બુધવાર, 7 ફેબ્રુઆરી, 2024

ભવાઇ ભજવાય છે ગામે

 દુહો,,,,,,,,,,,,,, 


ભવ તારિણી માઁ ભગવતી, તમે રહેજો સદાય સાથ,

ઓઢણી ઓઢી માઁ આપની, હે માડી ઉતારશો ભવ પાર,


,,,,,,,,,,,ભવાઇ  રાસ,,,,,,,,,,

રાગ,,, ગરબો ગવરાવું ખોડલ આઇ નો રે લોલ,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


હૈ માડી ભવાઇ ભજવાય છે , ગામે ગામ માં રે લોલ,,,,,

ભજવાય છે કાંઇ ચાચર કેરા ચોક જો,,ભવાઇ ભજવાય છે ગામે ,,,,, 


હેમાળા પટેલ ઊંઝા ગામ ના રે લોલ,

એની આબરૂ અખંડ જળવાય જો

ભવાઇ ભજવાય છે ગામે ,,,,,,


ગંગા દિકરી ની પત રાખવા રે લોલ,,,, 

વટલાયો અસાઇત તાત જો,,,, 

ભવાઇ ભજવાય છે દરેક ગામ,,,,


ઉમિયાજી માત ને અરજ કીધી રે લોલ,,, 

એને અનમોલ આપ્યું વરદાન જો,

ભવાઇ ભજવાય છે ગામે,, ,,,, 


ચૂડી, ચાંદલો ને ભૂંગળ આપીયા રે લોલ,,, 

ચૂંદડી આપી છે હાથોહાથ જો,

ભવાઇ ભજવાય છે ગામે,,,,, 


અસાઈત વાણી " રાજ "ઓચરે રે લોલ,

ઉમિયા બહુચરે આશિષ આપીયા રે લોલ,

ભવાઇ કળયુગ માં થશે રે સવાઇ  જો,

ભવાઇ ભજવાય છે ગામે,,,,,,,, 


રચીયતા,,,,, 

રાજેશભાઇ એસ કુકરવાડિયા,

( વ્યાસ ) ધ્રુવનગર,,,, મોરબી

USA news મેંગેનીઝ

 ન્યુઝર્સી ( usa ) થી બહાર પડતુ મેગેઝીન દેશ પરદેશ  માં ભવાઇ લેખ ઉજાગર,,,,,,,, લેખક : રાજેશભાઇ કુકરવાડીયા,,, ધ્રુવનગર,,,,મોરબી.




નાગાર્જન ડાંગર

“નાગાજણ ડાંગર” સત્ય માટે બહારવટે ચડેલો મોરબી ના ખાખરા‌‌ળા ગામ નો બહારવટિયો https://morbimirror.com/nagajan-dangar-went-out-for-the-truth-...