બુધવાર, 2 જૂન, 2021

દેશ બદલ્યા, વેશ બદલ્યા, બદલી અમ તણી જાત,

 આપણો ભાતીગળ લોક વારસો લોક ભવાઇ નો  સુવર્ણ ઇતિહાસ,,,,,,,,,

રાજેશભાઇ કુકરવાડિયા ની કલમે,,,, 

ટાઇટલ,,,,, 

દેશ બદલ્યા, વેશ બદલ્યા, બદલી અમ તણી જાત,

રક્ષતા શિયળ પાટીદાર દિકરી નુ, અમ રક્ષા કરે ઉમિયા માત,,,,,, 

               ,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  

ભવાઇ તણી  ભક્તિ ની, શરૂઆત ગાવણા થી થાય,

ત્યારે ચારે દિશા ના દેવી દેવતાઓ ઓ ને વાયક અપાય


ભુંગળ કેરા નાદ અને સાખી શબ્દો નુ ઉચ્ચારણ થાય

સર્વ સ્નેહીજનો ને આ રીતે અમ કેરી જાણકારી અપાય,


સમી સાંજે વાજા સાથે અમારી માતાજી ની વંદના થાય,

પખવાઝ, ઢોલક ના તાલ સાથે ભુંગળ ના નાદ થાય,


ઘૂઘરા બાંધી ઓઢણી ઓઢી માઁ બહુચર ને યાદ કરાય,

રાત્રી ના ચાર પહોર ત્યાર થી અમારું પુરુષ તત્વ હણાય 


ગણેશ જી ના વેષ થી ભવાઇ કાર્યક્રમ ના શ્રી ગણેશ થાય,

રાત્રી ના ચાર પહોર સુધી લોક ભવાઇ નિર્વિઘ્ને  ભજવાય,


બાદશાહ જેવો બાદશાહ સાચી સમજણ આપે સૌને શાન માં,

કરે ડાગલા નો અભિનય સુજ્ઞ સભા સમક્ષ  પાત્ર ના માન માં,


સૂત્રધાર આપે વ્યાખ્યા ભવાઇ ની સંગીત તણા તાલ માં,

સ્તુતિ,વંદના ભાવ થી નાટક ભજવાય સ્નેહીજનો ના વ્હાલ માં


મહિયારી બની વેચે મહી નારી ,બિચારી પતી હિત કાજ,

સંદેશ આપે સમાજ ને, રાખે નિજ પરિવાર ની લાજ,


જન જાગૃતિ ના વેષ થકી, સમાજ માં લાવ્યા જાગૃતિ અપાર,

સત્ય ઘટનાઓ ઉજાગર કરી, મેળવ્યા માન અપાર,


અભણ અને અસ્પૃશ્યતા નો હતો એ સમય નો યુગ,

બતાવી અમે વાસ્તવિકતા અને દૂર કરી ખોટી સમજ ની સૂગ


એ સમય નુ દર્પણ જે બતાવતું સમાજ ને પ્રત્યક્ષ ચિત્ર,

સાચી વાતો સચોટ બતાવીઆપ્યા તારણ ના સ્પષ્ટ ચિત્ર


ત્રણસો ને સાઈઠ વેષ દાદા અસાઇત ની કલમે લખાય,

રામદેવપીર નો વેષ ભવાઇ માં સૌથી જુનો વેષ ગણાય,



કજોડાં ના વેષ થકી, દૂર કર્યાં જગત ના જુઠા રીતી રિવાજ 

પૃથ્વીરાજ ના નાટક થી કુસુંપ દૂર થયા ના છે પુરાવા આજ,


વણઝારા ના વેષ અને ઝંડા પુરબીયા ખુબ ગયા ભજવાય,

સંસ્કૃતિ આ સૌથી જુની, સદીઓ થી રહી છે પીરસાય,


ઘર ઘૂંઘટ ને ઘરચોળું બતાવી પરિવાર હિત ની વાત,

સ્ત્રી ના ત્રાસ થી સ્ત્રી ની થતી  અધોગતિ ની કરી વાત,


રાણો અને કુંવર નાટક માં બતાવ્યો પ્રેમ નો અમર ઇતિહાસ,

સાચો પ્રેમ બતાવે એમાં નહિ વિસય વાસના ની વાત,


હરિચંદ્ર તારામતી બતાવી ગયા જગત માં સત્ય ની ટેક,

મોહન દાસ ગાંધી વિસ્મય પામ્યા લીધી સત્યતા ની ટેક,


સંગીત સાથે નૃત્ય એમાં કલા અનેક પ્રકાર ની પીરસાય,

સુર તાલ અને લય ના સંયમ સાથે તાલબદ્ધ માણી શકાય,


કાચ નો શીશો શિર પર ધરે, જે ચારે દિશા માં ઉતારાય,

તલવાર ધાર થી આંજણ આંજી આંખ માં જોખમ લેવાય,


છત્તર મોતિ ના નુખસા એ મુખ થકી ચડ ઉત્તર થાય,

સાડી માંથી પક્ષી બને જમીન માં મોર ના ચિત્ર દોરાય,


આવી અનેક કલા છે જેના તાલ જરા પણ ન ચૂકાય,

સંગીત અને ગાયન સાથે નૃત્ય માં તાલ બહાર ન જવાય 


મધ્ય રાત્રી ના સમય માં ભજવીએ માતાજી નો વેષ,

રક્ષા કરે માઁ ભગવતી રહે અમ સંગાથ માવડી દેશ પરદેશ,


ચા પાણી ના ઇન્ટર માં અમે ખુબ ભજવતા મદારી નો વેષ,

માંગો એ વસ્તુ કાઢી બતાવે,એનો  હતો ખાસ પહેરવેશ,


સખી આવે લટકા કરતી, ગોળ ગોળ ઘૂમે માટલુ સંગીત સંગાથ,

નિત નવા ગીત સંગીત પીરસે અને કરે રમૂજ ભરી ખુબ વાત,


રામ રાજ્ય ના નાટક માં મર્યાદા અને ખટપટીયા ની થાય વાત,

સુખ દુઃખ સહનશીલતા ઉદાહરણ  આપવા કરી રામ સીતા ની વાત


દિકરી ઓ વેચાણ થતાં, કુડા હતા એ રીતી રિવાજ,

ભવાઇ થકી દિશા બદલી, જેના અનેક પ્રમાણ છે આજ,


સુરતા વીરતા કરુણતા સાથે સંગીત ના તાલ સચવાય,

આવી કલા બીજે જોવા ન મલે જે ભવાઇ માં ભજવાય


કાનગોપી ના વેષ ભજવી સવારે પ્રભાતિયા પણ ગવાય, 

વળી રામદે ના વેશ  માં અઢારેય  વરણ ની વાત થાય,


રામ રાવણ વેષ ઉગતા દિવસ માં ભજવાય,

જેમાં મલ્લ તણા યુદ્ધ ખુબ રોમાંચક રીતે થાય,


હાલરડાં ગાવા નાયકો યજમાન ને આંગણીયે જાય,

ઉમિયા બહુચર આપે આશિષ યજમાન રાજી થાય,


મંદિર દેવળ હોય ગામ માં ત્યાં માઁ નો મજરો કરવા જાય,

માતાજી ની વંદના થકી નાયકો ને  રૂડા  આશિષ મળી જાય,


ઘૂઘરો છોડી માઁ ના પારે, અમારું પુરુષ તત્વ પાછું મગાય,

આમ ભવાઇ કેરી જાતર માં રોજ ભગવતી ની કૃપા થાય,


" રાજ " દેશ બદલ્યા,વેષ બદલ્યા, બદલાવી અમ જાત,

બચાવી દિકરી પાટીદાર ની, અમ તણી રક્ષા કરે ઉમિયા માત 


રચના,,,,, 

રાજેશભાઇ એસ કુકરવાડિયા,

( વ્યાસ ) ધ્રુવનગર,,, મોરબી

મંગળવાર, 1 જૂન, 2021

ભવાઇ કલયુગ માં પણ થઇ રહી છે સવાઇ

 આઈ ઉતર્યા અવની પર, આપ્યા  અણમોલ વરદાન,

જાતર થકી તરજો , તમે સૌ  અસાઇત તણા બાળ,


ચૂડી, ચાંદલો,અને આ ચૂંદડી પહેરજો ચાચર ચોક,

આ ભુંગળ કેરો નાદ સુણી ઉમટશે  જગત ના લોક 


વેદ શાસ્ત્ર અને વાણી,  અમ વ્યવસાય તણો આધાર,

માઁ ભગવતી ભક્તિ થકી, અમે ઝીલી એ બધા પડકાર,


મુખે વસે માઁ સરસ્વતી, અમે તો વાણી થકી ઓળખાય,

ઉમિયા બહુચર ના આશિષ થકી  અમ શક્તિ પરખાય,


દુષણો ડામવા દુનિયા માં દાદા અસાઇતે  કર્યો નીર્ધાર ,

મીટાવ્યા કુ રિવાજો સમાજ માં કર્યાં સુધારણા અપાર,


સંગીત, શાસ્ત્ર,સાહિત્ય અને કલા ના કામણગાર,

વિધ વિધ ભજવી વેષ કર્યા લોકો ને માહિત ગાર


" રાજ' આધુનિક યુગ માં આશિષ ના મળી રહ્યા છે પ્રમાણ 

ભવ ની વહી ભવાઇ કલયુગ માં પણ થઇ રહી છે સવાઇ


રચના,,,,,,, 

રાજેશભાઇ એસ કુકરવાડિયા,

( વ્યાસ ) ધ્રુવનગર,, મોરબી

નાગાર્જન ડાંગર

“નાગાજણ ડાંગર” સત્ય માટે બહારવટે ચડેલો મોરબી ના ખાખરા‌‌ળા ગામ નો બહારવટિયો https://morbimirror.com/nagajan-dangar-went-out-for-the-truth-...