AI video stoty👈open This click વિશ્વ રંગ ભૂમિ ના દિવસે,,,,,
અમર પાળીયા તણો ઇતિહાસ
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
જેની રગે રગ માં વીર રસ વહે,રંગ ભૂમિ ની મોજાર,
પાળીયો થઇ પૂજાય પાધરે, ધરી ત્રિકમજી એ હાથ તલવાર,,,
છે ઉજળો ઇતિહાસ ભવાઇ નો, બગથળા રૂડા ગામ,
પાળીયો થઇ પૂજાય વ્યાસ અમારો,ત્રિકમજી રૂડા નામ
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
બગથળા ગામ ના પાધરે આજ પણ જેનો પાળીયો મોજુદ છે
એવા વીર વર પુરુષ ત્રિકમજી દાદા વ્યાસ ને યાદ કરીએ
વરસો પહેલા બહારવટિયા અને લૂંટારુ ઓ દ્વારા ગામ ભાંગવા ના અનેક બનાવો ઇતિહાસ ના પાને આપણ ને વાંચવા મળે છે
વરસો પહેલા ની વાત છે બગથળા ગામ ને આંગણે ભવાઇ નો પ્રોગ્રામ રાખવા માં આવેલ અને રાત્રી ના સમયે ધાડપાડુ ઓ ગામ ભાંગવા આવ્યા
એમ કહેવાય કે જામગરી બંધુકો ને જેના ખભે લટકાય રહી છે તલવાર, ભાલા, બરછી જેવા હથિયાર સાથે ઘોડા છલંગ મારી સીધા જ માણસો ની વચ્ચે જન મેદની માં ધડાન્ગ ધડાન્ગ જામગરી બંધુક ના અવાજો થાય છે
ભવાઇ નો પ્રોગ્રામ હોય લોકો માં અફરાતફરી અને ભાગાભાગી મચી ગઇ
ભવાઇ કલાકારો ને પણ પોતાના ના ઉતારા માં જતા રહેવા ચેતવણી આપવા માં આવી ત્યારે વીરરસ જેની રગેરગ માં વહેતો હોય અને પોતાના પાત્ર ની મર્યાદા નો ભંગ ન થાય એ હેતુ સર ત્રિકમજી નામના વ્યાસ દ્વારા ધાડપાડુ ઓ ને સાવધાન થઇ જવા ચેતવણી આપવામાં આવે છે
કે હુ અત્યારે અહીં, રાજા ના પાત્ર માં છું અહીંયા રહેલી અને આ ગામ ની પ્રજા બધી મારી રૈયત છે
જ્યાં સુધી મારાં ખોળિયા માં પ્રાણ છે ત્યાં સુધી હુ ગામ નહીં ભાંગવા દવ
ત્યારે ધાડપાડુ હસે છે અને ત્રિકમજી વ્યાસ ની હાંસી ઉડાવી કહે છે કે હે બ્રાહ્મણ તને તારોં જીવ વ્હાલો હોય તો મેદાન મુકી ચાલ્યો જા એમ રાજા ના કપડાં પહેરી ને રાજા ન થઇ જવાય
નહિતર અમારે તારી જનોઇ ની દયા રાખ્યા વિના હાથ ઉપાડવો પડશે
ત્યારે ત્રિકમજી વ્યાસ ચેલેન્જ કરે છે કે ખરેખર તમારા માં મર્દાઇ ભરી હોય તો એક પછી એક મારી સામે આવો જો મારી રૈયત ની ખાતર આજ વેતરી નો નાખું તો તો મારું પાત્ર લાજે
બહારવટિયા ત્રિકમજી વ્યાસ ની વાત ને હળવાશ માં લઇ એક પછી એક એમ ત્રિકમજી વ્યાસ ના હાથે ચાર ના માથા વઢાય જાય છે
પછી તો હાહાકાર મચી જાય છે અને દુશમ્નો ના મન માં ફફડાટ વ્યાપી જાય છે અને ભય ઉભો થાય છે કે આતો એક પછી એક બધાને મારી નાખશે
એટલે એક સામટા બધા જ દગો રચે છે અને ત્રિકમજી વ્યાસ ઉપર તૂટી પડે છે
એમના ચાર સાથીદારો નો લોથ વળી જતા ગામ ભાંગ્યા વિના જ ચાલ્યા જાય છે
અને આમ એક પાત્ર ની મર્યાદા અને તાકાત શું હોય છે રાજા અને પ્રજા વચ્ચે ની પ્રિતી શું હોય છે,યજમાન અને વ્યાસ જ્ઞાતિ નો સબંધ શું હોય છે એનો અદ્ભૂત દાખલો આ દુનિયા માં બેસાડી એક ગૌરવ વંતો ઇતિહાસ રચતા ગયા
આજે પણ બગથળા ગામ માં ત્રિકમજી વ્યાસ નો પાળીયો મોજુદ છે અને ઘણા લોકો એની માનતા પણ રાખે છે
,,,,,,,,,,, બિરદાવલી,,,,,,,,,
ભવાઇ ભજવતા ભાવ થી, જેના અનેક છે ઇતિહાસ,
ઉજાગર કરવો મારે આજ એક
એમાં નો જ છે ઇતિહાસ,
બગથળા ગામ ને પાધરે, ભવાઇ ભક્તિ થાય,
તેદી નાયકો ના ઉર માં આનંદ અતિ ઉભરાય,
વીતી ગયા વરસો જેને સંભારતાં મન હરખાય,
નાયક, ભોજક, વ્યાસ નું ગૌરવ આજ ગણાય
ભક્તિ અને શક્તિ જેની રગે રગ માં જણાય
ત્રિકમજી વ્યાસ ના તેજ તેદી ઝીલ્યા ન ઝીલાય,
આવ્યા બગથળા ગામ ને ભાંગવા બહારવટિયા આઠ દસ
ભવાઇ તણા ચોક માં મહારાજા ની કચેરી અકકડે ઠઠ
હટી જાવ વ્યાસ આજ ગામ ને ભાંગવું અમારે,
બચાવો જીવ તમારો મારવા નહીં જનોઈ ધારી અમારે
ત્રિકમજી પાડે ત્રાડ, છે પાઠ મારો રાજવી તણો
ભાંગવા દઉં જો ગામ ને તો લાજે ઠાઠ રાજવી તણો
મર્દાઇ હોય જો અંગ માં તો એક પછી એક આવો,
મરું પણ મેલું નહીં ઈજ્જત નહીં અમારી માપો,
વીરરસ ના પાઠ માં તેદી તલવાર બાંધેલ જે ભેટ માં,
સમય આવે વાપરી જાણી,પરોવી દુશ્મન ના પેટ માં
એક એક પછી એક એમ ચાર ની ઢાળી લાશો
દુશ્મન તણી ગેંગ હાંફી ફફડાટ ચારેકોર વ્યાપ્યો,
મારવા ત્રિકમ વ્યાસ ને અંજામ દગા માં આપ્યા,
એ ટોળાં તણા તરખાટ માં તેદી પ્રાણ એણે આપ્યા
બચાવ્યું ગામ બગથળા અને લાજ તેદી રાખી
વ્યાસ તણી તેજસ્વીતા, દુશમ્નો એ તેદી દેખી
પાળીયો થઇ પૂજાવું એ કામ નથી કઇ સહેલા ,
ઈજ્જત રાખવા ગામ ની તેદી પ્રાણ દિધાપહેલા,
બગથળા ગામ ને પાધરે બેઠો ત્રિકમ વીર,
નાયક, ભોજક, વ્યાસ નું જેણે વધાર્યું ખમીર,
રચના,,,,, રાજેશભાઇ એસ કુકરવાડિયા, ધ્રુવનગર, મોરબી
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ત્રિકમજી દાદા નો રાસ,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
એવો લડીયો રે ધીંગાણે દાદો આપણો,,,,
હે,,એને વધાર્યું છે કુળ નું બહુમાન રે,,, ત્રિકમજી દાદા
લડીયો રે ધીંગાણે દાદો આપણો,
હે એવા બગથળા ગામ કેરા આંગણે,
વેષ ભવાઇ ના તેદી પાધરે,
હે,,,, ભજવ્યા એણે રાજા કેરા પાઠ રે,,,, ત્રિકમજી દાદા,,,
લડીયો રે ધીંગાણે દાદો આપણો,
ગામ ભાંગવા ને ડાકુ આવિયા,
દાદા ત્રિકમજી પાસે નવ ફાવિયા,
હે,,,, કર્યાં એને મોત ના મંડાણ રે
ત્રિકમજી દાદા,,
લડીયો ધીંગાણે દાદો આપણો,
એને ગામ બગથળા બચાવીયુ,
એને ગૌરવ વ્યાસ નું વધારિયુ,
હે,,,કર્યું અમર અસાઈત નું નામ રે
ત્રિકમજી દાદા,,,
લડીયો રે ધીંગાણે દાદો આપણો
દાદા એગૌરવ જ્ઞાતિ નું વધારિયુ
એના ગૌરવ કુળ નું વધારીયુ
હે,,,, રાજેશ ગાય એના ગુણ રે
,, ત્રિકમજી દાદા,,,
લડીયો રે ધીંગાણે દાદો આપણો



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો