રવિવાર, 30 મે, 2021

ભવાઈના ઉપયોગ કઈ રીતે થઈ શકે!?!?



ભવાઈના ઉપયોગ વ્યક્તિનું સમષ્ટિમાં વિલિનીકરણ એ કલાની સર્વોચ્ચ સિદ્ધિ છે . ભવાઈને વિસ્તૃત કરી તેને પ્રાદેશિકતાની સંકુચિતતાંમાંથી બહાર કાઢી તેનો લોકજાગૃતિમાં , લોકશિક્ષણના માધ્યમ તરીકે રાષ્ટ્રના ઉત્થાન માટે ફરીથી ઉપયોગ કરી શકાય તો તે એક અતિ ઉપયોગી સાધન - મીડિયા બનશે . ઉપરાંત ભવાઈ જીવંતતા - તાજગી પ્રાપ્ત કરી શકશે . અત્યારે નશાબંધી તેમ જ કુટુંબકલ્યાણના પ્રચાર કાર્ય માટે ભવાઈ ફોર્મનો ઉપયોગ થાય છે પણ તેનો વ્યાપ ટૂંકો છે . કટોકટી પછીના એક સમયમાં મતદારોને જાગૃત કરવા માટે , મતદાન માટે જાગૃત કરવા માટે , કેટલાક શિક્ષિત યુવાનોએ ભવાઈ ફૉર્મ પરથી ‘ સ્ટ્રીટ પ્લે ના ગામેગામ શૉ કરી મતદાન માટે લોકોને જગાડવાનો સારો પ્રયત્ન કર્યો હતો . વિદેશોમાં સમાજના પ્રશ્નો તરફ લોકમત જાગૃત કરવા આ જાતના પ્રયોગો થતા જ હોય છે . આપણી સ્વાયત્ત સંસ્થાઓ પણ નિરક્ષરતા , ભ્રષ્ટાચાર , દહેજ , ગુનાખોરી ત્રાસવાદ , નફાખોરી , કાળાબજાર , દાણચોરી , વવિક્રય જેવા કેટલાયે સળગતા પ્રશ્નો પરત્વે લોકમત કેળવવા આ ભવાઈ કલાનો ઉપયોગ કરી શકે . ભારત તેનાં ગામડાંમાં વસેલું છે . ગ્રામીણ પ્રજા હજુયે ભવાઈ ને લાગણીથી છે જુએ છે . સરકાર , સરકારનું પ્રચાર તંત્ર , ટેલિવિઝન , રેડિયો , અખબારો આ બધાં માધ્યમો ગ્રામીણ જનજાગૃતિ માટે , પ્રૌઢશિક્ષણ માટે , ભારતીય સંસ્કૃતિ માટેની જાગૃતિ અને જાળવણી માટે , અજ્ઞાનતા પ્રત્યે આંગળી ચીંધવા માટે ભવાઈનો સારામાં સારો ઉપયોગ કરી શકે જેથી અનેક ઉમદા હેતુઓ સરશે . ભવાઈનું સામાજિક પુન : પ્રતિષ્ઠા સ્થાપન થશે . લોકોને ભવાઈમાં રસ વધશે . કલાકારોનો ઉત્સાહ જળવાઈ રહેશે અને અમુક અંશે આર્થિક સદ્ધરતા મળતાં ભવાઈ કલાની જીવંતતા વધશે . સંભવિત બીજા ભયસ્થાનોને નજર સામે રાખીને તેનાથી ચેતતા રહીને પણ ભવાઈ ને જીવંત રાખવા તેનો રાષ્ટ્રીય ઉત્થાનમાં ઉપયોગ કરવો રહ્યો .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અતુલ્ય વારસો

 તા. 4.12.2025 ગુરુવાર