“નાગાજણ ડાંગર” સત્ય માટે બહારવટે ચડેલો મોરબી ના ખાખરાળા ગામ નો બહારવટિયો https://morbimirror.com/nagajan-dangar-went-out-for-the-truth-from-khakhradhala-village-in-morbi-2/ “નાગાજણ ડાંગર” સત્ય માટે બહારવટે ચડેલો મોરબી ના ખાખરાળા ગામ નો બહારવટિયો
Folk Bhavai Gujarat.com
લુપ્તથતી કળા ‘ભવાઈ’ વિશે તમે જે જાણવા માંગો છો, તે તમામ માહિતી અહિ જાણવા મળશે... જય આસાઈત દાદા ,
રવિવાર, 29 જૂન, 2025
મંગળવાર, 10 જૂન, 2025
ખાખરાળાનો વીર નાગાજણ ડાંગર
"ખાખરાળાનો વીર નાગાજણ ડાંગર"
- પ્રાણજીવન કાલરિયા.
કથાનક ક્રમાંક - ૧૩
"મચ્છુ કાંઠો ને મોરબી, હળવદને હાલાર
ડાંગર પાકે પેટમાં, ખેતમાં બાજરો જુવાર,"
આગળના કથાનકમાં આપણે ખાખરાળાના હમીર ડાંગર વિશે વાત કરી હતી. આ જ ગામમાં ડાંગર શાખમાં જ બીજો વીર નાગાજણ થઇ ગયો.
નાગાજણ ડાંગર હમીર કરતાં ઉમરમાં પચીસ વર્ષ નાનો પણ ગામમાં નાની વયે હમીરની શૂરવીરતા સાંભળેલી છે. મોરબીમાં રવોજી ઠાકોર પછી હાલ પાચાણજી ઠાકોર ગાદી પર બિરાજમાન છે.
હાલ ખાખરાળા ગામ પાસેથી પસાર થતો ડામર રોડ કે રેલ્વે લાઇન ત્યારે ન હતી. એ ભાગ ત્યારે ગામની પછવાડેનો ભાગ હતો. ગામનો દરવાજો, તળાવ, પાધર, ખરાવાડ ઉગમણી દિશામાં હતું. પાદરમાથી નીકળી સ્મશાન પાસેથી મોરબીનો ગાડા મારગ નીકળતો. પાધરમાં જ રસ્તાની બાજુમાં નાગાજણ ડાંગરના ખેતરમાં બાજરો તૈયાર થઇ ગયો છે. નાગાજણ બાજરો કેટલો થશે તેનો અંદાજ લગાવી રહ્યો છે, ત્યાં મારગ પાસે કોઇ ઘોડેસ્વાર ઘોડા પર બેઠા બેઠા જ ખેતરમાં ભેલાણ કરતો દેખાય છે. ગામમાં પચાસેક ઘોડા છે, પણ ગામનો કોઇ ઘોડેસ્વાર આમ પારકા ખેતરમાં ન પેસે. કોણ હશે માથાફરેલ ? નાગાજણ નજીક જઇને પડકારો કરે છે. પણ ઘોડેસ્વાર ગાંઠતો નથી.
મોરબીના રાજા પાચાણજી ઠાકોરના ઘરવાળાને લઇને વઢિયારા બળદ જોડેલુ વેલડું માળિયા બાજુથી પરત ફરી મોરબી તરફ આગળ વધી રહ્યું છે. ત્રણ ઘોડેસ્વાર વેલડાની સાથે આગળ જતાં દેખાણાં. આ ચોથો ઘોડેસ્વાર મોતી જેવાં દાણાવાળો બાજરો ઘોડાને ચરાવવા ઘોડાના મોઢામાંથી ચોકઠું કાઢી રાજના સૈનિક હોવાથી ડર વગર ખેતરમાં પેઠો છે. સમજાવવા છતાં રાજાનો સિપાઈ સમજતો નથી, ઉલટો નાગાજણને ખખડાવે છે. નાગાજણ તલવાર ખેંચી ફરીથી પડકારે છે. બંનેની વડછડ જોઈ આગળ જતાં સિપાહીઓ પણ પાછા ફરે છે. નાગાજણની તલવાર લપકારા કરતી ખેતરમાં ભેલાણ કરતાં સિપાહીને કાપી નાખે છે. પાછા ફરેલા ત્રણે સિપાહીઓ લોહી બંબોળ તલવાર લઇ ઉભેલા ખેડૂતને જોઈ બે ઘડી હેબતાઈ જાય છે. ખેડૂતને એકલો જોઇ ત્રણે સિપાહી તુટી પડે છે. પણ નાગાજણ એકલો ત્રણેને ભારે પડે છે. બીજા એક સિપાહીને પણ સુવડાવી દે છે. બાકી બચેલા બંને સિપાહીના શરીર પર પણ ઠેકઠેકાણે ઘા પડ્યાં છે. બંને સાનમાં ઇશારો કરી વેલડાની પાછળ ભાગે છે.
મોરબી પાચાણજી ઠાકોરને ખબર પડતાં કાળઝાળ થઇ નાગાજણને જીવતો કે મરેલો હાજર કરવા હુકમ કરે છે.
આ બાજુ નાગાજણ બે સિપાહીઓને મારીને આવનારા પરિણામ વિશે વિચાર કરે છે. રાજાની ફોજ સામે એકલા લડવાથી મોત નક્કી જ છે. તેમ વિચારી બહારવટું કરવાનો નિશ્ચય કરી ઘેર આવે છે. ગામમાં ઉહાપોહ થાય તે પહેલાં હથિયાર બાંધી ઘોડો લઇ ગામ બહાર નીકળી જાય છે.
સમી સાંજે મોરબીનો અમલદાર ગામના ચોરે આવી પોલીસ પટેલને બોલાવી નાગાજણને હાજર કરવા હુકમ કરે છે. ઘરે તપાસ કરે છે, પણ ક્યાંય નાગાજણના સગડ મળતાં નથી.
આજુબાજુના ગામોમાં બહારવટે ચડેલા નાગાજણના નામની ફેં ફાટે છે. નાગાજણ હાથમાં આવતો નથી. સાંજ પડે સીમમાં સન્નાટો પથરાઇ જાય છે. આ તકનો લાભ લઇ માળિયાના મિયાણા સીમમાં ચોરી ચપાટી કરવા માંડે છે. ચોરીનું આળ નાગાજણ પર આવે છે. મિયાણા રાતે ઉભો પાક વાઢી જાય છે. ગાડા ભરી કપાસ વીણી જાય છે.
છએક માસ વીતી ગયેલ છે. ગામ યાદ આવતા નાગાજણ એક રાતે ખાખરાળા આવી રહ્યો છે. ત્યાં ખાખરાળાની સીમમાં મુખીના ખેતરમાં પંદરેક જણ કપાસ વીણતાં દેખાય છે. મિયાણા ચોરી કરે છે તે સમજતાં નાગાજણને વાર ન લાગી. કંઈક વિચારી ને નાગાજણ ઘોડા પરથી ઉતરી લપાતો છૂપાતો ગાડા પાસે આવે છે. મિયાણા ફાટ બાંધીને કપાસ વીણે છે. ફાટ ભરાય એટલે ગાડામાં જઇ ખાલી કરી ફરી વીણવા જાય છે.
નાગાજણ ઉઘાડી તલવારે ગાડા પાસે સંતાઇને ઉભો છે. ફાંટ ખાલી કરવા આવે તેનું માથું એક જ ઝાટકે વાઢી નાખી બીજાની રાહ જુવે છે. એક પછી એક સોળ માથા વાઢીને ગાડામાં નાખી ગાડું હાંકીને ખાખરાળાના પાધરમાં પહોંચે છે. મુખી અને ગામના લોકોને બધી હકીકત જણાવી સોળ મિયાણાની લાશો ગામને સોંપી વંટોળિયાની જેમ સીમ તરફ રવાના થાય છે. ઇ.સ. ૧૭૬૯ નો આ બનાવ છે.
ગામના આગેવાનો લાશો ભરેલું ગાડું લઇ મોરબી આવે છે. બધી સત્ય હકિકત જાણીને પંચાણજી નાગાજણનું બહારવટું પાર પાડે છે. નાગાજણને સભામાં બોલાવી પાઘડી બાંધી તલવાર ભેટ આપી સન્માન કરે છે.
"મરશું રણ મેદાનમાં, ઝુકશે નહીં આ શીશ.
બોરીચા ડાંગર શાખના, રહેતા મચ્છુને તીર." ખાખરાળામાં ડાંગર અટક ધરાવતા બોરીચાઓ હમીર અને નાગાજણ ડાંગરના વંશજો છે.
હવે પછી "ચાચાપરનો વીર નાગાજણ જીલરિયો"
પ્રાણજીવન કાલરિયા. ૨.૧૨.૨૨
સંદર્ભ :- બોરીચા બાવન શાખ - ગુલાબદાન બારોટ
(દુહા મારા સ્વરચિત છે.)
સોમવાર, 9 જૂન, 2025
શનિવાર, 7 જૂન, 2025
પ્રાગજી બાપા ખાખરાળા, નવલખી રોડ
""""""""""""""""""""""""""""""""""""""""
એલા પાગા? શંકર ભગવાન ને
કેને કે થોડો વરસાદ વરસાવે તો
મુરઝાતિ મોલાત ને જીવત દાન
મળે ને વરહ નું કાંઇક સુજે અરે
મારા બાપલિયા હું કયાં એવો મોટો ભગત છું કે મારી વાત ભોળિયોનાથ કાને ધરે ના પણ
તું ભગવાન નો ભગત છો તો મને
થિયુ કે ભગત ની ધા ભગવાન જરૂર થી સાંભળે ભલે બાપા અરજ કરીશ આટલુ બોલી ઉતાવળા પગે ભગત શિવ દર્શને
આવે છે ભગવાના ચરણે માથુ
નમાવી પાર્થના કરી માળા ફેરવવા
લાગે છે બપોરા નું ટાણુ થઈ ગયુ
મંદિરના પુજારી કહે છે પાગા ભગત બપોરા કરવા જાયશુ ને
ના બાપા મારાથી હવે અન્નનો દાણો મોમાં નો મુકાઇ હવે તો
ભોળિયોનાથ વરસાદ વરસાવે
તો અન્ન્ ખવાઇ અરે ભગત ભગવાન સામે આવી હઠ હોય
ના મેતો પ્રભુ પાસે ધા નાખી છે
ગામ આખા માં વાત ફેલાઈ જાય
છે કે પાગા ભગત શિવમંદિરે
વરસાદ ન આવે ત્યાં સુધી અન્ન ની આ ખળી લય ને બેઠા છે
ગામનું માજન ભાયુ કુટુંબ ગામના
આગેવાનો ભગત ને સમજાવે છે
પણ ભગત એક ના બે થતા નથી
આજ ત્રીજો દિવસ પુરો થાય છે
ભગતે મોઢામાં કાંઈ લીધુ નથી
ચોથો દિવસ પસાર થાય છે એમ
પાંચમા દિવસ ની રાત પળી ને
ઇશાન દિશામાં એક ગાય ની ખરી
જેવળી વાદળી ચળી ને થાતા થાતા આખા આભા મંડળ માં ફેલાઈ ગઈ જેમ ખટપટિયો માણસ ઉગમણા ઝાંપે થી પળી
નાની વાત ને આથમણા ઝાંપા સુધી માં મોટી કરીને ફેલાવી દિયે
એમ વાદળી ફેલાઈ ગઈ વીજળી નાં ચમકારા થાવા લાગ્યા વાદળ નાં ગળગળાટ સાથે ધરતી નો ધણી મેહુલિયો ઠમ ઠમ ફોરે વરહવા મંડાણો એમ કરતાં કરતાં
વરસાદ ની ઢળી લાગી ગઈ મલક
બધામાં આનંદ પથરાય ગ્યો
ગામેરૂ માણસો ચોકમાં ભેળા થઈ ગયા ઢોલ નગારા પખવાજ ને અબીલ ગુલાલ સાથે વાજતે ગાજતે ભગત ને સામયા કરી પારણા કરાવી ઘેર લાવ્યા ભગતે
તુલસી વિવાહ કર્યો થોળા સમયે
પુત્ર નું અવશાન થયુ પત્ની પણ લાંબા ગામતરે સિધાવ્યા સંસાર ઉપર થી મન ઉઠી ગ્યુ સર્પ જેમ કાંચળી ઉતારે તેમ સંસાર તજી દીધો બાજુ નાં ગામ બગથળા માં
આવેલી નકલંક ની જગ્યા માં આવી સેવા ધર્મ સ્વીકારી યો
જગ્યા નાં ગાદીપતિ થઈ ગાદી ને
શોભાવી વિક્રમ સંવત ૨૦૩૧ મહાસુદ ત્રીજ ને રવિવાર ઇ. સ.
૧૯૮૦ નાં દિવસે આ મહામાનવને
પ્રુથ્વી પર થી મહાપ્રયાણ કર્યુ
ખાખરાળા નાં મહાનસંત પ્રાગજી
બાપા નાં ચરણો માં મનહર વ્યાસ
શત કોટી વંદન પ્રાગજી બાપા એ
જ્યાં તપસ્યા કરી તે શિવાલય આજે પણ અડીખમ ઊભુ છે બાજુ માં સુંદર મજાનુ સરોવર છે
મંદિરના પટાંગણમાં પીપળા નુ સુંદર મજાનુ વ્રુક્ષ આવેલ છે આ
શિવાલય આખા ખાખરાળા ગામનું આસ્થાનું કેન્દ્ર છે
*********જય સચ્ચિદાનંદ*****
સરોવર કાંઠે શોભતું;સુંદર શિવનું ધામ
સદાય તને નમન કરે ;આખુ ખાખરાળા ગામ
સોમવાર, 14 એપ્રિલ, 2025
નટરાજ એવોર્ડ-મોરારિબાપુના હસ્તે સન્માન
પ્રાણભાઈ બાબુલાલ વ્યાસ-ખાખરાળા, મોરબી
પૂજ્ય મોરારિબાપુના હસ્તકે...નટરાજ એવોર્ડથી સન્માન
ગુરુવાર, 27 માર્ચ, 2025
એક બ્રાહ્મણે હેમાળા પટેલની દીકરીની લાજ બચાવી લીધી..
એક બ્રાહ્મણે હેમાળા પટેલની દીકરીની લાજ બચાવી લીધી.. વ્યાસ અને પટેલનો સંબંધ..
બ્રાહ્મણકુળમાં જન્મેલા કથાકાર અસાઈત ઠાકરે ૩૬૦ ભવાઈ લખી હોવાની લોકવાયકા છે.અને તે સાચી છે.તમામ વેશોની માહિતી એકત્રીકરણ હાલ મોરબીના ખાખરાળા રહીશ તુષારભાઈ પૈજા(વ્યાસ ) પાસે માહિતી છે.
![]() |
બ્રાહ્મણ-અસાઇત ઠાકર |
નાગાર્જન ડાંગર
“નાગાજણ ડાંગર” સત્ય માટે બહારવટે ચડેલો મોરબી ના ખાખરાળા ગામ નો બહારવટિયો https://morbimirror.com/nagajan-dangar-went-out-for-the-truth-...
-
અસાઈત ઠાકર રચિત ભવાઈ વેશના નામો... તથા અન્ય વેશ.... નોંધ- અલગ અલગ સંદર્ભો પુસ્તકોના માધ્યમથી માહિતી મેળવેલ છે. સમયગાળો ઇ.સ.( 1320-1400) ...
-
ભવાઈમાં પ્રાચીન સંગીત સાધન ભૂંગળ વિશે જાણીએ About Bhavai Bhungal... લોક ભવાઇનું મુખ્ય વાજિંત્ર ભૂંગળ એ ભવાઇના પ્રણેતા શ્રી અસાઇત શ્રીધર ઠાક...
-
🎞️નાટકના નામ ઉપર ક્લિક કરો.👇👇 રામરાજ્ય અને લવકુશ રામવનવાસ અને લંકા વિજય ભિષ્મ પ્રતિજ્ઞા બિલ્વ મંગલ અધુરા મિલન અને રાણો કું...