શનિવાર, 7 જૂન, 2025

પ્રાગજી બાપા ખાખરાળા, નવલખી રોડ

 """"""""""""""""""""""""""""""""""""""""



એલા પાગા? શંકર ભગવાન ને 

કેને કે થોડો વરસાદ વરસાવે તો 

મુરઝાતિ મોલાત  ને જીવત દાન 

મળે ને વરહ નું કાંઇક સુજે  અરે

મારા બાપલિયા હું કયાં એવો મોટો ભગત છું કે મારી વાત ભોળિયોનાથ કાને ધરે  ના પણ

તું ભગવાન નો ભગત છો તો મને

થિયુ કે ભગત ની ધા ભગવાન જરૂર થી સાંભળે ભલે બાપા અરજ કરીશ આટલુ બોલી ઉતાવળા પગે ભગત શિવ દર્શને 

આવે છે ભગવાના ચરણે માથુ 

નમાવી પાર્થના કરી માળા ફેરવવા 

લાગે છે બપોરા નું ટાણુ થઈ ગયુ 

મંદિરના પુજારી કહે છે પાગા ભગત બપોરા કરવા જાયશુ  ને 

ના બાપા મારાથી હવે અન્નનો દાણો મોમાં નો મુકાઇ  હવે તો 

ભોળિયોનાથ વરસાદ વરસાવે 

તો અન્ન્  ખવાઇ અરે ભગત  ભગવાન સામે આવી હઠ હોય 

ના મેતો પ્રભુ પાસે ધા નાખી છે

ગામ આખા માં વાત ફેલાઈ જાય 

છે કે પાગા ભગત શિવમંદિરે 

વરસાદ ન આવે ત્યાં સુધી અન્ન ની આ ખળી  લય ને બેઠા છે 

ગામનું માજન  ભાયુ કુટુંબ ગામના 

આગેવાનો ભગત ને સમજાવે છે 

પણ ભગત એક ના બે થતા નથી 

આજ ત્રીજો દિવસ પુરો થાય છે 

ભગતે મોઢામાં કાંઈ લીધુ નથી 

ચોથો દિવસ પસાર થાય છે એમ 

પાંચમા દિવસ ની રાત પળી ને

ઇશાન દિશામાં એક ગાય ની ખરી 

જેવળી  વાદળી ચળી ને થાતા થાતા આખા આભા મંડળ માં ફેલાઈ ગઈ જેમ ખટપટિયો માણસ ઉગમણા ઝાંપે થી પળી 

નાની વાત ને આથમણા ઝાંપા સુધી માં મોટી કરીને ફેલાવી દિયે 

એમ વાદળી ફેલાઈ ગઈ વીજળી નાં ચમકારા થાવા લાગ્યા વાદળ નાં ગળગળાટ  સાથે ધરતી નો ધણી મેહુલિયો  ઠમ ઠમ ફોરે વરહવા  મંડાણો એમ કરતાં કરતાં

વરસાદ ની ઢળી લાગી ગઈ મલક 

બધામાં આનંદ પથરાય ગ્યો 

ગામેરૂ માણસો ચોકમાં ભેળા થઈ ગયા ઢોલ નગારા પખવાજ ને અબીલ ગુલાલ સાથે વાજતે ગાજતે ભગત ને સામયા  કરી પારણા કરાવી ઘેર લાવ્યા ભગતે 

તુલસી વિવાહ કર્યો થોળા સમયે 

પુત્ર નું અવશાન થયુ પત્ની પણ લાંબા ગામતરે  સિધાવ્યા સંસાર ઉપર થી મન ઉઠી ગ્યુ સર્પ જેમ કાંચળી ઉતારે તેમ સંસાર તજી દીધો બાજુ નાં ગામ બગથળા  માં

આવેલી નકલંક ની જગ્યા માં આવી સેવા ધર્મ સ્વીકારી યો 

જગ્યા નાં ગાદીપતિ થઈ ગાદી ને

શોભાવી વિક્રમ સંવત ૨૦૩૧ મહાસુદ ત્રીજ ને રવિવાર ઇ. સ. 

૧૯૮૦ નાં દિવસે આ મહામાનવને

પ્રુથ્વી પર થી મહાપ્રયાણ કર્યુ 

ખાખરાળા નાં મહાનસંત પ્રાગજી 

બાપા નાં ચરણો માં મનહર વ્યાસ 

શત કોટી વંદન  પ્રાગજી બાપા એ

જ્યાં તપસ્યા કરી તે શિવાલય આજે પણ અડીખમ ઊભુ છે બાજુ માં સુંદર મજાનુ સરોવર છે 

મંદિરના પટાંગણમાં પીપળા નુ સુંદર મજાનુ વ્રુક્ષ આવેલ છે આ

શિવાલય આખા ખાખરાળા ગામનું આસ્થાનું કેન્દ્ર છે 

*********જય સચ્ચિદાનંદ*****

સરોવર કાંઠે શોભતું;સુંદર શિવનું ધામ 

સદાય તને નમન કરે ;આખુ ખાખરાળા ગામ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ભવાઈ 2.O

 નમસ્કાર ભવાઈના ૩૬૫ વેશો લખવાની શરૂઆત કરી રહ્યો છું. કુલ ૩૬૫ વેશો પુસ્તકના બે ભાગમાં પ્રસિદ્ધ થશે. એક વર્ષમાં આ બંને ભાગ પૂર્ણ કરવાની ધારણા ...