ભવાઈની ઉત્પત્તિ આશરે સાડાસાતસો વર્ષ પહેલાં થઈ ત્યારથી સમાજમાં ભવાઈનું નિશ્ચિત સ્થાન રહ્યું છે . ગ્રામીણ સમાજમાં ભવાઈ કલાકારો માટે લાગણી હતી . ગામડાં ભવાઈ કલાકારોને નિભાવતા , સારા - માઠા પ્રસંગે તેમને મદદ કરતા અને તેમના વટ - વહેવાર જાળવીને ભવાઈને જીવાડતા . સામા પક્ષે ભવાઈ કલાકારોને યજમાન ગામોમાં યજમાન કુટુંબો સાથે ભાવાત્મક એકતાની લાગણી હતી . યજમાન ગામનો પાડો પણ ગુજરી ગયો હોય તો ભવાઈ - રમત બંધ રહેતી . યજમાન - ગામને બચાવવા ભવાયાએ પ્રાણ ન્યોછાવર કર્યા હોવાનાં ઉદાહરણ પણ છે . વળી ભવાઈ કલાકારોમાં ગુજરાતી રંગભૂમિને સારા સારા કલાકારો પ્રાપ્ત થયા છે . ગુજરાતી રંગભૂ મિનો ઇતિહાસ તપાસીશું તો તેમાં નાયક , ભોજક અને તરગાળાઓએ ઉચ્ચ કલાકારો પૂરા પાડ્યા દેખાશે . ભવાઇની આજ એટલી ઉજજવળ નથી . ગામડાંમાંથી ખેડૂત સમાજ શહેરો ભણી જાય છે . આ સમાજને જુનું ગમતું નથી તેથી ગામડાં , ગ્રામીણ સંસ્કૃતિ સાથે તેમનું માનસિક તાદામ્ય તૂટતું જાય છે . સિનેમાની સામે ભવાદ ટકી શકતી નથી . આમ યજમાનોની વિરકતી અને સબળ હરીફો - અન્ને પરિબળો ભેગાં થવાથી ધીમે ધીમે ભવાઈ થિયેટર તૂટતું જાય છે . ત્રીજું અને મહત્વનું પરિબળ ભવાઈ કલાકારોનું પોતાનું માનસિક પરિવર્ત ન છે . રાતોની રાતોના ઉજાગરા , સતત મુસાફરી , અગવડભરી જિંદગી , ઘરથી દૂર રહેવું અને યજમાનવૃત્તિની અનિશ્ચિત આવકથી કંટાળી ભવાઈ કલાકારો પોતે જ ભવાઈ રમવાની છોડી દઈ , નાની - મોટી નોકરી ધંધામાં લાગી જાય છે . શહેરમાં ગયેલા , ભણેલા , નોકરિયાત ભવાયા - નાયકને પોતાની જ્ઞાતિ અને ભવાઈનો વ્યવસાય નિમ્ન કોટિનો લાગે છે . આમ ખુદ ભવાઈ કલાકારનો જ ભાઈ , પુત્ર કે પૌત્ર ભવાઈથી દૂર થતો જાય છે અને ભવાઈને ધિક્કારતો થઈ જાય છે . ઘણા બધાં ભવાઈ મંડળો નાશ પામ્યાં છે . કેટલાંયે મંડળો ભાંગતાં જાય છે . સંકુચિત મનોવૃત્તિ , કોમની આંતરિક ઈર્ષા , ટૂંકી દષ્ટિને લીધે મંડળો તૂટે છે . યજમાનોનો સબળ ટેકો ન હોવાથી ફરીથી ઊભા થઈ શકતા નથી . પૂરતું ઉત્તેજન ન મળવાથી ભવાઈમાં રસ રહેતો નથી . યુવાન પેઢીને ભવાઈ રમવી નાપસંદ છે . સખત મહેનત , સતત તકેદારી , અભિનયની ઉગ્રતા માટે જહેમતની તૈયારી નથી . ભવાઈની આવતી કાલ અતિ ધુંધળી છે . સમાજ કલાકારોને નિભાવી ન શકે તો કલાને રાજ્યાશ્રય મળવો જોઈએ . જે અત્યારના સંજોગોમાં બહુ આધાર રાખી શકાય તેવું નથી . ભવાઈ કલાકારોને શિષ્યવૃત્તિ , ભવાઈ ભંડળોને સાધનસામગ્રીની મદદ , ભવાઈ કલાકારોને સાધન સરંજામની મદદ , ઉત્તેજન માટે વિશિષ્ટ પારિતોષિકોની યોજનાઓ — આ બધામાં અમારી છેલ્લાં દસ વર્ષની સખત મહેનત છતાં પણ ભવાઈની આવતી કાલ ઉજજવળ જોઈ શકાતી નથી . ભવાઈ કલાકારોમાં પોતાના ધંધા પ્રત્યે ઉદાસીનતા પ્રગટતી જાય છે . નાના બાળકો ભવાઈના વ્યવસાયમાં આવવા ઉસુક નથી તેથી ભવિષ્યમાં સારા ભવાઈ કલાકારો મળવા મુશ્કેલ થશે . સારા સારા મંડળના નાયક પણ પોતાનાં સંતાનોને ભવાઈમાં લાવવા કરતાં નોકરી કે ધંધો કરાવવાનું વધુ પસંદ કરતા હોવાથી પણ નવા કલાકારી મળવા મુશ્કેલ બનશે . આમ ભવાઈ - પરંપરા વિશે અતિ ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે .
સંકલન- પૈજા તુષારભાઈ(વ્યાસ)
મોરબી,ગુજરાત

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો