સોમવાર, 26 ડિસેમ્બર, 2022

રંગમંચ પર હર પાત્રને લાયક છીએ અમે

 રંગમંચ પર હર પાત્રને લાયક છીએ અમે,

ગીત મધુરાં લલકારતા ગાયક છીએ અમે.

પાટીદારની પત રાખવા વટલાયા હતા અમે,

એ ગૌરવવંતા ઇતિહાસના વાહક છીએ અમે.

આદિ અનાદિથી ઉપાસક આદ્યશક્તિના રહ્યા,

માં બહુચર અને અંબાના સાધક છીએ અમે.

ચૂડી,ચાંદલોને ભુંગળ ઓળખ અમારી નોખી,

દુનિયાને દર્પણ ધરનારા વ્યાપક છીએ અમે.

ભક્તિ અને જ્ઞાન પચાવી જાણ્યું છે એટલે,

સંસ્કૃતિ નિર્માણના સાચાં પ્રચારક છીએ અમે.

ભાવ ભોજકનો છે વેદ વિદ્વતા વ્યાસની છે,

તેથી દરેક ચરિત્ર તણા પ્રભાવક છીએ અમે.

અક્ષર કહે ઔદિચ્ય ગોત્રને છઠ્ઠા પદના ધણી,

અસાઈત ઠાકરના વંશજ નાયક છીએ અમે.


            - દિનેશ નાયક "અક્ષર"

                   સરડોઈ


રવિવાર, 30 જાન્યુઆરી, 2022

હરિભાઈ વ્યાસની ચિર વિદાય




 ગુજરાતની પોતીકી કલા એટલે ભવાઈ કલા જેમાં પુરુષ જ સ્ત્રીપાત્ર ભજવે પણ શું મજાલ છે, કે કોઈ કળી જાય કે આ પુરુષ છે તેવું સ્ત્રીપાત્ર કરે તેનાં લટકા મટકા પ્રેક્ષકોના મન મોહિલે તો ભરપૂર મનોરંજનને સમાજ દર્પણ તેની બદીઓ દારૂબંધી કે ધુમ્રપાન કે અન્ય બદીઓ વિશે સમાજમાં જાગૃતતા લાવે તો ઇતિહાસિક નાટકો ભજવે આવી ભવાઈ કલાના ભીષ્મપિતા સમા હરિભાઈ કાનજીભાઈ પૈજા તેઓ 14 વર્ષની નાની વયેજ ભવાઈ કલામાં જોતરાઈ ગયા હતા મોરબી જીલ્લાનાં ખાખરાળા ગામનાં વતની તેઓ સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળના નાયક હતા તેઓ રાવણનું પાત્ર ભજવે ત્યારે ધરતી ધ્રુજાવેને તેની વિકરાળ ભાષાથી ઓડિયન્સ થોડી વાર વિચારમાં પડી જાય આવા અદ્ભૂત કલાકાર હરિભાઈ વ્યાસ અભણ હતા છતા તમામ ડાયલોગ મોઢેજ હોય આથી તેઓ ભવાઈ કલાને દેશને વિદેશ અમેરિકા, ઇંગ્લેન્ડ, ઈરાન વેસ્ટ ઇન્ડીઝ જેવા દેશમાં ભવાઈ કલા બતાવી આજીવન ભવાઈ કલાને જીવંત રાખવા માટે પ્રયાશો કરેલને તેમની ભવાઈ કલાથી ઘણાં સન્માનો મળેલ તેવા ભવાઈ કલાકાર હરિભાઈ વ્યાસ તા, 26/01/2022 ના રોજ ફાની દુનિયા છોડી સ્વર્ગવાસ સિધાવ્યા છે તેની પાછળ તેમનાં સુપુત્ર ભવાઈ કલાના સુપર સ્ટાર વિક્રમ વ્યાસ આ ભવાઈ કલાને ચોક્કસ આગળ ધપાવશે તેમ છતા હરિભાઈની ખોટ તો આજીવન રેશે. હરિભાઈ વ્યાસની જીવન ઝરમર આજના ફૂલછાબના તંત્રી Kaushik Mehta એ  ભાટી એન પાસે આલેખન તસવીર સાથેનો વિસ્તૃત આર્ટકલ વાંચો... તસવીર આલેખન : ભાટી એન. 

નોંધ... હું ને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ ખુબ હરિભાઈની ભવાઈ કલા માણી છે, આથી હું ભાટી એન. અને જોરાવરસિંહ જાદવ તહેદિલથી હરિભાઈને શ્રદ્ધાજલિ આર્પીએ છીએ 🙏🙏🙏. ૐ નમઃ સિવાય.

મંગળવાર, 23 નવેમ્બર, 2021

બરોડા સૈયજીરાવ યુનિવર્સિટી

 મચ્છુકાંઠા મોરબીના ભવાઈ કલાકારો.. કુછ લમ્હે

ફોટોગ્રાફ 1980ની સાલના છે.જે પ્રોગ્રામ  આર્ટ્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડામાં  કાર્યક્રમ કરેલ...ફોટોગ્રાફી- મશહૂર ચિત્રકાર -#જ્યોતિન્દ્ર_ભટ્ટ , અને ફોટોગ્રાફી મોકલનાર- નિર્મલભાઈ બસિયા અને સંપાદક-#પૈજા_તુષારભાઈ...

આ ફોટાઓમાં ભવાઈને નવી ઊંચાઈએ લઈ જનાર કલાકારો છે...આ તસ્વીરોમાં કાનગોપી વેશ , જસમા ઓડણ, મૈયારી, નાગમતી નાગવાલો તથા અન્ય   વેશો છે....















































બુધવાર, 2 જૂન, 2021

દેશ બદલ્યા, વેશ બદલ્યા, બદલી અમ તણી જાત,

 આપણો ભાતીગળ લોક વારસો લોક ભવાઇ નો  સુવર્ણ ઇતિહાસ,,,,,,,,,

રાજેશભાઇ કુકરવાડિયા ની કલમે,,,, 

ટાઇટલ,,,,, 

દેશ બદલ્યા, વેશ બદલ્યા, બદલી અમ તણી જાત,

રક્ષતા શિયળ પાટીદાર દિકરી નુ, અમ રક્ષા કરે ઉમિયા માત,,,,,, 

               ,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  

ભવાઇ તણી  ભક્તિ ની, શરૂઆત ગાવણા થી થાય,

ત્યારે ચારે દિશા ના દેવી દેવતાઓ ઓ ને વાયક અપાય


ભુંગળ કેરા નાદ અને સાખી શબ્દો નુ ઉચ્ચારણ થાય

સર્વ સ્નેહીજનો ને આ રીતે અમ કેરી જાણકારી અપાય,


સમી સાંજે વાજા સાથે અમારી માતાજી ની વંદના થાય,

પખવાઝ, ઢોલક ના તાલ સાથે ભુંગળ ના નાદ થાય,


ઘૂઘરા બાંધી ઓઢણી ઓઢી માઁ બહુચર ને યાદ કરાય,

રાત્રી ના ચાર પહોર ત્યાર થી અમારું પુરુષ તત્વ હણાય 


ગણેશ જી ના વેષ થી ભવાઇ કાર્યક્રમ ના શ્રી ગણેશ થાય,

રાત્રી ના ચાર પહોર સુધી લોક ભવાઇ નિર્વિઘ્ને  ભજવાય,


બાદશાહ જેવો બાદશાહ સાચી સમજણ આપે સૌને શાન માં,

કરે ડાગલા નો અભિનય સુજ્ઞ સભા સમક્ષ  પાત્ર ના માન માં,


સૂત્રધાર આપે વ્યાખ્યા ભવાઇ ની સંગીત તણા તાલ માં,

સ્તુતિ,વંદના ભાવ થી નાટક ભજવાય સ્નેહીજનો ના વ્હાલ માં


મહિયારી બની વેચે મહી નારી ,બિચારી પતી હિત કાજ,

સંદેશ આપે સમાજ ને, રાખે નિજ પરિવાર ની લાજ,


જન જાગૃતિ ના વેષ થકી, સમાજ માં લાવ્યા જાગૃતિ અપાર,

સત્ય ઘટનાઓ ઉજાગર કરી, મેળવ્યા માન અપાર,


અભણ અને અસ્પૃશ્યતા નો હતો એ સમય નો યુગ,

બતાવી અમે વાસ્તવિકતા અને દૂર કરી ખોટી સમજ ની સૂગ


એ સમય નુ દર્પણ જે બતાવતું સમાજ ને પ્રત્યક્ષ ચિત્ર,

સાચી વાતો સચોટ બતાવીઆપ્યા તારણ ના સ્પષ્ટ ચિત્ર


ત્રણસો ને સાઈઠ વેષ દાદા અસાઇત ની કલમે લખાય,

રામદેવપીર નો વેષ ભવાઇ માં સૌથી જુનો વેષ ગણાય,



કજોડાં ના વેષ થકી, દૂર કર્યાં જગત ના જુઠા રીતી રિવાજ 

પૃથ્વીરાજ ના નાટક થી કુસુંપ દૂર થયા ના છે પુરાવા આજ,


વણઝારા ના વેષ અને ઝંડા પુરબીયા ખુબ ગયા ભજવાય,

સંસ્કૃતિ આ સૌથી જુની, સદીઓ થી રહી છે પીરસાય,


ઘર ઘૂંઘટ ને ઘરચોળું બતાવી પરિવાર હિત ની વાત,

સ્ત્રી ના ત્રાસ થી સ્ત્રી ની થતી  અધોગતિ ની કરી વાત,


રાણો અને કુંવર નાટક માં બતાવ્યો પ્રેમ નો અમર ઇતિહાસ,

સાચો પ્રેમ બતાવે એમાં નહિ વિસય વાસના ની વાત,


હરિચંદ્ર તારામતી બતાવી ગયા જગત માં સત્ય ની ટેક,

મોહન દાસ ગાંધી વિસ્મય પામ્યા લીધી સત્યતા ની ટેક,


સંગીત સાથે નૃત્ય એમાં કલા અનેક પ્રકાર ની પીરસાય,

સુર તાલ અને લય ના સંયમ સાથે તાલબદ્ધ માણી શકાય,


કાચ નો શીશો શિર પર ધરે, જે ચારે દિશા માં ઉતારાય,

તલવાર ધાર થી આંજણ આંજી આંખ માં જોખમ લેવાય,


છત્તર મોતિ ના નુખસા એ મુખ થકી ચડ ઉત્તર થાય,

સાડી માંથી પક્ષી બને જમીન માં મોર ના ચિત્ર દોરાય,


આવી અનેક કલા છે જેના તાલ જરા પણ ન ચૂકાય,

સંગીત અને ગાયન સાથે નૃત્ય માં તાલ બહાર ન જવાય 


મધ્ય રાત્રી ના સમય માં ભજવીએ માતાજી નો વેષ,

રક્ષા કરે માઁ ભગવતી રહે અમ સંગાથ માવડી દેશ પરદેશ,


ચા પાણી ના ઇન્ટર માં અમે ખુબ ભજવતા મદારી નો વેષ,

માંગો એ વસ્તુ કાઢી બતાવે,એનો  હતો ખાસ પહેરવેશ,


સખી આવે લટકા કરતી, ગોળ ગોળ ઘૂમે માટલુ સંગીત સંગાથ,

નિત નવા ગીત સંગીત પીરસે અને કરે રમૂજ ભરી ખુબ વાત,


રામ રાજ્ય ના નાટક માં મર્યાદા અને ખટપટીયા ની થાય વાત,

સુખ દુઃખ સહનશીલતા ઉદાહરણ  આપવા કરી રામ સીતા ની વાત


દિકરી ઓ વેચાણ થતાં, કુડા હતા એ રીતી રિવાજ,

ભવાઇ થકી દિશા બદલી, જેના અનેક પ્રમાણ છે આજ,


સુરતા વીરતા કરુણતા સાથે સંગીત ના તાલ સચવાય,

આવી કલા બીજે જોવા ન મલે જે ભવાઇ માં ભજવાય


કાનગોપી ના વેષ ભજવી સવારે પ્રભાતિયા પણ ગવાય, 

વળી રામદે ના વેશ  માં અઢારેય  વરણ ની વાત થાય,


રામ રાવણ વેષ ઉગતા દિવસ માં ભજવાય,

જેમાં મલ્લ તણા યુદ્ધ ખુબ રોમાંચક રીતે થાય,


હાલરડાં ગાવા નાયકો યજમાન ને આંગણીયે જાય,

ઉમિયા બહુચર આપે આશિષ યજમાન રાજી થાય,


મંદિર દેવળ હોય ગામ માં ત્યાં માઁ નો મજરો કરવા જાય,

માતાજી ની વંદના થકી નાયકો ને  રૂડા  આશિષ મળી જાય,


ઘૂઘરો છોડી માઁ ના પારે, અમારું પુરુષ તત્વ પાછું મગાય,

આમ ભવાઇ કેરી જાતર માં રોજ ભગવતી ની કૃપા થાય,


" રાજ " દેશ બદલ્યા,વેષ બદલ્યા, બદલાવી અમ જાત,

બચાવી દિકરી પાટીદાર ની, અમ તણી રક્ષા કરે ઉમિયા માત 


રચના,,,,, 

રાજેશભાઇ એસ કુકરવાડિયા,

( વ્યાસ ) ધ્રુવનગર,,, મોરબી

મંગળવાર, 1 જૂન, 2021

ભવાઇ કલયુગ માં પણ થઇ રહી છે સવાઇ

 આઈ ઉતર્યા અવની પર, આપ્યા  અણમોલ વરદાન,

જાતર થકી તરજો , તમે સૌ  અસાઇત તણા બાળ,


ચૂડી, ચાંદલો,અને આ ચૂંદડી પહેરજો ચાચર ચોક,

આ ભુંગળ કેરો નાદ સુણી ઉમટશે  જગત ના લોક 


વેદ શાસ્ત્ર અને વાણી,  અમ વ્યવસાય તણો આધાર,

માઁ ભગવતી ભક્તિ થકી, અમે ઝીલી એ બધા પડકાર,


મુખે વસે માઁ સરસ્વતી, અમે તો વાણી થકી ઓળખાય,

ઉમિયા બહુચર ના આશિષ થકી  અમ શક્તિ પરખાય,


દુષણો ડામવા દુનિયા માં દાદા અસાઇતે  કર્યો નીર્ધાર ,

મીટાવ્યા કુ રિવાજો સમાજ માં કર્યાં સુધારણા અપાર,


સંગીત, શાસ્ત્ર,સાહિત્ય અને કલા ના કામણગાર,

વિધ વિધ ભજવી વેષ કર્યા લોકો ને માહિત ગાર


" રાજ' આધુનિક યુગ માં આશિષ ના મળી રહ્યા છે પ્રમાણ 

ભવ ની વહી ભવાઇ કલયુગ માં પણ થઇ રહી છે સવાઇ


રચના,,,,,,, 

રાજેશભાઇ એસ કુકરવાડિયા,

( વ્યાસ ) ધ્રુવનગર,, મોરબી

સોમવાર, 31 મે, 2021

અખંડ વારસો લોક ભવાઇ



લુપ્ત થયા ઘણા વારસા અને વ્યવસાય,સમય તણા પ્રવાહ માં,

આજે ભવાઇ થઇ રહી સવાઇ,  આ છે પુરાવા ભગવતી ના પ્રમાણ ના


નથી માત્ર લોક વારસો,છે આશિષ ઉમિયા માત ના,

શિયાળ બચાવવા દિકરી નુ,વટલાય ગયા જાત માં ,


વરદાન સાથે વ્યવસાય, માત્ર એક ભવાઇ તણા સાથ માં,

જન જાગૃતિ અને સત્યતા પીરસી,અમે ભવાઇ ની સંગાથ માં,


છે ઉજળા ઇતિહાસ નો ગર્વ  અમને,આજ પણ નિજ જાત માં 

"રાજ " વડવા ઓ કંઇક ખપી ગયા,સમાજ સુધારણા કાજ માં


રચના,,,, 

રાજેશભાઇ એસ કુકરવાડિયા,

( વ્યાસ ) ધ્રુવનગર,, મોરબી

ભવાઈ 2.O

 નમસ્કાર ભવાઈના ૩૬૫ વેશો લખવાની શરૂઆત કરી રહ્યો છું. કુલ ૩૬૫ વેશો પુસ્તકના બે ભાગમાં પ્રસિદ્ધ થશે. એક વર્ષમાં આ બંને ભાગ પૂર્ણ કરવાની ધારણા ...