાઈત ઠાકર દાદાના ચરણોમાં વંદન સાથે શુભ શરૂઆત કરું છું.જય ગણેશ..

ભવાઈ ગુજરાતનું પરંપરાગત લોકનાટ્ય છે, જે માતા અંબા (જગદંબા કે ઉમિયા માતાજી)ને અર્પણ રૂપે ભજવાય છે. તેની શરૂઆત ધાર્મિક અને રીતરિવાજ થી થાય છે.ભવાઈના પ્રયોગની શરૂઆત આ રીતે થાય છે:નાયક (મંડળીના મુખ્ય વ્યક્તિ) દ્વારા સ્થળની તૈયારી

નાયક ચાચર (ભજવણીની ગોળાકાર જગ્યા)ને પાણી કે તેલથી ચિહ્નિત કરે છે અને કુંકુમ (લાલ ચંદન)થી પવિત્ર કરે છે.

પ્રાર્થના અને દીવા/મશાલને અર્પણ

નાયક તેલની મશાલ કે દીવાને (જે માતા અંબાનું પ્રતીક છે) કુંકુમ અર્પણ કરે છે.

ત્યારબાદ માતા અંબા (અંબાજી માતાજી)ની સ્તુતિમાં પ્રાર્થના ગીતો ગાય છે. આ પ્રાર્થના ભક્તિભાવથી ભરેલી હોય છે અને ભવાઈને ધાર્મિક અર્પણ તરીકે સ્થાપિત કરે છે.

ત્યારબાદના પ્રારંભિક વેશ (પ્રારંભિક પાત્રો)  પ્રથમ ગણપતિનો વેશ આવે છે (એક અભિનેતા થાળીથી મોં ઢાંકીને ગણેશ તરીકે પ્રવેશ કરે છે, વિઘ્નહર્તા તરીકે આશીર્વાદ આપવા).  

ત્યારબાદ કાળી માતા (કાળી)નો વેશ આવે છે.  

પછી બ્રાહ્મણ (બામણ)નો વેશ આવે છે.

આ તમામ પ્રારંભિક વેશ પૂરા થયા પછી મુખ્ય વેશ (નાટકની વાર્તા) શરૂ થાય છે.

ભૂંગળનો નાદ અને અન્ય

ભવાઈની શરૂઆતમાં અને આખા પ્રયોગ દરમિયાન ભૂંગળ (લાંબી તાંબાની પાઇપ)નો નાદ વાગે છે, જે જાહેરાત અને સાથ આપે છે. રંગલો (વિદૂષક/હાસ્ય પાત્ર) અને નાયક પણ સ્ટેજ પર રહીને કોમેન્ટરી અને માર્ગદર્શન આપે છે.


આમ, ભવાઈની શરૂઆત માતા અંબાની પ્રાર્થનાથી થાય છે, પછી ગણેશ-કાળી-બ્રાહ્મણ જેવા પ્રારંભિક વેશ આવે છે અને પછી મુખ્ય વાર્તા (વેશ) શરૂ થાય છે. આ રીતે તે મનોરંજન સાથે ધાર્મિક અર્પણ બની રહે છે. 

પરંપરાગત રીતે ભજવાતા વેશો અસાઈત ઠાકરે લગભગ 360 વેશો લખ્યા ની લોકવાયકા છે, પરંતુ આજે 60 જેટલા જ વેશો જીવંત અને ભજવાતા રહ્યા છે

આ હતો સંક્ષિપ્ત પરિચય અર્વાચીન ભવાઈનો...

અને હવે પ્રારંભ થશે મારી કલમે "ભવાઈ2.0

અસાઈત ધરોહર"નો 


ડૉ રાજેશ ચંપકલાલ ભોજક 

સિનિયર પત્રકાર, અમદાવાદ


શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

રામલીલા મંડળી

 વર્ષ 1880… કાશીથી આવેલી એક રામલીલા મંડળી તુલસી ગામમાં રોકાઈ હતી. લગભગ 22-24 કલાકારો, બધા એક જ ઘરમાં રહેતા—ત્યાં જ રિહર્સલ, ત્યાં જ ભોજન અને ત્યાંથી જ દરરોજ રાત્રે મંચ પર ભગવાન રામની લીલાઓ જીવંત થતી.


આ મંડળીના બે પ્રમુખ લોકો હતા—

પંડિત કૃપારામ દૂબે — મંડળીના સંચાલક, જે હાર્મોનિયમ પર બેસીને આખી રામલીલાનું સંચાલન કરતા હતા. તેમની ભક્તિ એટલી ઊંડી હતી કે લોકો કહેતા, “તેમના સૂરમાં માત્ર સંગીત નહીં, શ્રદ્ધા વહે છે.”


અને બીજો હતો—

ફોજદાર શર્મા — સાજ-શણગાર, મંચ, વેશભૂષા અને ખાસ કરીને “શિવ ધનુષ” બનાવવાની જવાબદારી તેની જ હતી. આખા મંચનું તકનીકી (ટેક્નિકલ) કામ તે જ સંભાળતો... અને તેને પોતાના કામ પર ખૂબ ગર્વ પણ હતો.


એક દિવસ રિહર્સલ ચાલી રહ્યું હતું...

પંડિતજીએ સહજ ભાવે કહ્યું—

“ફોજદાર, આ વખતે ધનુષ થોડું હળવું અને લવચીક બનાવજે... રામનું પાત્ર ભજવી રહેલો છોકરો હજુ નાનો છે, ગઇ વખતે તેને ધનુષ તોડવામાં ઘણો સમય લાગી ગયો હતો.”


આ માત્ર એક સૂચન હતું... પરંતુ ફોજદારના મનમાં તેણે આને અપમાન સમજી લીધું.

તેને લાગ્યું—

“મારા કામ પર આંગળી ઉઠાવવામાં આવી રહી છે...!

હું આટલી મહેનત કરું છું, અને મને જ શીખવવામાં આવી રહ્યું છે?”


તેની અંદર ધીમે-ધીમે અહંકાર અને ગુસ્સો ભરાવા લાગ્યો.

અને તે જ ક્ષણે તેણે મનોમન નક્કી કરી લીધું—

“હવે બતાવીશ... અસલી ધનુષ શું હોય છે.”


સંજોગ જુઓ... બીજા જ દિવસે સીતા સ્વયંવર અને શિવ ધનુષ ભંગનું મંચન હતું.

ફોજદાર ચૂપચાપ તે ઘરના માલિક પાસે ગયો, જ્યાં મંડળી રોકાઈ હતી.

તેણે કહ્યું—“મંચના કામ માટે એક લોઢાનો મજબૂત સળિયો જોઈએ છે.”


તેને એક જાડો અને ભારે લોઢાનો સળિયો મળી ગયો.

તે તેને લઈને બીજા ગામના લુહાર પાસે ગયો... અને તે સળિયાને ધનુષનો આકાર અપાવી લાવ્યો.

ઉપરથી કાપડ લપેટ્યું, રંગીન કાગળ લગાવ્યો... જેથી કોઈ ઓળખી ન શકે.

હવે તેના હાથમાં હતું— લોઢાનું શિવ ધનુષ.


રાત પડી... રામલીલા શરૂ થઈ...

હજારો લોકો ભેગા થયા હતા, બધાને એ દૃશ્યની રાહ હતી—

જ્યારે શ્રીરામ શિવ ધનુષ તોડશે.


ફોજદારે તક જોઈને અસલી લાકડાનું ધનુષ હટાવી દીધું... અને તેની જગ્યાએ લોઢાનું ધનુષ મૂકી દીધું.

પછી પોતે પડદા પાછળ ઊભો રહીને તમાશો જોવા લાગ્યો.


તેને પૂરો ભરોસો હતો—

આજે રામ ધનુષ નહીં તોડી શકે...

અને બધાની સામે પંડિતજીની પ્રતિષ્ઠા ધૂળમાં મળી જશે.


લીલા આગળ વધી...

એક-એક કરીને બધા રાજાઓ આવ્યા, ધનુષ ઉપાડવાનો પ્રયાસ કર્યો... કોઈ સફળ ન થયું.

હવે વારો રામનો હતો.


17 વર્ષનો તે બાળક, રામનું રૂપ ધારણ કરીને આગળ વધ્યો.

જેવો તેણે ધનુષને હાથ લગાવ્યો...

તેને સમજાઈ ગયું—

“આ ધનુષ કંઈક અલગ જ છે...”

તે હલી પણ નહોતું રહ્યું.


બાળક ગભરાઈ ગયો... અને તેણે પંડિત કૃપારામ દૂબે તરફ જોયું.

તે એક નજર... જાણે બધું કહી ગઈ.

પંડિતજી બધું સમજી ગયા.


છેલ્લા 30 વર્ષથી રામલીલાનું મંચન કરી રહેલા પંડિતજીની આંખો આજે આંસુઓથી ભીંજાઈ ગઈ.. આજે રામજીની ભક્તિ અને આસ્થા પર એક પ્રશ્નાર્થ ચિન્હ લાગવા જઈ રહ્યું હતું..

જો રામ ધનુષ નહીં તોડી શકે...

તો આ માત્ર એક કલાકારની હાર નહીં હોય—

આ લોકોના વિશ્વાસને ઠેસ પહોંચાડશે.


પંડિતજીએ આંખોથી ઈશારો કર્યો—

“થોભી જા... ધનુષની પરિક્રમા કર...”

અને પછી તેમણે આંખો બંધ કરી લીધી.


બીજી જ ક્ષણે... આંખો બંધ કરીને પંડિતજી મનોમન બોલ્યા,

"પ્રભુ આજે લાજ તમારા જ હાથમાં છે.."

અને પોતાના હાથ હાર્મોનિયમ પર રાખી દીધા..


હાર્મોનિયમમાંથી એવા સૂર નીકળ્યા...

જાણે કોઈએ તેમાં પ્રાણ પૂરી દીધા હોય.

ઢોલ-નગારા તેજ થઈ ગયા...

પેટ્રોમેક્સની જ્યોત અચાનક તેજ ચમકવા લાગી...

અને વાદળો વિના જ આકાશમાં વીજળી ઝબૂકી ઉઠી.


આખું વાતાવરણ બદલાઈ ચૂક્યું હતું.

લોકો સ્તબ્ધ હતા... કોઈ સમજી નહોતું શકતું કે શું થઈ રહ્યું છે.


પંડિતજી સંપૂર્ણપણે સમર્પિત થઈ ચૂક્યા હતા...

અને ત્યારે જ તેમના મુખમાંથી ચોપાઈ નીકળી—

“લેત ચઢાવત ખૈંચત ગાઢે, કાહૂ ન લખા દેખ સબ ઠાઢે...

તેહિ છન રામ મધ્ય ધનુ તોરા, ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા...”


જેવો છેલ્લો શબ્દ નીકળ્યો...

એક જોરદાર કડાકો થયો...

અને તે જ ક્ષણે— તે લોઢાનું ધનુષ બે ટુકડામાં તૂટી ગયું.


કોણે તોડ્યું... કેવી રીતે તૂટ્યું...

કોઈ જાણી ન શક્યું.

બસ એક પળ... અને બધું સામાન્ય.

આખો પંડાલ “જય શ્રીરામ” ના જયઘોષથી ગુંજી ઉઠ્યો.


પંડિત કૃપારામ દૂબે મંચની વચ્ચે ગયા...

તૂટેલા ધનુષ અને તે બાળકની સામે દંડવત્ પ્રણામ કરતા સૂઈ ગયા.

તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.


તેઓ જાણતા હતા—

આજે મંચ પર માત્ર લીલા નથી થઈ...

આજે આસ્થાએ અહંકારને હરાવી દીધો છે.


અને પડદા પાછળ ઊભેલો ફોજદાર...

જેણે બદલાની આગમાં આ બધું કર્યું હતું...

તે પણ સ્તબ્ધ હતો.

તેનું માથું ઝૂકી ગયું હતું.


તેને સમજાઈ ગયું હતું—

જ્યાં સાચી ભક્તિ હોય છે...

ત્યાં અહંકાર ટકી નથી શકતો.


રામ કોઈના નથી હોતા...

પરંતુ જે પોતાને રામને હવાલે કરી દે—

રામ તેના જરૂર થઈ જાય છે.


જય શ્રી રામ 🙏

ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

*સડેલી રૂઢિનો દેશવટો

 *સડેલી રૂઢિનો દેશવટો*


એણે ગંગાની લાજ બચાવવા માટે

પોતાની જાત હોમી દીધી,

પણ તમારી સડેલી રૂઢિચુસ્તતાએ

એના મહાન ત્યાગને ભ્રષ્ટ કોળિયો ગણ્યો

ને નાતબહાર કર્યો.


તમારી પવિત્રતા કેટલી નબળી હતી ?

કે જેણે એક દીકરીની આબરૂ સાચવી,

તમારા જડ વિચારોએ એને વટલાયેલો જાહેર કર્યો!

તમે એને રસોડાના ઉંબરેથી હાંકી કાઢ્યો,

કેમ કે તમારો ધર્મ થાળીમાં હતો અને એનો માણસાઈમાં.


તમે જ્ઞાતિ બચાવી શક્યા પણ, 'બાપ' હારી ગયા.

કેમ કે તમારી વ્યવસ્થા જૂના પૂર્વગ્રહોમાં સડતી રહી,

અને અસાઈતનો વારસો સત્ય બનીને ગુંજતો રહ્યો.

જે કોળિયે એક દીકરીની આબરૂ બચી,

શું એ જ કોળિયે તમારી સદીઓ જૂની રૂઢિચુસ્તતા અભડાઈ ગઈ ?


*-દિનેશ નાયક 'અક્ષર'*✍️

       *સરડોઈ*

નાયક કુળનું ગૌરવ ગાઈએ

 (દોહરો)


*આદ્યશક્તિની આણ છે, ને હૈયે હરખ અપાર,*

*નાયક કુળનું ગૌરવ ગાઈએ ,જેનો ભવ્ય છે ઇતિહાસ.*


(ભવાઈની દેશી/ઢાળ)


હો... રંગમંચના પાત્રે-પાત્રે, લાયક અમે નાયક છીએ,

મધુર લલકારે ગુંજતા, ગૌરવવંતા ગાયક છીએ...


હો... પાટીદારની પત રાખવા, વટલાયા'તા ઇતિહાસમાં,

એ જ ભવ્ય વિરાસતના, અમે સાચા વાહક છીએ... 


હો... આદિ અનાદિ કાળથી, ઉપાસક આદ્યશક્તિના,

મા બહુચર-અંબાના ચરણે, અમે પરમ સાધક છીએ... 


હો... ચૂડી-ચાંદલે વેશ ધરીને, ભૂંગળના નાદ ગુંજાવતા,

દુનિયાને દર્પણ ધરી, અમે સત્યના વ્યાપક છીએ...

હો... ભક્તિ-જ્ઞાનને પચાવી જાણ્યા, અંતરમાં ઉતાર્યા છે,

સંસ્કૃતિના રક્ષક અમે, ને સાચા પ્રચારક છીએ... 


હો... ભાવ ભોજકનો હૈયે ધરી, વિદ્વતા વ્યાસની મુખે,

હર ચરિત્રને જીવંત કરતા, પ્રભાવક અમે નાયક છીએ... 


 *-દિનેશ નાયક 'અક્ષર'*

        *સરડોઈ*

રવિવાર, 2 નવેમ્બર, 2025

શ્રી રતાબાપુ સાધાણીબાપુ ડાંગર

 શ્રી રતાબાપુ સાધાણીબાપુ ડાંગર(પટેલબાપા ખાખરાળા) 

કે જેને પટેલ સમાજ ને ખાખરાળા મા ઉતારો આપીને વસવાટ કરાવેલ.

 વિક્રમ સંવત.   



1948(ઇ.સ.1891)ના કારતક સુદ11 ગુરુવારે રતાબાપુ સાધાણીબાપુ ડાંગરે કૈલાસવાસ કર્યો.તેમના કારજમા નાત તેડુ કરેલ.તેમના દિકરાઓ  

(મેસુરબાપુ પટેલબાપા, વાલાબાપુ,હદાબાપુ,બિજલબાપુ,હમીરબાપુ)એ રતાબાપા ની સુંદર દેરીબનાવી. જેમા તે સમય ના મોરબી મહારાજ સર વાધજી બહાદુર પધારેલા જેમણે તેમની દેરી મા ચરણ પગલા ની થાપના કરી.

સોમવાર, 18 ઑગસ્ટ, 2025

Tushar Paija- Photo Gallery

एक अघ्यापक कला संस्कृतिके साथ  (Multi talent)

सूत्र- जो त्यागे सो आगे      ,   तेरा कर्म ही तेरी विजय है












































































ભવાઈ 2.O

 નમસ્કાર ભવાઈના ૩૬૫ વેશો લખવાની શરૂઆત કરી રહ્યો છું. કુલ ૩૬૫ વેશો પુસ્તકના બે ભાગમાં પ્રસિદ્ધ થશે. એક વર્ષમાં આ બંને ભાગ પૂર્ણ કરવાની ધારણા ...