બુધવાર, 10 ફેબ્રુઆરી, 2021

સાહિત્ય રચના

 

    


ર્ડો. શિવધન. વ્યાસ. ના જય સોમનાથ. જય માતાજી

આજે આદિ શક્તિ કડવા પાટીદાર ના કુળદેવી તેમજ ભૂદેવ અસાઈત ઠાકર ને ભવાઈ રચવાના આશીર્વાદ આપનારા માં ઉમિયાજી ની સ્તુતિ


                   દોહા 


આદિ દેવી ઉમિયાજી  આદિ દેવ હે ઉમેશ, 

હિમ સુતા વરી હર ને  મંગલ કરન મહેશ. 


                છંદ  ત્રિભંગી 


જય  અસૈત તાતા  જગ વિખ્યાતા પુરણ જ્ઞાતા  બહુ જ્ઞાની, 

ભવાઈ રચિયાતા  ઉમિયા માતા  તા થૈ થાતાં ભવરાની, 

ગંગા જીવ દાતા  ભાગ્ય વિધાતા  બન ગઇ બાતા  રાજાની, 

શિવધન ગુણ ગાવે  મંદિર જાવે  મન સુખ પાવે સતદાની. 


જય ઊંઝા વાળી  ઉમિયા માળી  દિન દયાળી  કિરપાળી, 

તુ અમિ નજરાળી  ઉમંગ વાળી  ભોળી ભાળી  ત્રિશુળાળી, 

જય જય જગ માતા  શોક હરાતા સુખ કી દાતા મહારાની, 

જન જન ગુણ ગાવે મંદિર જાવે મન સુખ પાવે સતદાની. 


શંકર ઘર રાની  તૂ મહાદાની  પુજ્ય પ્રમાની  ઉમિયાજી, 

તૂ નિત જગ જાની  સરસત બાની  વેદકી ગ્યાની  માતાજી, 

વેદ ગુણ ગાતા  મંગલ માતા  દુઃખડા જાતા   સદજ્ઞાની, 

જન જન ગુણ ગાવે  મંદિર જાવે  મન સુખ પાવે સતદાની. 


અસાઈતે રાજી  ઉમિયા માજી સુધરે બાજી  તવનામે, 

તવ  દરશન પાવે  ચિંતા જાવે  રિધ્ધ સિધ્ધ આવે તવ ધામે, 

તૂ જગ વિખ્યાતા દાનવ ઘાતા  ભક્ત સુહાતા સતબાની, 

" શિવધન "ગુણ ગાવે મંદિર જાવે મન સુખ પાવે સતદાની. 


રચિયતા. ર્ડો. શિવધન. જુ. વ્યાસ. વીરપરડા.  મોરબી.

ભવાઈ વિશે ઇન્ટરવ્યૂ.

Po







 





















અસાઈત ગીત

 અહી નીચે...ભવાઇના ભીષ્મપિતા અસાઈત દાદાને યાદ કરતા અને ભવાઈ ઇતિહાસને યાદ કરતા ગીતો છે.જુઓ નીચે આપેલ અલગ અલગ લિંક ક્લિક કરો...

અસાઈત સમરે ગીત 

અસાઈત વાળા અમે સિદ્ધપુર ગોમના 

અસાઈત દાદાની આરતી

અસાઇત છંદ અને શબ્દ વાણી





ભવાઈ 2.O

 નમસ્કાર ભવાઈના ૩૬૫ વેશો લખવાની શરૂઆત કરી રહ્યો છું. કુલ ૩૬૫ વેશો પુસ્તકના બે ભાગમાં પ્રસિદ્ધ થશે. એક વર્ષમાં આ બંને ભાગ પૂર્ણ કરવાની ધારણા ...