ગુરુવાર, 27 માર્ચ, 2025

એક બ્રાહ્મણે હેમાળા પટેલની દીકરીની લાજ બચાવી લીધી..

 

એક બ્રાહ્મણે હેમાળા પટેલની દીકરીની લાજ બચાવી લીધી.. વ્યાસ અને પટેલનો સંબંધ..


બ્રાહ્મણકુળમાં જન્મેલા કથાકાર અસાઈત ઠાકરે ૩૬૦ ભવાઈ લખી હોવાની લોકવાયકા છે.અને તે સાચી છે.તમામ વેશોની માહિતી એકત્રીકરણ હાલ મોરબીના  ખાખરાળા રહીશ તુષારભાઈ પૈજા(વ્યાસ )  પાસે માહિતી છે.

જાતિવાદ જેવાં દૂષણોને આધારે ૩૬૦ જેટલા ભવાઈના વેશો લખ્યા અને ગામડે-ગામડે જાગૃતિ માટે ભવાઈ વેશરૂપે ભજવ્યા.
 
વિશેષ તો ભવાઈ સમાજના સામાન્ય જનની વચ્ચે સર્જાતો-ભજવાતો નાટ્યપ્રકાર હોવાથી સમાજને સીધી રીતે સ્પર્શતા પ્રશ્નો એમાં વણી લઈને સમાજજાગૃતિનું કામ તેમણે કર્યું. આજે પણ તેમનાં વંશજો ભોજક કે નાયક તરીકે ઓળખાય છે.
 
ભવાઈ શબ્દ સંસ્કૃત શબ્દ `ભાવ' પરથી ઊતરી આવ્યો હોય એમ લાગે છે.
 
ભવાઈનાં મોટા ભાગનાં કથાવસ્તુ ઇતિહાસ અને સામાજિક પ્રશ્નો પર આધારિત રહેતાં, જેથી સમાજની કુરૂઢિઓ, વહેમ, અંધશ્રદ્ધા દૂર થાય.
 
ભવાઈનું મુખ્ય પાત્ર નાયક કહેવાય છે. અસાઈત મુખ્ય પાત્ર ભજવતા એટલે તે નાયક કહેવાયા અને `ભવાઈ' સમગ્ર ગુજરાત અને દેશ વિદેશમાં ખ્યાતનામ બની. એ સમયમાં સ્ત્રીઓ વેશ ન ભજવી શકતી. એટલે પુરુષ તે વેશ ભજવતો અને તે એટલો તો આબેબ ભજવતો કે સ્ત્રીઓ પણ ભૂલાવામાં પડી જતી હતી.
એક સમય ઉત્તર ગુજરાતના લોકો પોતાના જીવનના સારા-નરસા પ્રસંગે ભવાઈનો ખેલ રમાડવાની માનતા માનીને પોતાની મનોકામના પૂર્ણ થતાં ચૈત્ર માસ કે નવરાત્રિના સમયમાં પોતાના ઘેર ભવાઈમંડળીને રમવા નિમંત્રણ આપતા હતા. વાળુ-પાણી પછી રાત્રિના અંધકારમાં સામૈયું કાઢી, ચાચર નોંધી ચાચરની પૂજા કરતા.


ભવાઈની શરૂઆતમાં ભૂંગળ વાગે. રાતના શાંત વાતાવરણમાં ભૂંગળનો સૂર ચોમેર ફરી વળે. એટલે બાકી રહી ગયેલા પ્રેક્ષકો પણ ઝટપટ આવીને ગોઠવાઈ જાય. પ્રારંભમાં રંગલો અને રંગલી પ્રવેશ કરે અને ગણેશ-સ્તુતિથી ભવાઈની શરૂઆત થાય.
 
દુદાળો દુઃખભંજણો,
સદાય બાળેવેશ,
પરથમ પહેલાં સ્મરિયે,
ગવરીપુત્ર ગણેશ.
 
સ્તુતિ પૂરી થતાં જ ભૂંગળ, નરઘાં કાંસી જોડાની રમઝટ જામે અને રંગલો અને રંગલી વિષયની માંડણી કરે અને ભવાઈ વેશ શરૂ થાય. ભવાઈમાં ગીત, કવિત અને સંગીતની સાથોસાથ નૃત્યને પણ એટલું જ અગત્યનું ગણ્યું છે. વાક્યાર્થનો અભિનય અને રસ આ બે ગુણો ભવાઈમાં છે.
 
પછી તો ધીમે ધીમે ભવાઈ સમગ્ર ગુજરાતનું અણમોલ ઘરેણું બની ગઈ. ભવાઈ કલાકારો ગામે-ગામ ફરતા, ભવાઈ કરતાં અને ગામનાં તમામ-જાતિ-જ્ઞાતિનાં લોકો તેમને હૃદયથી લેતા. જો કે આજે ભવાઈ લગભગ લુપ્ત થઈ ગઈ છે. અસાઈત ઠાકરના ૩૬૦ વેશોમાંથી માંડ ૬૦ જેટલા વેશો બચ્યા છે. પણ એ પણ ભાગ્યે જ કોઈક ગામડાં-ગામમાં ભજવાય છે. રંગભૂમિ દિન નિમિત્તે આપણી ભવ્ય ભવાઈ કલાને અને તેના આદ્ય સ્થાપક એવા અસાઈત ઠાકરને યાદ કરી વંદન કરીએ.
 
ભવાઈના મુખ્ય અંગો
 
 
ભવાઈના રાગો : માઢ, પ્રભાત, ગોડી, સોરઠ, મારુ, આશાવરી, વિહાગ, ભૈરવી, સારંગ, કાનડો, મલ્હાર
 
તાલ : તરગડો, લાવણી, દોઢિયો, ચેતમાન, ચલતી, દીપચંદી, કેરવો, હીંચ.
 
વાદ્યો : ભૂંગળ, નરઘાં અને કાંસીજોડાં.
 
રંગભૂષા : ભવાઈની રંગભૂષા પોતાની આગવી છે. માતાજીના મંદિરે કે કોઈ ધાર્મિક સ્થળે કલાકારો પાત્ર પ્રમાણે વેશપરિધાન અને રંગભૂષાની તૈયારી કરે છે. બોદાર, સફેદો, પીળો રંગ, લાલી, કોલસો કે મેશ.
 
નૃત્યના ઠેકા : કથ્થકની જરીવાળી સાડી, મુગટ, પીતાંબર, લાલ - પીળા - સફેદ રંગના ખેસ, ધોતિયાં, ઓઢણી, ચોરણી, સુતરાઉ ફૂમતાંવાળી ટોપી વગેરે.


અસાઇત ઠાકર વંશ પેઢી નો ફોટો

બ્રાહ્મણ-અસાઇત ઠાકર






જયશંકર નાયક

 


News વિશ્વ રંગભૂમિ દિવસ

 


ભા. ટી. એન ન્યુઝ

 ભાટી એનની તસવીર વિશ્વ રંગભૂમિ દિવસે 🙏


આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે ત્યારે હું તમામ રંગભૂમિ ક


લાકાર ને સત સત વંદન કરું છું પણ ગુજરાતમાં રંગભૂમનો પાયો નાખ્યો હોય તો ભવાઈ કલાકારે તેની પાછળ આખો ઇતિહાસ છે,,,!?. પણ એક સમયે ફિલ્મી દુનિયા, ટી. વી. કે અન્ય મનોરંજનનાં સાધનો નોતા ત્યારે ગામડે ગામડે ભવાઈ કલાકરો મનોરંજન પૂરું પાડતા સાથે કુરીજો વિશે પણ સંદેશાત્મક વ્યંગ કરતા માટે જાગૃતિનું કામ પણ કરતા આમ તો સમગ્ર ગુજરાત માં ભવાઈ કલાકારો છે પણ આજે ભવાઈ કલા માટે આખું જીવતર સમર્પિત કરનાર મોરબી જિલ્લાનાં ખાખરાળાનાં બાબુભાઇ પેઇજા. હરિભાઈ પેઇજા અને તેના જેવા ઘણા કલાકારો છે તેઓ જયારે રમતા ત્યારે પદ્મશ્રી Joravarsinh Jadav અને હું ભાટી એન તેની રમતો જોવા રાતો નાં રાત જાગી તેમને પ્રોત્સાહિત કરેલ છે મારે આમતો તમામ ભવાઈ કલાકાર સાથે પારિવારિક સબંધ છે, પણ આ તસવીર ભવાઈ કલાની ઉતમોતમ તસવીર બની ગઈ છે જે ગુજરાત નાં દીપોત્સવી અંકમાં છપાયેલ તો આજે વિશ્વ રંગભૂમિ દિવસે તમામ કલાકાર ને અર્પણ ને ગુજરાતનું એક દર્પણ છે... તસવીર : ભાટી એન.

વિશ્વ રંગભૂમિ દિવસ

 

*💢વિશ્વ રંગભૂમિ દિવસ💢*  


ક્યારેક...

ગામડાંના ચોકમાં ભજવાતી... 

ભૂંગળ વાદનથી ગૂંજતી,

તબલા, હાર્મોનિયમ ને કરતાલના સૂરોથી જીવતી,

ભવાઈ આજે શૂન્યતા વેઠે છે.

એક ભવાઈ, જે...

રંગલા રંગલીની તા થૈયા.. તા થૈયા સાથે ધમધમતી,

સામાજિક ને ઇતિહાસની વાત કરતી !

પણ હવે...

પડદા મોટા થયા,

ભવાઈ વેશના શબ્દો જાણે મૂંગા,

કોઈ પૂછે...

ભવાઈ ક્યાં છે?

ઉત્તર એકજ...

ભવાઈની જેમ છેલ્લા શ્વાસ ભરતા કલાકારના ખોળિયામાં... !

હા...હા..

શ્વાસ હજુ શેષ છે

અસાઈતના રક્તમાં વહેલી પરંપરા  મરણશય્યાથી

બેઠી થશે...

નવો અવતાર લેશે,

નવી ઓળખ સાથે..

કારણ... આતો ભવની ભવાઈ...

એ કદી મરતી નથી,

એ તો રાહ જોવે છે,

નવા યુગના નટની અને યથાર્થ નાયકની..


 *-દિનેશ નાયક 'અક્ષર'*✍️

        *સરડોઈ*

નાગાર્જન ડાંગર

“નાગાજણ ડાંગર” સત્ય માટે બહારવટે ચડેલો મોરબી ના ખાખરા‌‌ળા ગામ નો બહારવટિયો https://morbimirror.com/nagajan-dangar-went-out-for-the-truth-...