ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

નાયક કુળનું ગૌરવ ગાઈએ

 (દોહરો)


*આદ્યશક્તિની આણ છે, ને હૈયે હરખ અપાર,*

*નાયક કુળનું ગૌરવ ગાઈએ ,જેનો ભવ્ય છે ઇતિહાસ.*


(ભવાઈની દેશી/ઢાળ)


હો... રંગમંચના પાત્રે-પાત્રે, લાયક અમે નાયક છીએ,

મધુર લલકારે ગુંજતા, ગૌરવવંતા ગાયક છીએ...


હો... પાટીદારની પત રાખવા, વટલાયા'તા ઇતિહાસમાં,

એ જ ભવ્ય વિરાસતના, અમે સાચા વાહક છીએ... 


હો... આદિ અનાદિ કાળથી, ઉપાસક આદ્યશક્તિના,

મા બહુચર-અંબાના ચરણે, અમે પરમ સાધક છીએ... 


હો... ચૂડી-ચાંદલે વેશ ધરીને, ભૂંગળના નાદ ગુંજાવતા,

દુનિયાને દર્પણ ધરી, અમે સત્યના વ્યાપક છીએ...

હો... ભક્તિ-જ્ઞાનને પચાવી જાણ્યા, અંતરમાં ઉતાર્યા છે,

સંસ્કૃતિના રક્ષક અમે, ને સાચા પ્રચારક છીએ... 


હો... ભાવ ભોજકનો હૈયે ધરી, વિદ્વતા વ્યાસની મુખે,

હર ચરિત્રને જીવંત કરતા, પ્રભાવક અમે નાયક છીએ... 


 *-દિનેશ નાયક 'અક્ષર'*

        *સરડોઈ*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

*સડેલી રૂઢિનો દેશવટો

 * સડેલી રૂઢિનો દેશવટો* એણે ગંગાની લાજ બચાવવા માટે પોતાની જાત હોમી દીધી, પણ તમારી સડેલી રૂઢિચુસ્તતાએ એના મહાન ત્યાગને ભ્રષ્ટ કોળિયો ગણ્યો ને...