*💢વિશ્વ રંગભૂમિ દિવસ💢*
ક્યારેક...
ગામડાંના ચોકમાં ભજવાતી...
ભૂંગળ વાદનથી ગૂંજતી,
તબલા, હાર્મોનિયમ ને કરતાલના સૂરોથી જીવતી,
ભવાઈ આજે શૂન્યતા વેઠે છે.
એક ભવાઈ, જે...
રંગલા રંગલીની તા થૈયા.. તા થૈયા સાથે ધમધમતી,
સામાજિક ને ઇતિહાસની વાત કરતી !
પણ હવે...
પડદા મોટા થયા,
ભવાઈ વેશના શબ્દો જાણે મૂંગા,
કોઈ પૂછે...
ભવાઈ ક્યાં છે?
ઉત્તર એકજ...
ભવાઈની જેમ છેલ્લા શ્વાસ ભરતા કલાકારના ખોળિયામાં... !
હા...હા..
શ્વાસ હજુ શેષ છે
અસાઈતના રક્તમાં વહેલી પરંપરા મરણશય્યાથી
બેઠી થશે...
નવો અવતાર લેશે,
નવી ઓળખ સાથે..
કારણ... આતો ભવની ભવાઈ...
એ કદી મરતી નથી,
એ તો રાહ જોવે છે,
નવા યુગના નટની અને યથાર્થ નાયકની..
*-દિનેશ નાયક 'અક્ષર'*✍️
*સરડોઈ*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો