રવિવાર, 30 મે, 2021

દરબાર બંધુક લઈને ને મંગળરાજ ના પાત્ર ને ભડાકે દેવા ઉભા થઇ ગયા

 વરસો પહેલા ની વાત,,,,, 

પડધરી તાબા ના વિસામણ ગામ માં આરાસુરી લોક ભવાઇ મંડળ (નાના રામપર ) નો ભવાઇ કાર્યક્રમ હતો,

               જે માં ગામ લોકો ની માંગણી મુજબ જય ચિતોડ નાટક ભજવવા નુ નક્કી કરવા માં આવ્યું 

                             જય ચિતોડ નાટક  માં સુખદેવભાઇ ( નાના રામપર હાલ,,, ધ્રુવનગર )દ્રારા  મંગળરાજ ના પાત્ર ની  એટલી હદે ઓરીજનલીટી સાથે ક્રૂરતા બતાવવા માં આવેલ જે  ગામ ના એક દરબાર ને વાસ્તવિક ચિત્ર પ્રસ્થાપિત હોય એવું ચિત્ર ખડું કરી દીધું એવુ લાગ્યું 

                     જેસહન ન થતા  ઓરિજિનાલીટી ભજવતા ગામ ના દરબાર બંધુક લઈને ને મંગળરાજ ના પાત્ર ને ભડાકે દેવા ઉભા થઇ ગયા ત્યાં બાજુમાં બેઠેલા સરપંચ શ્રી એ દરબાર ને બથ ભરી લીધી કે બાપુ આ તો આપણા વ્યાસ  સુખદેવભાઇ છે આપણા વ્યાસ,,,,, 

બાપુ ને ખુબ પસ્તાવો થયો કે હુ અત્યાચાર સહન ન કરી શકુ અમારી હાજરી માં  સગા બાપ ઉપર અત્યાચાર કરે એવા દિકરા ને ભડાકે દેવો જોઇ એ એવુ મને લાગ્યું 

હુ ભાન ભૂલી ગયો સુખદેવભાઇ આપ તો બ્રહ્મદેવ છો પૂજનીય છો, પણ ધન્ય છે તમારી કલા ને કે અમારા જેવા વ્યક્તિ ઓ ને સીધી અસર કરે તેવી કલા પીરસો છો,,,,, 

જય હો ભવાઇ,,,, જય હો કલાકાર,,,, 


સંકલન,,, લેખક,,,,, 

રાજેશભાઇ એસ વ્યાસ,,, 

ધ્રુવનગર,,,, મોરબી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ભવાઈ 2.O

 નમસ્કાર ભવાઈના ૩૬૫ વેશો લખવાની શરૂઆત કરી રહ્યો છું. કુલ ૩૬૫ વેશો પુસ્તકના બે ભાગમાં પ્રસિદ્ધ થશે. એક વર્ષમાં આ બંને ભાગ પૂર્ણ કરવાની ધારણા ...