શુક્રવાર, 28 મે, 2021

લોક ભવાઈ માં સત્ય ઘટના નો પ્રસંગ

 લોક ભવાઈ માં સત્ય ઘટના નો પ્રસંગ,,,,,, 

મામા સાહેબ ની માયાનગરી માં ભજવી ભવાઈ 

                             સૌરાષ્ટ્ર માં મોરબી થી  રાજકોટ તરફ જતા હાઇવે ઉપર લજાઈ અને ધ્રુવ નગર ગામ વચ્ચે તેરનાળા પાસે જીવામામા ની જગ્યા આવેલ છે 

               જીવા મામા વાલ્મિકી  સમાજ નો અમર ઇતિહાસ સમી આ જગ્યા માં આજે પણ લોકો ખુબ જ઼ શ્રદ્ધા અને ભાવ થી લોકો દર્શન કરવા આવે છે 

            વડીલો પાસે થી જાણવા મળેલ ઇતિહાસ મુજબ ગાયો ની  વ્હારે ચડેલા જીવા મામા ના શરીર ના અંગો અલગ અલગ ત્રણ જગ્યા એ પડ્યા અને એ આજે પણ મોજુદ છે 

        યુદ્ધ માં ખુમારી બતાવતા બતાવતા તેમનો એક હાથ ટંકારા ગામ ના ઉગમણા ઝાંપે, અને માથું ધ્રુવનગર ગામ પાસે જ્યાં હાલ જગ્યા મોજુદ છે અને આજે પૂજાય છે ત્યાં માથું વઢાય ગયા પછી એમનું ધડ લડતા લડતા ધ્રુવનગર ગામ થી અઢી કિલોમીટર દૂર ચાર ગામ ની સિમ એટલે કે  હડમતીયા ગામ ની સીમ માં પડેલ જ્યાં પણ આજે જીવા મામા પૂજાય છે

       વર્ષો પહેલા નો બનાવ છે મચ્છુ કાંઠા વિસ્તાર નું હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ તેમના વ્યવસાય અર્થે લજાઈ ગામ માં ભવાઈ નો પ્રોગ્રામ કરવા આવેલ અને ગામ માં અઘટિત બનાવ બન્યો 

   પહેલા ના જમાના માં ખેતી કુવા ના પાણી પર આધારિત હતી અને કુવા માં થી કોહ દ્વારા પાણી ઉપાડવા માં આવતું 

          હવેં ની નવી પેઢી ને કદાચ ખ્યાલ નહીં હોય કે કોહ એટલે શું  

       એ કોહ ને નાડા દ્વારા ખેંચી પાણી નું સિંચન થતું એ નાડું તૂટતાં વીસ વરસ નો પટેલ નો યુવાન કુવા માં પાડતા મૃત્યુ પામેલ અને ભવાઈ નો પ્રોગામ નહીં થઇ શકવાના કારણે ભવાઈ મંડળ બીજા ગામ તરફ પ્રયાણ કરેલ

              ઘોડા લઈ ને નીકળેલા વ્યાસજી ને રસ્તા માં એક ગામ નજરે પડે છે નાયક ને થયું ગામ તો નાનું દેખાય છે પણ કિસ્મત હોય તે મળી જશે ચાલો પૂછતાં જઈએ 

         ગામ ના ઝાંપે તપાસ કરે છે કે ભાઈ ગામ ના મોભી કોણ છે અમે વ્યાસજી છીએ, બાજુના ગામ લજાઈ માં અમારો પ્રોગ્રામ હતો પરંતુ ગામ માં અઘટિત બનાવ બનતા અમારે ગામ માં રોકાણ કરવું તે પણ વ્યાજબી ન ગણાય,

                   સાંજ નો સમય છે થોડું મોડું થઈ ગયું છે તો મુખી નું ઘર બતાવો અમારે રમત નું પૂછવું છે 

          ગામ ના કહે જીવમામા ને પુછી લો એટલે કોઈ ને પૂછવા નું રહે નહીં 

     વ્યાસજી જીવામામા ની ડેલી એ જાય છે જીવામામા વ્યાસજી ને આદર સત્કાર આપે છે અને વ્યાસજી પોતાની રજુઆત કરે છે કે મામા અમે આ માટે આવ્યા છીએ 

         જીવા મામાં કહે કાંઈ વાંધો નહીં તમારા ભાગ્ય માં હશે તે થઇ જશે,, રમી નાખો 

       રાત્રે નાટક એક નાટક પુરુ થાય છે પછી જીવામામા નાયક ને પૂછે છે કે હવેં બીજો કયો વેષ ભજવવા નો છે 

                 એ સમય માં મચ્છુ કાંઠા વિસ્તાર ના તમામ મંડળો માં એક નાટક પુરુ થાય પછીમાતાજી નો વેષ ફરજીયાત હતો

          નાયક જણાવે છે કે મામા હવેં દસ પંદર મિનિટ ના ચા પાણી ના વિરામ બાદ અમારા નિત્યક્ર્મ મુજબ માતાજી નો વેષ આવશે ત્યાર બાદ આપ કહો એ મુજબ નું નાટક ભજવીશું 

    મામા કહે માતાજી નો વેષ નહીં તમે તમારું નાટક મૂકી દયો, નાયક કહે છે મામા અમારે માતાજી નો વેષ ફરજીયાત હોય અમારે માતાજી નો વેષ તો ભજવવો પડે ત્યારે મામા કહે છે રહેવા દયો વ્યાસજી મને ઓળખે છે આ કોઈ ગામ નથી આતો મારી માયા થી બનાવેલી માયાનગરી છે જાવ ભજવો વેષ 

     આટલું બોલે છે ત્યાંતો ગામ આખું અદ્રસ્ય થાય છે બાવળ નીચે  વ્યાસજી ના ઘોડા બાંધેલા દેખાય છે વ્યાસજી બધા પણ ખુલ્લા મેદાન માં આ ચમત્કારિક બનાવ જોઈ વ્યાસ ભાઈઓ ત્યાંથી રાત્રે જ઼ નીકળી જાય છે 

               ત્યારે ધ્રુવનગર ગામ નો વસવાટ ન હતો એટલે પહેલું ગામ ટંકારા આવતું, વહેલી સવારે ટંકારા ની સીમ માં દેવીપૂજક ના લોકો પોતાના ખેતર માં બકાલું ભરતા હતા ત્યાં વ્યાસજી આવી ને સઘળી વાત કરે છે 

       દેવીપૂજક ભાઈઓ જણાવે છે કે હા ત્યાં જીવામામા જાગ્રત છે અને લોકો ના કામ પણ થાય છે 

       હાલ માં પણ કોઇપણ જાત નો તાવ હોય તો લોકો જીવામામા ની માનતા રાખે છે માનતા માં બાજરા નો રોટલો અને ડુંગળી નો દડો હાલ માં પણ અનેક લોકો માનતા એ આવે છે અને હાલ તો ખુબ જ઼ વિશાળ જગ્યા માં ખુબ જ઼ વિકાસ થયો છે ગૌશાળા પણ ચાલે છે 

    મોરબી થી રાજકોટ તરફ જતા પંદર કિલોમીટર ના અંતરે જીવામામા ની જગ્યા આવેલ છે 



સંકલન અને લેખક 

રાજેશભાઇ એસ કુકરવાડિયા

ધ્રુવનગર મોરબી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અતુલ્ય વારસો

 તા. 4.12.2025 ગુરુવાર