ગુજરાત ના બનાસકાંઠાના થોર ગામમાં. આજથી સો વરસ પહેલાં બનેલી ધટના ,,
એ સમયમાં ટીવી મોબાઇલ નહોતા , લોકોના મનોરંજન નુ એકમાત્ર સાધન ભવાઈ હતુ ,,
એ સમય મા થોર ગામમાં એક ભવાઈ મંડળી આવી , સાજીંદા ઓ ને કલાકારો મળીને કુલ બાવીસ સભ્યો ની ટોળી , ગામના ચોરે ઉતરી ,,,
ફુલચંદ નાયક ની ટોળી તરીકે ઓળખતી આ મંડળી મા એક ગાયક એવો હતો કે ભવાઈ કરતાં લોકો એનુ ગાયન સાંભળવા વધુ આવતા ,,,
બાજુના જ મંદિર મા પુજારી. જો મંદિર મા ધુન કિર્તન ગાતાં , એને આ ગવૈયા ની ખુબ ઈર્ષા આવતી ,,,,
ઈર્ષા મા અંધ બની ને પુજારી એ આ ભવાઈ મંડળી ની આખા ગામની હાજરીમાં હાસી ઉડાડવા નુ વિચાર્યુ ,,,
મંડળી ત્રણ દિવસ રોકાવાની હતી ,,, રામાયણ નો ખેલ ભજવવા ની હતી ,,,
પુજારી કોઈને ખબર ન પડે એવીરીતે કાના લુહાર પાસે જઈને એક મોટુ લોખંડ નુ ધનુષ્ય બનાવી લાવ્યા ,,,
જેથી. શીવ ધનુષ્ય તોડવા નો પ્રસંગ આવે ત્યારે રામ બનેલો યૃવાન. ધનુષ્ય તોડવાની વાત તો એક બાજુ. ધનુષ્ય. ઉપાડીજ ન શકે ,,,,
પુજારી એ. આ ધનુષ્ય ને. સોનેરી કાગળ થી વીટાળી ને ભવાયા પાસે હતુ એવુજ ધનુષ્ય કરી નાખ્યુ ,,,
ભવાયા. બધા સાંજૈ ગામમાં પટેલ ના ધરે જમવા ગયા ત્યારે પુજારી એ છાનુમાનુ. ધનુષ્ય બદલાવી નાખ્યું ,,,
રાત નો મંજર મંડાણો , બતીઓ સળગી ઉઠી , સાજીંદા ઓ સાજ વગાડવા લાગ્યા ,, તબલાં ઉપર થાપ પડવા લાગી ,,, ભુંગળા વાગવા લાગ્યા
ભલા મોરી રામા ,, ભલા મોરી રામા ,,, નુ ગીત ગવાવા લાગ્યું ,, ગામ લોકો કામથી પરવારી. આવવા લાગ્યા ,,,
ચોક હકડેઠઠ ભરાઈ ગયો ,,, ખેલ શરૂ થયો ,,, રામ જન્મ થી માંડીને. ગુરૂ પ્રવેશ. સુધી ખેલ પહોચ્યો ,,, પ્રથમ દિવસેજ શીવ ધનુષ્ય ભંગ નો સીન ભજવવા નો હતો ,,
ખુબ લ આગળ વધતા વધતા સીતા સવ્યંવર. સુધી પહોચ્યો ,,, બધા રાજાઓ જયારે ધનુષ્ય ઉપાડી નથી શકતા. ત્યારે ગુરૂ વિશ્ર્વામીત્ર ની આજ્ઞા લઈ રામ ધનુષ્ય ભંગ કરવા ઉભા થાય છીએ ,,, ધનુષ્ય ને પગે લાગી. , ધનુષ્ય ઉઠાવવા જાય છે તો ધનુષ્ય ઉપડતુ નથી ,,,
રામ બનેલો યૃવાન. પળમાં વાત સમજી જાય છે ,,, યૃવાન. મંડળી ના નાયક. રામચરણ સામે જુવે છે ,,
ચતુર રામચરણ. ઈશારા મા બધુ સમજી જાય છે ,,
દુર છુપાઈ ને બેઠેલા પુજારી મનમાં ખુશ થાય છે ,,
નાયક રામચરણ દાસ. આંખો બંધ કરીને હારમોનિયમ ઉપર આંગળી ફેરવે છે ને કરૂણ સ્વર મા ભગવાન રામને અરજી કરે છે ,,,
હે પ્રભૂ રામ ર હે દિનાનાથ ,, હે દયાના સાગર ,,, આજ તારા સવ્યંવર નો પ્રસંગ છે ,, ગામ આખુ જુવે છે જો તારાથી ધનુષ્ય નહી ઉપડે તો ,, ગામ એમ વાતો કરશે કે રામ થી ધનુષ્ય ન ઉપડયુ ,,,
હે પ્રભૂ. આમા તારી લાજ જશે ,, માટે હે પ્રભૂ. તુ આવજૈ ,,,
આમ અરજ કરતાં રામચરણ દાસ ની આંખમાંથી આંસુ વહેવા લાગે છે ને ત્યાં ખુલ્લા આકાશ મા. એક વીજળી નો કડાકો થાય છે ને કોઈ કંઈ સમજે એ પહેલા , લોખંડ નુ ધનુષ્ય આપમેળે તુટી જાય છે ,,, રામ બનેલો યૃવાન અને રામચરણ દાસ. આ ચમત્કાર ને સમજી જાય છે ,,,
પુજારી ના આ બધુ જોઈ હોશકોશ ઉડી જાય છે ,,
અંતે. ભવાયા ની લાજ રહી જાય છે ,,
મિત્રો સાચા મનથી કરેલી પ્રાથના કયારેય અઠળ નથી જતી ,, ભગવાન દોડી આવેજ છે
મિત્રો આ લેખ અને ફોટો મને મારા એક સાહિત્ય કાર મિત્ર એ મોકલેલ છે ,, કહેવાય છે કે આ ફોટો એ વખતે લીધેલો સાચો ફોટો છે,,