મંગળવાર, 6 એપ્રિલ, 2021

ભવાઈમાં નૃત્ય

ગુજરાતની પ્રાચીન કલા એટલે ભવાઈ.

નૃત્ય એ ભવાઈનું સૌથી મહત્વનું અંગ છે.ભવાઈનૃત્ય શાસ્ત્રીયનૃત્યમાં સંપૂર્ણ ઢાળી શકાતું નથી.ભવાઈ નૃત્ય આગવી કલા છે.

  • ભવાઈમાં દરેક પાત્રની એક આગવી એન્ટ્રી હોય છે. દરેક પાત્રની આપણી એન્ટ્રી સાથે તેમના સ્ટેપ અને નૃત્ય અલગ-અલગ હોય છે 
  •  ભવાઈમાં મહત્વના નૃત્યોમાં..અંગકસરત અને સમતોલનના ઘણાં પ્રયોગો નજરે પડે છે, જેમાં નકતા, છત્તરમોતીનાં નકતા, તલવાર પર નાચવુ, તલવાર થી આંખ માં કાજલ આંજવું જે અત્યન્ત મુશ્કેલ, જોખમી  અને કલાકાર ના બેલેન્સિંગ ની જેમાં પરાકાષ્ટા જોવા મળે છે
     શીશા નૃત્ય, શોબતલવારની નિસરણી ચડવુ, સાત બેડાની હેલ, જીભથી મોતી પોરવવા, ઘૂંઘટ નૃત્ય, જાંગી, લાસ ભ્રમણી  વગેરે મહત્વના નૃત્યો કહેવાય છે.

ભવાઈમાં નૃત્ય વિશે ટુંકમાં માહિતી મેળવી.

 

                 (1)સાત પ્રકારના ઘૂંઘરા

ભવાઈમાં પ્રાચીન નૃત્ય  ઘુંઘરા ખૂબ જ મહત્વનું નૃત્ય છે.કહેવાય છે કે સાત પ્રકારના નૃત્ય કરીને મોર અને હંસનું ચિત્ર બને છે1)આંટીયો 2)દોઢીયો 3)ખરેરીયો 4)બહરો 5)ઉલારીયો. 6)હિલોરિયો 7) હિંચકિયો  
સાત પ્રકારના ઘૂંઘરા કઈક આ પ્રકારનું સંગીત હોય છે.જુઓ નીચે આપેલ બ્લુ કલરના લખાણમાં છે.
સાત પ્રકારના ઘૂંઘરામાં સંગીત તાલ

2)ગણપતિ આવણી  સાથે આગમન. હાથમાં કંકુ, ચારે દિશામાં હાથ ફેલાવીને કંકુ વરણા છાટણા અમીછાટણા નાખે છે. સાથોસાથ રિદ્ધિ સિદ્ધિ સાથે એક બેે કદમ          સાથે આગમન થાય છે.

3) જુઠણ પગના ફણા આંગળી પાસેનો ભાગ પર ચાલતો આવે છે તો અડધો પગ વળી  હાથવાળી તે નાાચતો આવે છે .

4) ઝંડા-ઝૂલણજે   ઝંડો ઉંચેથી કૂદકો મારી ફેરફૂદરડી ફરતો આવે છે.

5)ભવાઈમાં ફૂદરડી- ભવાઈ કૂદરડી અલગ અલગ પ્રકારની હોય છે જે માં- ઝેરૂડી, ગોરણી, ઊભી ફદુડી,લરક,લેરિયું, એકરાંગ ફદુદી, એકમુખી ફદુદી તથા ઓલાફદુડી છે.

6)ડાંગલો- તલવાર અને ટોપી સાથે દોઢી ચાલમાં એન્ટ્રી થાય છે.ડાગલો એક આગવી મુદ્રા છે.

7)જસમાં ઓડન- જસમાં રાસની મુન્દ્રાઓ સાથે એન્ટ્રી કરે છે. સિદ્ધરાજનું આવણું કથક જેવા સ્ટેપ્સમાં થાય છે

8)અડવો- અડધા શરીરેથી પાછળ ઢળતો દોઢા ડગલા ભરતો, એક અદોદળી ચાલ ચાલતો આવે છે.


નાગાર્જન ડાંગર

“નાગાજણ ડાંગર” સત્ય માટે બહારવટે ચડેલો મોરબી ના ખાખરા‌‌ળા ગામ નો બહારવટિયો https://morbimirror.com/nagajan-dangar-went-out-for-the-truth-...